GSSSB Recruitment 2023-24 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર વર્ગ :3 અને પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ : 3 ની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેરાત ક્રમાંક 213 /2023-24 સર્વેયર વર્ગ :3 ની જગ્યાઓમાં વન વિભાગ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ડિપાર્ટમેંટની 50 જગ્યાઓમાં વધારો કરવામાં આવેલ છે. હવે જૂની 412 જગ્યાઓથી વધીને 462 જગ્યાઓ ઉપર ભરતી કરવા માં આવશે જેથી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે,
સચિવાલયના વિવિધ વિભાગોના ખાતાના વડાની કચેરીઓમાં વિવિધ જગ્યાઓ ભરવા માટે સંયુક્ત જાહેરાત આપવામાં આવી હતી. વર્ગ:3 માટેની જાહેરાત ક્રમાંક 213/2023-24 થી 224 /2023-24 તારીખ 10 નવેમ્બર 2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. અને તે માટે OJAS ની વેબ સાઇટ પર અરજી કરવાનો સમયગાળો 17/11/2023 થી 02/12/2023 દરમ્યાન રાખવામાં આવેલ હતો.
સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ની જગ્યાઓમાં વધારો
સર્વેયરની જગ્યામાં વધારો :
આ સંયુક્ત જાહેરાત 213/2023-24 પૈકી મહેસૂલ વિભાગની જાહેરાત મુજબ મહેસૂલ વિભાગના સર્વેયર વર્ગ :3 ની જગ્યાઓની સંખ્યા 412 દર્શાવવામાં આવેલ હતી.
વન વિભાગ દ્વારા અગ્ર વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ડિપાર્ટમેંટ ગુજરાત રાજ્ય હસ્તકની કચેરી માટે હસ્તકના સર્વેયર વર્ગ :3 ની ભરતી માટે 50 જગ્યાઓનું માગણી પત્રક મળેલ છે. આમ તારીખ :10/11/2023 ની જાહેરાત ક્રમાંક 213/2023-24 પૃષ્ઠ 1 અને 4 માં વન વિભાગના સર્વેયર વર્ગ : 3ની 50 જગ્યાઓમાં વધારો થયો છે. તેથી હવેની સર્વેયર પરીક્ષામાં થયેલ વધારા મુજબ ભરતી કરવામાં આવનાર છે.
પ્લાનિંગ આસીસટંટની જગ્યામાં વધારો :
Gsssb ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 215/2023-24 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ :3 ની તારીખ 10/11/2023 ની જાહેરાતમાં કુલ 65 જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. આ જાહેરાતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ :3 ની 85 જગ્યાઓ માટે માંગણા પત્રક મળતાં હવે કુલ 150 જગ્યાઓની કુલ ભરતી કરવામાં આવશે. જેની સબંધિત ઉમેદવારોએ જાણ લેવા જણાવાયું છે.
આમ સર્વેયર અને પ્લાનિંગ આસીસટંટની જગ્યાઓમાં વધારો થવાથી સર્વેયર વર્ગ 3 અને પ્લાનિંગ આસીસ્ટંટની પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે.
મિત્રો વિગતવાર માહીતી મેળવવા માટે આપ Gsssbનું સત્તાવાર વેબ નોટિફિકેશન જોઈ શકો છો જેની લિન્ક અહી આપવામાં આવી છે.
આ જુઓ:- Sarakari Bharti 2024: ઉમેદવારો મહેનત કરવા લાગી જજો, સરકારી નોકરી માટે ભરતી આવી રહી છે.
Gsssb નું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે | અહી ક્લીક કરો |
હોમપેજ પર જવા | અહી ક્લીક કરો |
મિત્રો,અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જણાવશો અને અમારા બીજા અવનવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો, આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર