Sarakari Bharti 2024: ઉમેદવારો મહેનત કરવા લાગી જજો, સરકારી નોકરી માટે ભરતી આવી રહી છે.  

Sarakari Bharti 2024: ઉમેદવારો મહેનત કરવા લાગી જજો સરકારી નોકરી માટે ભરતી આવી રહી છે.  : સરકારી ભરતી ટૂક સમયમાં આવવાની શક્યતાઓ. ગુજરાત સરકારના  તમામ વિભાગો માટેની ભરતી નજીકના સમયમાં આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. નમસ્કાર મિત્રો,સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવા ભાઈ બહેનોનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. મિત્રો જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, અને તે માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ લેખ આપના માટે છે. તમે લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. અહી અમે તમને ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા વિશેની વાત કરવાના છીએ.

ગુજરાતમાં ઘણા વિભાગોમાં સ્વૈચ્છિક નિવૃતિ,નિવૃતિ અને કર્મચારી અધિકારીઓનાં પ્રમોસનને કારણે ઘણા વિભાગોમાં કર્મચારીઓની ઘટને પૂરી કરવા માટે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. જાણકારોના મતે તાજેતરમાં વિધાનસભામાં એક પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગમાં ટૂક સમયમાં શિક્ષણ સેવા વર્ગ :1 અને શિક્ષણ સેવા વર્ગ :2 ની જગ્યાઓ નવી ભરતીથી ભરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષાનું સંચાલન ગુજરાત જાહેર સેવા દ્વારા કરવામાં આવે છે.

Sarakari Bharti 2024

શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગમાં સ્વૈચ્છિક નિવૃતિ,નિવૃતિ અને પ્રમોસન આપવાના લીધે શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ ખાલી પડી હોવાનું  ડીપાર્ટમેન્ટ અને  શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર ગુજરાત શિક્ષણ વિભાગમાં 31-12-2023 ના મહેકમ અનુસાર કુલ જગ્યાઓ 1122 જેટલી છે.  વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓની હતી. તે પૈકી હાલમાં કામ કરતા કર્મચારીયોની સંખ્યા 649 જેટલીજ છે. જ્યારે ખાલી જગ્યાઓની સંખ્યા 473 જેટલી થાય છે. ગુજરાતના શિક્ષણ વિભાગમાં અસરકારક વહીવટ માટે 473 ખાલી જગ્યાઓને સત્વરે ભરવામાં આવશે તે બાબતની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

મિત્રો, શિક્ષણ વિભાગમાં આવનાર આ બંપર ભરતી માટેની આપ લાયકાત ધરાવતા હોવ અને આ નોકરીની ઇચ્છા ધરાવતા હો તો તમારે પરીક્ષા માટેની બરાબર તૈયારીમાં લાગી જવું જોઈએ. જાણકારોનું કહેવું માનીએ તો આવનાર શિક્ષણ સેવા વર્ગ :1 શિક્ષણ સેવા વર્ગ :2 અને બીજી અન્ય જગ્યાઓ ઉપર ઘણી ભરતીયો આવશે તેવું લાગી રહ્યું હોઈ ઉમેદવાર યુવા મિત્રો પરીક્ષાની તૈયારીમાં લાગી જાય એજ જરૂરી છે.

મિત્રો અમોને વિવિધ માધ્યમો દ્વારા મળતી આ માહિતી અમે આપના માટે અહી રજૂ કરીએ છીએ અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં અમોને અચૂક જણાવશો અને આવાજ બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો.અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકામાં વિવિધ પદો પર ભરતી, અહીથી જાણો શું છે પગાર અને લાયકાત