Borewell subsidy sahay yojana 2024/25 | બોરવેલ બનાવવા માટે સબસીડી સહાય યોજના 50 હજાર રૂપિયા

Borewell subsidy sahay yojana 2024/25: ખેડૂતો માટે સરકાર દ્વારા બહુ જ સારી આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ખેડૂતને બોરવેલ બનાવવા માટે સબસીડી સહાય યોજના 50 હજાર રૂપિયા મળવા પાત્ર છે.

બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજન નો લાભ કયા ખેડૂતોને મળી શકશે અને તેની પાત્રતા શું છે કઈ રીતે આ યોજનાનો લાભ મેળવવો તે વિશે આપણે આ પોસ્ટ ની અંદર જાણીશું. આ યોજના ની અંદર બોર એટલે કે બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

યોજનાનો લાભ કઈ રીતે મેળવવો

બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ખેડૂત ઓઇલ પામ ની વાવેતર કરતો હોવો જોઈએ જે ખેડૂત મિત્રો ઓઇલ પામ ની ખેતી કરતા હશે તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે. યોજના ની અંદર તમે પંપ સેટ અને વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બનાવી અને યોજનાનો લાભ મેળવી શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે મુખ્ય પાત્રતા ઓઈલ પામની વાવેતર કરતો હોવો જોઈએ.

અરજી કઈ રીતે કરવી અને મળતા લાભ

આ યોજનાનું નામ છે બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર આ યોજનાની અંદર તમને 50% સબસીડી મળવા પાત્ર હોય છે

આ યોજનાની અને અંદર મહત્તમ 50000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે અને યોજના એક ખાતા દીઠ એક જ વખત મળવા પાત્ર રહેશે. આ યોજનાની અંદર મહત્તમ 50000 રૂપિયા અને કુલ ખર્ચ ના 50% માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર થશે.

યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ આઈ પોર્ટલ પર જઈ અને ઓનલાઇ અરજી કરવાની રહેશે. અત્યારે બાગાયત યોજનાની અંદર આ યોજના 12/03/2024 ના રોજ થી ખુલ્લી મુકવામાં આવેલી છે. આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11/05/2024.

જે કોઈપણ ખેડૂત મિત્રોને બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજના નો લાભ મળવા પાત્ર હોય તે અવશ્ય ફોર્મ ભરી અને અરજી કરી અને લાભ મેળવે.