માનવ ગરિમા યોજના 2024 | 28 પ્રકારના વ્યવસાયઓ માટે સહાય મળસે

Manav garima yojana 2024: આ યોજના ની અંદર અલગ અલગ નાના ધંધા અને રોજગારો માટે સહાય કરવામાં આવે છે અને આ એક બહુ જ સારી યોજના છે જેના થકી નાના ધંધા કરતા વ્યક્તિઓ માટે એમને આજીવિકા પૂરી પાડવા માટેનું કામ કરે છે. માનવ ગરીમા યોજના ની અંદર જે રોજગાર અને ધંધા કરવા ઇચ્છુકવાય તેમના માટે તે વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા અને રોજગાર અનુરૂપ કીટો આપવા માટે આ યોજના મદદરૂપ થાય છે. માનવ ગરિમા યોજના ની અંદર કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ પ્રકારની જે પણ વ્યક્તિને ધંધામાં મદદરૂપ થાય તે પ્રમાણેની કીટો આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના માટેની શરતો નિયમો અને બીજી વધુ માહિતી આપણે આ પોસ્ટની અંદર જાણીશું માનવગરીમાં યોજનાની અંદર કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે અને તમારે કયા કયા પ્રકારના ધંધા ની અંદર તમને આ યોજનાનો લાભ મળશે.

માનવ ગરીમા યોજના ની અંદર જે પણ વ્યક્તિ અરજી કરવા માંગે છે તેમની ઉંમર 18 થી 16 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિના લોકો જેઓની વાર્ષિક મર્યાદા રૂપિયા 6 લાખ ધરાવતા હોય તેમને જ લાભ મળવા પાત્ર છે. માનગરીમાં યોજનાની અંદર અનુસૂચિત જાતિ પૈકી પછાત જાતિ માટે કોઈ પણ આવક મર્યાદા નથી તેમાં કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે.

એ પ્રમાણેની શરત પણ છે કે લાભાર્થીઓ દ્વારા કે લાભાર્થી ના કુટુંબ દ્વારા આ યોજનાનો આગળ કોઈપણ વ્યક્તિએ લાભ લીધેલો હશે તો આપ યોજનાનો લાભ પુનઃ મળવા પાત્ર રહેશે નહીં. આ યોજના ની અંદર કુલ 28 પ્રકારના વ્યવસાય માટે કુલ કીટો આપવામાં આવે છે.

આપવામાં આવતી કીટો કયા કયા વ્યવસાયની અંદર આપવામાં આવે છે તે વિશે 28 પ્રકારના વ્યવસાયો ના નામ આ પ્રમાણે છે.

 • કડીયાકામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબીકામ
 • સાવરણી સુપડા બનાવનાર
 • દુધ-દહી વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણા બનાવટ
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ
 • મસાલા મીલ
 • મોબાઇલ રીપેરીંગ
 • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરીમા યોજના ની લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ: લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ આધાર કાર્ડ, રેશનકાર્ડ, તમારા રહેઠાણ નો પુરાવો એટલે કે તેમાં વીજળી બિલ/લાયસન્સ/ભાડાનું કરાર હોય/કે જમીન દસ્તાવેજો પૈકી કોઈ પણ એક પ્રકારનું દસ્તાવેજ રજૂ કરવાનું રહેશે, અરજદારનો જાતિનો દાખલો, જેની અરજી કરવામાં આવશે તેનો વાર્ષિક આવકનો દાખલો, અરજી કરતા નો કેટલો અભ્યાસ છે તેના માટેનું પુરાવું, ઉપર બતાવેલ વ્યવસાય માંથી કોઈપણ વ્યવસાયની તાલીમ લીધેલી હોય તો તે તાલીમનો પુરાવો, સ્વ ઘોષણા, એકરારનામું આ પ્રમાણે બતાવેલા જરૂરી દસ્તાવેજો થી તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.

Official Website: https://esamajkalyan.gujarat.gov.in/