Sukanya Samriddhi Yojana 2024 |સુકન્યા સમૃદ્ધિ યોજના એન વ્યાજદર વિશે જાણીએ

Sukanya Samriddhi Yojana 2024: સુકન્યા સમૃદ્ધિ યોજના એ જે કોઈપણ ઘરમાં દીકરી 10 વર્ષથી નાની હોય તેના માટેની આ યોજના છે. આયોજનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓને લાભ પહોંચે તેનો છે કે જ્યારે તે 18 કે 21 વર્ષની થાય ત્યારે દીકરીના લગ્ન કે ભણવાનો ખર્ચો મા આ યોજના લાભ આપી શકે. આ યોજના દ્વારા દીકરીના માતા-પિતા કે બાળકી ના કોઈપણ રિલેટિવ જે તેનો ઉછેર કરતા હોય તેમના દ્વારા અમુક રકમ બચત કરી અને તેને લાભ આપી શકાય છે.

આ યોજનાની અંદર તમે તમારા પ્લાનિંગ પ્રમાણે 18 વર્ષ સુધી બચત કરી અને પૈસા જમા કરાવતા રહો તો 18 વર્ષ જ્યારે તે બાળકી થાય ત્યારે તે અમુક એક સારું એવું અમાઉન્ટ થઈ જશે. અને આગળના ખર્ચા માટે તેને સહયોગ પૂરો પાડશે. આ યોજનાની અંદર તમારે પોસ્ટ ઓફિસ કે બેંક કોઈપણ જગ્યાએ જઈ અને ખાતું ખોલાવવાનું રહેશે અને તેમાં તમારે પૈસાની મદદ કરી અને જમા કરવાના રહેશે તેમાં તમને ઇન્ટરેસ્ટ કેટલો મળશે શું મળશે? તે વિશેની વાત આપણે કરી.

સુકન્યા સમૃદ્ધિ યોજના માં ખાતું ખોલાવુ

  • ખાતુ ખોલાવવા માટે જે પણ બાળકીનું ખાતું તેની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • એક જ બાળકીનું એક જ એકાઉન્ટ ખુલશે.
  • એક કુટુંબની અંદર વધુમાં વધુ બે ખાતા જ ખુલશે.
  • બેથી વધુ ખાતા ખોલાવવા માટે જો કોઈ જુડવા બાળકીઓ હોય તો બર્થ સર્ટિફિકેટ ઉપરથી થઈ શકશે. ખાતુ બાળકી જે પાલન કરતું હશે તેના દ્વારા 18 વર્ષ સુધી જ્યાં સુધી બાળક એના થઈ જાય ત્યાં સુધી તેમના દ્વારા ઓપરેટ રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માં જમા કરાવવાની રાશી

  • ખાતામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ ₹250 થી જમા કરાવવાની રહેશે.
  • ખાતાની અંદર તમે એક વર્ષમાં વધુમાં વધુ 1,50,000 જમા કરાવી શકશો તેનાથી વધુ નહીં.
  • ખાતુ ખોલાવ્યા પછી તમારે દર વર્ષે અઢીસો રૂપિયા જમા કરાવવાના રહેશે જો તમે વર્ષની અંદર તમે એ પૈસા જમા નહીં કરાવો તો તમારે તે પૈસા જમા કરાવવાના રહેશે 250 રૂપિયા મિનિમમ દર વર્ષે અને જો કોઈ પણ વર્ષે ભૂલશો તો ₹50 પેનલ્ટી લાગશે. આ ખાતાની અંદર તમારે 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના રહેશે.

યોજના વ્યાજદર

  • આ વર્ષથી જાન્યુઆરી 1 2024 ના રોજ થી તેનો વ્યાજ દર 8. 2% છે.
  • તમે આ ખાડામાં પૈસા જમા કરાવશો એટલે વાર્ષિક દરેક પૈસા વધતા જશે 8.2% ના દર થી.
  • સરકાર દ્વારા ત્રણ મહિને વ્યાજદર જાહેર કરવામાં આવશે.
  • જે કોઈપણ મહિનામાં તમે પૈસા જમા કરાવો છો તે મહિનાની એક થી પાંચ તારીખની અંદર તમે પૈસા જમા કરાવશો તો તે મહિના નું વ્યાજ ગણાશે નહીં તો આવતા બીજા મહિનાથી ચાલુ થશે વ્યાજ.
  • એટલે ખાતું ખોલાવ્યા પછી તમારે જે મહિનામાં પૈસા જમા કરાવો તો તે મહિનાની એક થી પાંચ તારીખ વચ્ચે પૈસા જમા કરાવવા જેથી તમને તે મહિનાનો લાભ મળી જાય.
  • આ ખાતાની અંદર તમે ગમે તે મહિને ગમે તેટલા પૈસા ખાતા ની અંદર જમા કરાવી શકો છો પણ વધુમાં વધુ એક વર્ષની અંદર 1,50,000 થી વધુ હોવાના જોઈએ.

ટેક્સ ના ફાયદા

  • આ યોજનાની અંદર તમારે ઇન્કમટેક્સ એક ડિપોઝિટ નું ડિટેકશન SECTION 80C આ ગણવામાં આવશે
  • યોજનાની અંદર જે વ્યાજ મળશે તે ટેક્સ ફ્રી રહેશે
  • ઇન્કમ ટેક્સ ના નિયમ પ્રમાણે વ્યાજ ટેક્સ ફ્રી હશે તો એટલે ટીડીએસ પણ નહીં લાગે
  • જે છેલ્લે પાકતી રકમ હશે તે પણ બિલકુલ ટેક્સ ફ્રી રહેશે.

Official website: https://www.nsiindia.gov.in/(S(4eopta55o5ezn5u5e5fsfy45))/InternalPage.aspx?Id_Pk=89