PM Suryoday Yojana 2024 : પીએમ સૂર્યોદય યોજના : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હમેશાં લોક હિતને ધ્યાનમાં રાખીને નવી નવી યોજનાઓ શરૂ કરતા રહે છે. મોદી સરકાર દ્વારા લોકોની જરૂરીયાતો જાણીને લોક કલ્યાણ માટેની અનેક યોજનાઓ શરૂ કરી છે.
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની પુન : પ્રાણ પ્રતિષ્ઠા પછી તરતજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકો માટે નવી PM Suryoday Yojana જાહેરાત કરી છે. આ યોજના થકી સમગ્ર ભારતનાં ગરીબ લોકોના કરોડો ઘરો હવે સોલાર પેનલની રોશનીથી ઝળહળી ઉઠશે. અને તે પણ ઓછા ખર્ચમાં. રૂફ ટોપ સોલર ઉર્જા થકી લોકોને વીજળીના બીલના ખર્ચા ની રાહત થશે અને વીજળીની બચત થશે. ઊર્જાના નવીન સ્રોતો ઊભા કરવાની પહેલ હમેશાં ભારતે કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સોલર ઉર્જાથી વીજળીની બચત થશે અને ઘરેલુ વીજળી ખર્ચમાં ખૂબ ઘટાડો થઈ શકશે.
આજના આ પીએમ સૂર્યોદય યોજના ના આર્ટિકલમાં અમે આપને યોજના વિશે જણાવીશું કે આ યોજનાના લાભ, યોજનાનો લાભ કોને મળશે અને તે માટે કોને અરજી કરવી પડશે. તેમજ સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ થશે. જો તમે તમારા ઘરના વીજળી બીલથી કંટાળયા છો તો આ યોજના આપના માટે છે. આ લેખ અંત સુધી વાંચી તમે યોજના વિશે જાણી શકશો.
PM Suryoday Yojana 2024 :
પીએમ સૂર્યોદય યોજના ગરીબ વર્ગના જરુરીયાતમંદ લોકોને ઓછા ખર્ચમાં રૂફ ટોપ સોલર પ્લાન દ્વારા સસ્તી વીજળી પૂરી પાડવાની યોજના છે. તેનાથી લાભાર્થી પોતાના ઘરના વીજળી બીલના ખર્ચને તો ઘટાડી શકશે તે ઉપરાંત તે વીજળી વેચીને પણ કમાણી કરી શકે છે. લાભાર્થીને 3 KW નું સોલાર સિસ્ટમ લગાવવા સરકાર દ્વારા 54000 રૂપિયા સબસીડી આપવામાં આવશે. તેથી લાભાર્થીને સોલરસિસ્ટમ ઊભી કરવા માત્ર 72000 નો ખર્ચ કરવો પડશે. એક વખત લગાવેલી સોલાર સિસ્ટમ 25 વર્ષસુધી લાભાર્થીને વીજળી પૂરી પાડશે. આમ લાભાર્થીને તદન ઓછા ખર્ચમાં વીજળી પ્રાપ્ત થશે. સોલાર વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ પ્રદૂષણ થતું .તેથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.
અરજી કેવી રીતે કરશો :
જો તમે PM Suryoday Yojana 2024 : પીએમ સૂર્યોદય યોજના નો લાભ લેવાનું વિચારી રહ્યા છો અને આ યોજનાનો લાભ મેળવવા અરજી કરવાની ઇચ્છા ધરાવો છો તો તમારે સૌ પ્રથમ PM Suryoday Yojana 2024 : પીએમ સૂર્યોદય યોજનાની સત્તાવાર વેબ સાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ અરજી પત્રક ભરવાનું છે. તેમાં તમારી ઇલેક્ટ્રીસીટીને લગતી માહિતી,તમારા ઘરની છતનું માપ વગેરે માગવામાં આવેલ માહીતી ભરવાની છે. અરજી કરતાં પહેલાં Netional Portal For rooftop Solar પર દર્શાવવામાં આવેલ સ્ટેપ મુજબ તૈયારી કરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી અરજી કરવી. જેથી અરજી કરવામાં કોઈ ભૂલનો અવકાશ રહે નહી.
અરજી માટે જરૂરી ડોક્યુમેંટ :
અરજદાર પાસે PM Suryoday Yojana 2024 : પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ,પાનકાર્ડ,રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ,બેંક પાસબુક પાસપોર્ટ સાઈઝના તાજેતરનાફોટા,મોબાઈલ નંબર, અરજદારની આવકનો પુરાવો વીજળીબીલ વગેરે જેવાં ડોક્યુમેંટ્સ હોવાં જરૂરી છે.
પીએમ સૂર્યોદય લાભાર્થી પાત્રતા :
પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજદાર નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
- લાભાર્થી ભારતના નાગરિક હોવા જોઈએ.
- લાભાર્થી ની વાર્ષિક આવક 150000 થી વધારે હોવી જોઈએ નહી.
- લાભાર્થીના ઘરની છત પૂરતા માપ પ્રમાણે હોવી જોઈએ.
- લાભાર્થી સરકારી સેવા માં અર્થાત નોકરી કરતા ના હોવા જોઈએ.
- જરૂરી હોય તેવાં અસલ ડૉક્યુમેન્ટ લાભાર્થી પાસે હોવાં જરૂરી છે.
આ પણ વાંચો:- Mahila Samman Bachat Yojana: મોદી સરકારની મહિલાઓને ભેટ, બચત પર મળશે આકર્ષક વ્યાજ
મિત્રો, આજનો અમારો RootTop solar yojana નો લાભ મેળવવા માટેનો PM Suryoday Yojana 2024 પીએમ સૂર્યોદય યોજના આર્ટીકલ કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !