I Khedut Tractor sahay Yojana: ટ્રેક્ટર સહાય યોજનાનાં ફોર્મ ભરવાનું શરૂ

I khedut Tractor sahay Yojana 2023-24 I આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. નમસ્તે  ! ખેડૂત મિત્રો, ઘણા સમયથી આપ ઘણા  ખેડૂત મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાનાં ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલ હતા. તેમના માટે ફરીથી I Khedut પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો વહેલાતે પહેલાના ધોરણે સહાય ફાળવવામાં આવતી હોઈ તરતજ ફોર્મ ભરી દેવું જરૂરી છે.

પોર્ટલ ખુલ્લુ મૂકવાની તારીખ :

સંયુક્ત ખેતી નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર તારીખ : 20/02/2024 થી 25/02/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ ટ્રેક્ટર સહાય યોજનાનાં ફોર ભરવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. નીચે જણાવેલ જિલ્લાઓનો બાકી ટાર્ગેટ પૂર્ણ કરવા સારું આ પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

નીચેના જિલ્લાઓ માટે I Khedut પોર્ટલ ખુલ્લુ મુકાયું :

અમદાવાદ ,આણંદ,ખેડા,ગાંધીનગર,છોટા ઉદેપુર,ભરુચ,મહેસાણાઅને વડોદરા જીલ્લાના ટ્રેક્ટર ઘટકનો  બાકી લક્ષ્યાંક પૂરો કરવા સારું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

અરજી કેવી રીતે કરવી :

I Khedut Troctor Sahay Yojana 2023-24

સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર  સહાય આપવાની યોજના હાલ અમલમાં છે.આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે I Khedut પોર્ટલ પર ઓન લાઈન અરજી કરવાની રહે છે.  અને તે માટેનું પોર્ટલ I Khedut આજથી એટલે કે તારીખ 20/02/2024 થી શરૂ થનાર છે. અગાઉ ફાળવેલ જીલ્લાવાર લક્ષ્યાંક પૈકી બાકી  જિલ્લાઓનો  લક્ષ્યાંક પુરો થાય ત્યાં સુધી જ જે તે તાલુકાના ખેડૂતો અરજી કરી શકશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે પોતાના તાલુકાનો લક્ષ્યાંક પુરો થાય તે પહેલાં ટ્રેક્ટર સહાય યોજના નો લાભ મેળવવા ઇચ્છુક અરજદાર ખેડૂતોએ પોર્ટલ શરૂ થતાં જ અરજી કરવી જોઈએ.

અરજી કરવા માટે ગ્રામ પંચાયતના વી.સી. CSC સેન્ટરો અથવા તો ખેડૂત ઘરે બેઠાં  મોબાઈલ ફોન પર ટ્રેક્ટર  સહાય માટે અરજી કરી શકશે. અમે તમને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી,તેમજ કયા  ડૉક્યુમેન્ટની જરૂર પડશે તેમજ અરજી કરવાની રીત વગેરેની માહીતી અહી  આપીશું . આજે જ અરજી કરીદો અને સબસીડીનો લાભ મેળવો.

I Khedut -આઈ ખેડૂત પોર્ટલ વિશે માહીતી

I Kisan પોર્ટલ ગુજરાતના ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ વિષયક,મત્સ્યપાલન અને બાગાયત સહિતની પશુપાલનની અનેક પ્રવૃતિ કરતા લોકો માટે જરૂરી સાધન માટે સહાય અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લાભ માટે ઘરે બેઠાં અરજી કરવા માટેનું ખુબજ ઉપયોગી પોર્ટલ છે. તેનાથી અરજદારને અરજી કરવાનું અને અરજી સબંધી માહિતી મેળવવાનું ખુબજ સરળ રહે છે.

ટ્રેક્ટર ની ખરીદી પર સહાય માટે લક્ષ્યાંક :

ખેડૂત આઈ પોર્ટલ પર અગાઉ ટ્રેક્ટર સહાય પૈકી જે તે જિલ્લાનો બાકી લક્ષ્યાંક પુરો કરવા માટે  માટે જિલ્લા  દીઠ ફાળવવામાં આવેલ લક્ષ્યાંક પૂર્ણ થાય ત્યાં સુધી અરજી લેવાનું ચાલુ રહેશે. લક્ષ્યાંક પૂર્ણ થતાં જ કરવામાં આવેલ અરજી પોર્ટલ સ્વીકારાશે નહી. તેથી ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી લેવી જરૂરી છે. આપના તાલુકાનો લક્ષ્યાંક કેટલો છે. તે પણ પોર્ટલ પરથી  જાણી શકાશે.

ટ્રેક્ટરની ખરીદી પર સહાય માટે અરજી કરવાની પાત્રતા

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના કાયમી વતની હોવા જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતે ખેતી કરતા હોવા જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે તેમનું આધાર કાર્ડ હોય તે જરૂરી છે  .
  • અરજદાર ખેડૂતનું કોઈ પણ બેક માં ખાતું હોવું જરૂરી છે.
  • અરજદાર ખેડૂતે પોતાની સહી વાળી અરજી સાથે માગવામાં આવેલાં ડૉક્યુમેન્ટ આપવાનાં રહેશે. અથવા ઓન  લાઇન અપલોડ કરવા પડશે .
  • અરજદારે ઓન લાઇન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. પરંતુ સૂચના મળ્યેથી થી દસ્તાવેજ ચકાસણી પછીજ સહાય માટે સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે .

ટ્રેક્ટરની ખરીદી પર સહાય માટેના જરૂરી ડોક્યુમેંટ્સ

  • 8 –અ ની નકલ
  • જાતિનો દાખલો
  • બેંક પાસબુકની નકલ
  • આધાર કાર્ડની નકલ
  • સંયુક્ત ખાતેદાર હોયતો સંમતિ પત્રક  

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીત :

ખેડૂત મિત્રો, તમે ટ્રેક્ટરની ખરીદી પર  સહાય યોજનાનો લાભ મેળવવા માટે પોર્ટલ શરૂ થતાં સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલના બ્રાઉઝર ના સર્ચ મેનુમાં I Khedut  શબ્દોને ટાઈપ કરો એટલે I Khedut પોર્ટલનું સરનામું દેખાશે ત્યાં ક્લીક કરો, અને સાઇટને ખોલો . વિવિધ ચાર કેટેગીરીની યોજનાઓ પૈકી સૌ પ્રથમ “ખેતીવાડીની યોજનાઓ માટે અહી ક્લીક કરો” વાળા ઓબ્સન પર ક્લીક કરવાની છે. ત્યારબાદ ખેતીવાડીની જે યોજનાઓ શરૂ હશે તેની યાદી અને અરજી કરવાની લીંક મૂકેલી હશે. આ યાદી માં ટ્રેક્ટર સહાય યોજનાનો વિકલ્પ પસંદ કરી “અરજી કરો લીક પર ક્લીક કરો. હવે. તમારે માગવામાં આવેલ કોલમની વિગત કાળજી પૂર્વક ભરવાની છે. અરજી સેવ કરો, ત્યારબાદ અરજીને કન્ફર્મ કરો. કન્ફર્મ કર્યા વગરની અરજી માન્ય રહેશે નહી . હવે તમે અરજીની પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખો. જ્યારે સક્ષમ અધિકારી દ્વારા તમોને સૂચના મળે ત્યારે ડૉક્યુમેન્ટ સાથેની અરજી સક્ષમ અધિકારીને જમા કરાવવાની રહેશે.

આ જુઓ:- E-shram Card Yojana 2024 I ઈ-શ્રમ કાર્ડ યોજના શ્રમિકો માટેની કલ્યાણકારી યોજના સિનિયર સિટીઝનને મળશે 3000 રૂપિયા