Shramik annapurna yojana details: મેળવો 5 રૂપીયા માં ભોજન – શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ કઈ રીતે મેળવવો

શ્રમિક અન્નપૂર્ણા યોજના એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના છે જેનું નામ શ્રમિક અન્નપૂર્ણા યોજના રાખવામાં આવેલું છે. આ યોજનાનો ઉદ્ઘાટન માનનીય શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલું છે. આ યોજનાની અંદર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાની અંદર ભોજન મળે છે.

આયોજન નો લાભ મેળવવા માટે જે તે જિલ્લાની અંદર અલગ અલગ સેન્ટરો ખોલવામાં આવેલા છે તે સેન્ટરે જઈને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો 15 થી પણ વધુ ગુજરાતના જિલ્લાઓમાં સેન્ટરો કાર્યરત છે અને ઘણા બધા શ્રમિકો આ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે.

શ્રમિક યોજનાનો લાભ કઈ રીતે મેળવવો

આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે એક ખાસ પ્રકારનું કાર્ડ બનાવવા માં આવે છે જેનું કાર્ડ નું નામ છે એ નિર્માણ કાર્ડ આ કાર્ડ જે શ્રમિક જોડે હોય છે તે શ્રમિક જ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે સૌપ્રથમ પોતાનું કાર્ડ બનાવવું જરૂરી છે.

નિર્માણ કાર્ડ કઢાવવા માટે ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઈટ https://enirmanbocw.gujarat.gov.in/ પર જઈ અને નોંધણી કરાવવાની રહેશે કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો અને પાત્રતા નીચે દર્શાવેલ એ પ્રમાણે જોઈશે અને નિર્માણ કાર્ડ કઢાવી શકો છો. નિર્માણકાળ કઢાવવા માટે તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈ શકો છો અને ગ્રામ પંચાયત પર પણ મેળવી શકો છો આ કાર્ડ.

નિર્માણ કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ અને પાત્રતા

આધારકાર્ડ ઉમર : 18 થી 60 વર્ષ
બેંક પાસબૂક છેલ્લા 12 મહિના માં બાંધકામ શ્રમિક તરીકે ઓછા માં ઓછું
90 દિવસ કામ કર્યા નું પ્રમાણપત્ર
આવકનો દાખલો

નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે છે

  • ચણતર કામ
  • ચણતર કામના પાયા ખોદકામ
  • ઈંટો માટી કે સામાન ઉપાડકામ
  • સુથારી કામ
  • ધાબા ભરવાનું કામ
  • ફોલ્સ સિલીંગ, લાઈટીંગ કામ
  • સાઈટ ઉપર મજુર કામ
  • પ્લાસ્ટર ઓફ પેરીસ
  • ટાઈલ્સ ઘસાઈ કામ
  • ઈંટો બનાવવી, નળીયા બનાવવા
  • પ્રીફેબ્રીકેશન કોન્ક્રીટ મોડયુલ્સ કામ
  • સોલાર પેનલ
  • માર્બલ ટાઈલ્સ ફીટીંગ કામ
  • સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન
  • પથ્થર કાપવા તથા બેસાડવાનુ કામ
  • સ્વીમીંગ પુલ બનાવવા
  • ટાઈલ્સ/ધાબાના કટિંગ-પોલીસીંગ
  • રોટરી કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશન
  • વોટર હાર્વેસ્ટીંગ બાંધકામ
  • વિગતો માટે સ્ક્રોલ કરો
  • જાહેર બગીચાઓ બનાવવા
    ચુનો લગાડવાનુ કામ, કલરકામ
  • ગટર અને પ્લમ્બિગ કામ
  • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો
  • રેલ્વે પુલ, ઓવર બ્રીજ ક્ષેત્રના શ્રમિક*
  • કંટ્રક્શન/ઈરીગેશન જેવા સાઈનેજ બો
  • ઈલેક્ટ્રીશીયનનુ કામ
  • ગ્લાસ પેનલ ઇન્સ્ટોલેશન કામ
  • ફર્નિચર, બસ ડેપો, સિગ્નલીંગ સિસ્ટ
  • રસોડા કીચન બનાવવાનુ કામ
  • ફાયર ફાઈટીંગ સીસ્ટમ ઈસ્ટો. કામ
  • લીફટ ઈન્સ્ટોલેશન
  • બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીર
  • શ્રમથી થતા તમામ મજુરી કામ,
  • સીક્યોરીટી સીસ્ટમ

આ રીતે તમે લાયકાતો અને પ્રમાણિકતાઓ હોય તો તમે આ કાર્ડ કઢાવી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. ભોજન વિતરણ કેન્દ્ર ઉપર જઈ અને તમે કાર્ડ દ્વારા પી નિર્માણ કાર્ડ નંબર અથવા તો તેનો ક્યુ આર કોર્સ સ્કેન કરાવી અને ભોજન વિતરણ કેન્દ્ર પરથી રૂપિયા પાંચમા પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળી રહેશે.

શ્રમિક જોડે જો નિર્માણ કાર્ડ ના હોય તો પંદર દિવસ સુધી હંગામી ધોરણે ત્યાં નોંધણી કરી અને ભોજન મેળવી શકે છે તે 15 દિવસની અંદર શ્રમિકે નિર્માણકાળ કઢાવી દેવાનું રહેશે.

Official website: https://enirmanbocw.gujarat.gov.in/