ખેડૂતો માટે સરકાર દ્વારા પાણીની ટાંકાની સહાય યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરીગેશન માટે પાણીનું ટાંકુ બનાવવાનું હોય છે તેના માટે સરકાર દ્વારા પાણીનું ટાંકાની સહાય આપવામાં આવે છે. સારી એવી યોજના છે જેમાં ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરીગેશન માટે ફરજિયાત પાણી બનાવવાનું જ હોય છે તેના માટે ખેડૂત મિત્રોને ટાંકો ભણાવવા માટે સરકાર દ્વારા સહાય સબસીડી આપવામાં આવી છે જેના દ્વારા ખેડૂતને ટાંકું બનાવવા માટે સરળતા રહેશે.
આ યોજના માટે ખેડૂતોને અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય ખેડૂત ને પણ અલગ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને સબસીડીના ટકાના પ્રમાણ થોડા વધુ હોય છે. આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો કેવી રીતે ફોર્મ ભરવા શું શું આપણે લાયકાતો છે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ.
સામાન્ય ખેડૂતો માટે
સામાન્ય ખેડૂતો માટે આ યોજનાની અંદર જો યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ હશે તો સામાન્ય ખેડૂતને ખર્ચના 50% મળવા પાત્ર થશે. સામાન્ય ખેડૂતો માટે 50% મહત્તમ રૂપિયા 50,000 ની મર્યાદા છે. યુનિટ પોસ્ટ બનાવતી વખતે મહત્તમ એક લાખ રૂપિયા ના 50% સુધીની સહાય મળવા પાત્ર છે. તેનાથી વધુ કોસ્ટ લાગે તો પણ 50000 રૂપિયા ની મર્યાદા છે.
અનુસૂચિત જાતિ ખેડૂતો માટે
અનુસૂચિત જાતિ ખેડૂતો માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ સબસીડી મળવાપાત્ર રહે છે જે સબસીડી મહત્તમ રૂપિયા 75000 ની મર્યાદામાં રહેશે. એટલે કે જે કોઈ ખેડૂત મિત્રને ટાંકી બનાવવાની અંદર તેનો પોસ્ટ એક લાખ રૂપિયા થશે તો તેમને સબસીડી દ્વારા 75 હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે.
અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે
જેમ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ૭૫ ટકા મુજબ સબસીડી મળવાપાત્ર રહે છે તે જ રીતે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એ જ પ્રમાણે યુનિટ કોસ્ટ એક લાખ રૂપિયા મુજબ સબસીડી મળવા પાત્ર રહેશે જે 75 હજાર રૂપિયાની મર્યાદામાં હશે.
પાણીના ટાંકા
પાણીના ટાંકા સિમેન્ટેડ પાકા હોવા જોઈએ અને ડ્રીપ ઈરીગેશન તેની અંદર ફરજિયાત હોવી જોઈએ. ટાંકાના ખર્ચના વ્યાજબીપણાં માટે ગવર્મેન્ટ વેલ્યુઅર /તાલુકા સર્વેયર/નરેગા યોજના ના સર્વેયરનો ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસે મેળવવાનું રહેશે. પાણીની ટાંકી બનાવવા માટે વધુમાં વધુ 25.50 ઘન મીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછી 10 ઘન મીટરની ક્ષમતા વાળા ટાંકા બનાવવાના રહેશે. આ માપની બંનેની અંદર ના ટાંકાઓ માન્ય ગણવામાં આવશે. ખાતા દીઠ આયોજનો લાભ ફક્ત એક જ વખત મળવા પાત્ર રહેશે.
અરજી કરવાની રીત
આ યોજના અત્યારે આઈ પોટલ વેબસાઈટની ઉપર ચાલુ છે જેની છેલ્લી તારીખ 11/05/2024 છે. આ યોજનાનો ફોર્મ તમે આઇ ખેડુત ની વેબસાઈટ પર જઈ અને બાગાયતી યોજનાઓમાં ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા કરીને જે યોજના છે તેમાં જઈ અને તમે અરજી કરી શકો છો.
જરૂરી દસ્તાવેજ
આ યોજના કરવા માટે તમારે ફરજિયાત આધાર કાર્ડ નંબર બેંકની પાસબુક તમારો ખાતા નંબર અને રેશનકાર્ડ નંબર હોવો જરૂરી છે જેના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
Official Site: https://ikhedut.gujarat.gov.in/