NMMS Scholarship Examination 2024 : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના જાહેર અહીથી જાણો પરીક્ષાની તારીખ અને જરૂરી ડૉક્યુમેન્ટ  

NMMS Scholarship Examination 2024 : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના : 2024-25 રાજ્યના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપી તેમને આગળના ધોરણ 12 સુધીના અભ્યાસ માટે મદદરૂપ થવા અને ધોરણ :12નો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીને દર મહિને રૂપિયા 1000 એટલેકે વાર્ષિક રૂપિયા 12000 લેખે શિષ્યવૃતિ ચૂકવવામાં આવે છે. અમે તમને ફોર્મ ભરવાની તારીખ અને તે માટેના ધોરણો વિશે અહીથી જણાવીશું તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

NMMS Scholarship Examination 2024

વિગતતારીખ
જાહેરનામું બહાર પાડયાની તારીખ14/02/2024
ફોર્મ ભરવાનો સમયગાળો20/02/2024 થી 28/02/2024
પરીક્ષા માટેની ફી ભરવાનો સમયગાળો20/02/2024 થી 29/02/2024
પરીક્ષા તારીખ07/04/2024

શિષ્યવૃતિની રકમ અને નિયમો :

NMMS શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષામાં જિલ્લાના ક્વોટામાં મેરિટમાં આવતા વિધ્યાર્થીઓને માસિક રૂપિયા 1000 એટલેકે વાર્ષિક રૂપિયા 12000 ચાર વર્ષ એટલેકે ધોરણ : 12 નો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી ચૂકવવામાં આવે છે. જે ભારત સરકારના શિક્ષણ ખાતાના National scholarship portal મારફત સીધીજ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે.

પરીક્ષા આપવા માટેની વિદ્યાર્થિની લાયકાત :

  • વિદ્યાર્થી સરકારી,લોકલ બોર્ડ કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • જનરલ કેટેગીરી કે ઓબીસી વર્ગના વિદ્યાર્થી એ ધોરણ :7 માં 55 % કે તેથી વધુ ગુણ જ્યારે અન્ય પછાત વર્ગમાં આવતા વિદ્યાર્થીએ ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષામાં 50% ગુણ મેળવેલ હોવા જોઈએ.

આવક મર્યાદા :

NMMS શિષ્યવૃતિ પરીક્ષા આપનાર વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂપિયા 350000 થી વધુ ના હોવી જોઈએ. આ માટે તેમણે સક્ષમ અધિકારી તરફથી મેળવેલું આવકના  પ્રમાણપત્રની પ્રમાણીત નકલ  જોડવાની રહેશે.

પરીક્ષા ફી :

જનરલ કેટેગીરી,EWS તથા OBC કેટેગીરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા 70 અને PH અને SC તથા ST વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 તેમજ સર્વિસ ચાર્જ અલગથી રહેશે

અરજી કરવાની રીત :

સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબ સાઈટ www.sebexam.org પર જવું ત્યારબાદ Apply on Line પર જવું ત્યારબાદ National Means cum merit Scholarship Scheme par સામે APPLY now પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે તે માત્ર અંગ્રેજીમાં ભરવું.વિધ્યાર્થીનું નામ માત્ર આધારકાર્ડ મુજબ લખવું. બાકી ની વિગત શાળાના આધાર ડાયસ મુજબ ભરવાની રહેશે. અરજીફોર્મ ભરાયા બાદ ફોટો અને સહીનો નમૂનો અપલોડ કરી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે ત્યારબાદ ડીજીટલ ગેટવે મારફત અરજી ફી ભરવાની રહેશે અરજી ફી ભરાઈ ગયા પછી રસીદની પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે.

વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની જવાબદારી શાળાની હોવાથી વાલીએ જરૂરી ડૉક્યુમેન્ટ સાથે શાળાના આચાર્યનો સંપર્ક કરવો.

પરીક્ષા કેન્દ્ર :

જો વિદ્યાર્થીઓની સંખ્યા 300 જેટલી રહેશે તો તાલુકા કક્ષાએ આયોજન કરી તાલુકામાં જ પરીક્ષા કેન્દ્ર ગોઠવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ નજીકના સ્થળે જ પરીક્ષા આપી શકે.

આ જુઓ:- VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકામાં વિવિધ પદો પર ભરતી, અહીથી જાણો શું છે પગાર અને લાયકાત