Gsssb Recruitment Call Letter Download Here : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ત્રણ ત્રણ પરીક્ષાના કોલ લેટર અહીથી ડાઉનલોડ કરો. મંડળ દ્વારા તારીખ 17 /11/2023 ના રોજ આપવામાં આવેલ જાહેરાત મુજબ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની (1) જાહેરાત ક્રમાંક 216 /2023-24 સર્વેયર (2) જાહેરાત ક્રમાંક 217/2023-24 વર્ક અસીસ્ટંટ (3) જાહેરાત ક્રમાંક 222/2023-24 મશીન ઓવર શીયરની માટેની પરીક્ષા તારીખ : 10/03/2024 ના રોજ અલગ અલગ સમયે લેવામાં આવનાર છે.
ગુજરાત ગૌણસેવા મંડળની જાહેરાત ક્રમાંક 216 ,217 અને 222 માટે પરીક્ષામાં હાજર રહેવા માટે સંમતિ આપવા બાબતની જાહેરાત પછી જે જે ઉમેદવારોએ પોતાની અરજી કન્ફર્મ કરી પરીક્ષા ફી ભરેલી છે.તેમજ પરીક્ષામાં હાજર રહેવા માટે સંમતિ આપેલી તેવા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવે છે.
આ ઉપરાંત ઘણા ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરતાં હોય છે. તેવા ઉમેદવારોની છેલ્લી કરેલી અરજી મુજબ અને જનરલ કેટેગીરીના ઉમેદવારો ના કિસ્સામાં ફી ભરાયા બાદ પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપેલ હોય તેવા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અમે અહી આપને પરીક્ષાની તારીખો અને કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ તેમજ અગત્યની તારીખો વિશે જણાવીશું તેથી તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો
પરીક્ષાની તારીખ અને સમય :
જાહેરાત ક્રમાંક | પરીક્ષાની તારીખ અને સમય |
જાહેરાત ક્રમાંક 216/2023-24 સર્વેયર | 10/03/2024 સમય : 09 થી 12 |
જાહેરાત ક્રમાંક 222/2023-24 મશીન ઓવર શીયર | 10/03/2024 સમય : 09 થી 12 |
જાહેરાત ક્રમાંક 217/2023-24 વર્ક આસીસ્ટંટ | 10/03/2024 સમય : 14 થી 17 |
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ :
જાહેરાત ક્રમાંક | કોલ લેટર ડાઉન લોડ કરવાની તારીખ |
જાહેરાત ક્રમાંક 216/2023-24 સર્વેયર | 29/02/2024 બપોરે 14 .00 કલાક થી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં સુધી |
જાહેરાત ક્રમાંક 222/2023-24 મશીન ઓવર શીયર | 29/02/2024 બપોરે 14 .00 કલાક થી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં સુધી |
જાહેરાત ક્રમાંક 217/2023-24 વર્ક આસીસ્ટંટ | 29/02/2024 બપોરે 14 .00 કલાક થી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં સુધી |
પરીક્ષા નવી પધ્ધતિ :
પરીક્ષા નવી પધ્ધતિ મુજબ એટલે કે MCQ –CBRT પધ્ધતિ (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવનાર છે. જેમાં MCQ પ્રકારના પ્રશ્નોના જવાબ માટે 4 વિકલ્પો આપવામાં આવશે. તે પૈકી ઉમેદવારોએ ખરા વિકલ્પને પસંદ કરવાનો છે. દરેક ખોટો વિકલ્પ પસંદ કરવા બદલ ઉમેદવારોના મેળવેલ ગુણ માંથી 0.25 % ગુણ કપાત કરવામાં આવશે પરંતુ કોઈ પણ વિકલ્પનો જવાબ નહીં આપવા પર ઉમેદવારોના કોઈ ગુણ કપાત કરવામાં આવશે નહી.
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત :
તારીખ :10/03/2024 ના રોજ લેવાનાર CBRT (Computer Based Recruitment Test) પધ્ધતિની પરીક્ષા માટે ઉમેદવારો તારીખ 29-02-24 થી પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલાં સુધી કોલ લેટર અને પરીક્ષા માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકશે.
આ માટે ઉમેદવારોએ https ://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જઈ MCQ –CBRT પધ્ધતિનો કોલ લેટર માટે CALL LETTER પર ક્લીક કરવું ત્યારબાદ Primary Exam call Letter પર ક્લીક કરવું ત્યારબાદ Select Job બોક્સમાંથી આપ જે પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાના હો તે જાહેરાત પર ક્લીક કરી જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર નાખવાથી નવી વીંડોમાં કોલ લેટર દેખાશે કોલ લેટરને નવી વીંડોમાં ખોલવા માટે Pop Up Blocker Off કરવું જરૂરી છે.
આખર તારીખની રાહ જોયા વગર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા તેમજ તે સાથેની સૂચનાઓનો કાળજી પૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે. કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી જણાયતો ઉમેદવારો મંડળની કચેરીનો રૂબરૂ અથવા ટેલીફોનથી ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરી શકે છે.
આ જુઓ:- VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકામાં વિવિધ પદો પર ભરતી, અહીથી જાણો શું છે પગાર અને લાયકાત
GSSSB Call Letter Download Here:
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
મંડળનો હેલ્પ લાઈન નંબર | ફોન નંબર : 079 23258916 |