ગુજરાત પોલીસ 2024 ભરતી જાહેર: કુલ 12472 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત

Gujarat police bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3 ની અલગ અલગ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે. જેમાં કુલ 9 પ્રકાર ની સંવર્ગ ની અલગ અલગ ખાલી જગ્યાઓ ભરવા ની જાહેરાત કરવા માં આવી છે. અ ભરતી ની અંદર પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવા માં આવસે ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા, PET, PMT અને મેડિકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ ભરતીની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપોઈ અલગ અલગ પોસ્ટમાં ભરતી જાહેર કરવામાં આવી છે અને દરેક પોસ્ટ ની અંદર હથિયારી અને બિન હથિયારી એમ બે પ્રકાર ના વિભાગ પાડેલા છે. મહિલા અને પુરુષ ઉમેદવારો બંને ની કુલ જગ્યાઓ 12472 બહાર પાડવામાં આવેલ છે. જે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણીએ.

Gujarat PSI CONSTABLE police bharti 2024

ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલઃ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવસે.

અનુ નું પોસ્ટ નું નામ જતી જગ્યાઓ
1પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી)પુરુષ 316
2પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી)મહિલા 156
3 પોલીસ કોન્સ્ટેબલ (બિન હથિયારી)પુરુષ 4422
4પોલીસ કોન્સ્ટેબલ (બિન હથિયારી)મહિલા 2178
5પોલીસ કોન્સ્ટેબલ (હથિયારી)પુરુષ 2212
6પોલીસ કોન્સ્ટેબલ (હથિયારી)મહિલા 1090
7પોલીસ કોન્સ્ટેબલ એસ. આર. પી. ઍફ. (હથિયારી)પુરુષ 1000
8જેલ સીપોઈ પુરુષ 1013
9જેલ સીપોઈ મહિલા 85
કુલ 12472

આ પ્રમાણે અલગ અલગ જગ્યાઓમાં પુરુષ અને મહિલાઓ માટે ભરતી પાડવામાં આવેલી છે જેની ઓફિશિયલ નોટિફિકેશન આજે તારીખ 12/03/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જેની તમે નોટિફિકેશન https://ojas.gujarat.gov.in/ પર જઈ અને સંપૂર્ણ માહિતી અને નોટિફિકેશન મેળવી શકો છો.

પોલીસ ભરતી: પરીક્ષા પદ્ધતિ અને તારીખો

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી ની પરીક્ષા સૌપ્રથમ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં જે કોઈપણ ઉમેદવાર ઉત્તીર્ણ થશે તેમને 200 માર્કસની એમસીક્યુ પરીક્ષા રહેશે. પરીક્ષા પદ્ધતિ વિષે કોઈ પણ સંપૂર્ણ પ્રકારની ઓફિશિયલ માહિતી આપવામાં હજુ CBRT વિશે આવી નથી.

ભરતીના ફોર્મ ભરવાના ચાલુ એપ્રિલ મહિનાની અંદર થઈ જશે જેની ઓફિશિયલ માહિતી હસમુખ પટેલ સર એ ટ્વીટ કરી આપી છે. એટલે એપ્રિલ મહિનાની ચાર તારીખની આસપાસ ગુજરાત પોલીસ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ ઓજસ પર ભરવાના રહેશે.

ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે પોસ્ટ માટેની જગ્યાઓ ની ભરતીને લાગતી શૈક્ષણિક લાયકાતો, વય મર્યાદા અને બીજી સૂચનાઓ વેબસાઈટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવું.ભરતીની અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હશે જેમાં તમારે ojas પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

OFFICIAL WEBSITE : https://ojas.gujarat.gov.in/