Mafat Chhatri Yojana Gujarat 2022 ikhedut.gujarat.gov.in | મફત છત્રી યોજના 2022। Mafat Chhatri yojana documents | Mafat Chhatri Yojana Online Apply 2022
ikhedut.gujarat.gov.in/ ગુજરત સરકારના બાગયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. આવી યોજનાઓ દ્વારા સમાજના ગરીબ અને નબરા વર્ગના લોકોને આર્થિક સહાય રૂપે લાભ આપવામાં આવે છે. આ સહાયથી તેઓ આત્મનિર્ભર બનશે. ગુજરાતના ગરીબ અને નબળાં વર્ગના લોકો માટે બાગયત વિભાગની મફત છત્રી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
મફત છત્રી યોજના ગુજરાત 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવામાં આવી છે. ikhedut.gujarat.gov.in ફળો અને શાકભાજીના બગાડને રોકવા માટે નાના વેચાણકારોને મફત છત્રી આપવા માટે ઓનલાઈન સહાય યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાત સરકારના i-ખેડૂત પોર્ટલ પર બાગાયત યોજનામાં મફત છત્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાભાર્થીએ આ યોજનાનો લાભ મેળવવા ઓન લાઈન અરજી કરવાની રેહશે.
મફત છત્રી યોજનનો મુખ્યુ હેતુ
આ યોજના હાટ બજારમાં વેચાણ કરતા કે હાથ લારીવાળા ફેરીયાઓને ફળો, શાકભાજી, ફૂલો રોડ કિનારે વેચાણ મફત છત્રી પ્રદાન કરાશે.જેથી ફળો શાકભાજી વિગેરેનો બગાડ થતો અટક્શે. આ યોજનામાં એક લાભાર્થી (એટલે કે આધાર કાર્ડ દીઠ એક છત્રી) એક પુખ્ત વ્યક્તિ માટે હકદાર રહેશે.
આ યોજનાનો લાભ કોણે મળવા પાત્ર છે?
મફત છત્રી યોજનાનો લાભ મેળવવા બાગયતી વિભાગ દ્વારા નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
- શાકભાજી, ફુલપાકો અને ફળોનું વેચાણ કરતા હોવા જોઈએ.
- અરજદાર હાટ કે નાના બજારમાં કે રોડની સાઇટ પર વેચાણ કરતા હોવા જોઈએ.
- નાની લારી લઈને ફરતા ફેરિયાઓને આ યોજનાનો લાભ મળશે.
- ફળ કે ઝડપથી નાશ પામે છે તેવા ફળનું વેચાણ કરતાં નાના વેપારીઓને લાભ મળશે.
Mafat Chhatri Yojana મળવાપાત્ર લાભ
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મફત છત્રી યોજના દ્વારા નાના વેચાણકારો લાભ આપવા આવે છે. નાના વેપારીઓ કે જ જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, લારી, ફેરીયા દ્વારા વેચાણ કરતા હોય તેમને આ યોજના હેઠળ વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે.
- પુખ્ત વયના લાભાર્થીને આ યોજના હેઠળ એક છત્રી આપવામાં આવશે.
- આ યોજના હેઠળ આધારકાર્ડ એક છત્રી મળવાપાત્ર રહેશે.
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Mafat Chhatri Yojana Documents
- આધાર કાર્ડની નકલ
- લાભાર્થી જો SC/ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
- રેશનકાર્ડની નકલ
- 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં તમામ ખેડૂતની સંમતિપત્રક
- મોબાઈલ નંબર
- આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- સહકારી કે દુધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની વિગત (લાગુ પડતું હોય તો)
Mafat Chhatri Yojana Online Application process
- સૌપ્રથમ google search માં https://ikhedut.gujarat.gov.in/ વેબ સાઈટ ખોલવી.
- ikhedut portal ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો.
- યોજનામાં બાગયતી યોજનાઓ ખોલવી.
- “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” પર ક્લિક કરો.
- હવે અરજીમાં માગ્યા મુજબની માહિતી ભરી Application Confirm કરી અરજી પ્રિન્ટ મેળવવી અરજીમાં સહિ સિક્કા કરાવાના રહેશે.
- લાભાર્થી એ અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્ટસ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
Last Date Mafat Chhatri Yojana 2022
ગુજરાત સરકારના બાગાયત વિભાગની ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના Online Application Date 17/06/2022 to 16/07/2022 સુધીમાં કરી શકાશે.
Highlights Of Mafat Chhatri Yojana 2022
યોજનાનું નામ |
Mafat Chhatri Yojana 2022 |
યોજનાનો હેતુ | હાટ બજારમાં વેચાણ કરતા કે હાથ લારીવાળા ફેરીયાઓને ફળો, શાકભાજી, ફૂલો રોડ કિનારે વેચાણકરોને મફત છત્રી આપવામાં આવશે. જેથી ફળો શાકભાજી વિગેરેનો બગાડ થતો અટક્શે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના શાકભાજી, ફુલો, ફળોનું વેચાણ કરતા ફેળીયા, હાથ લારીના વેપારી, રોડની બાજુમાં વેચાણકર્તા |
સહાય | પુખ્ત વયના લાભાર્થીનેએક આધારકાર્ડ દીઠ એક છત્રી કે શેડ મળશે. |
Officeial Web Site | https://ikhedut.gujarat.gov.in/ |
Online Apply | https://ikhedut.gujarat.gov.in/ |
Last Date | 16/07/2022 |