Education Loan: વ્યવસાયિક અને ટેકનિકલ કક્ષાના અભ્યાસ માટે સરકાર આપી રહી છે રૂપિયા 15 લાખની લોન

Education Loan I શૈક્ષણિક લોન યોજના : ગુજરાત સરકારની ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વ્યવસાયીક અને ટેકનિકલ કક્ષાના અભ્યાસ માટે વિધાર્થીઓ (Boy)ને 4 ટકાના દરે અને વિધ્યાર્થીની (Girl) ને 3.5 ટકાના દરે રૂ. 1500000 સુધીની લોન આપવાની યોજના અમલમાં છે. આ શૈક્ષણિક લોન મેળવવાની પાત્રતા અને લાક્ષણિક્તાઓ વિશે અમે આપને આજના આર્ટિકલમાં જણાવીશું. જો તમે ઉચ્ચ વ્યવસાયીક અને ટેકનિકલ અભ્યાસ કરવા માગતા હો તો આ લેખમાં આપના માટે ખૂબ જરૂરી માહિતી આપવામાં આવી છે.

યોજનાનો હેતુ :

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના વિધાર્થીઓને સ્નાતક અને અનુ સ્નાતક કક્ષાના વ્યવસાયીક અને ટેકનિકલ ઉચ્ચ અભ્યાસ માટે લોન

Education Loan મેળવવાની પાત્રતા :

  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 300000 કરતાં ઓછી હોવી જોઈએ, જો તેમની આવક 150000 સુધીની હશેતો તેમને લોન માટે અગ્રીમતા આપવામાં આવશે.
  • અરજદારે કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કમિટી દ્વારા માન્ય કમિટી મારફત એડમિશન મેળવેલ હોવું જોઈશે અને ધોરણ : 12 અથવા માન્ય પરીક્ષામાં 50 ગુણ મેળવેલ હોવા જોઈશે.
  • મેનેજમેંટ ક્વોટામાં એડમીશન મેળવેલ વિધાર્થીને લોન આપવામાં આવશે નહી.
  • પરીક્ષામાં એ.ટી.કે.ટી અથવા નાપાસ વિધાર્થીને બીજા સત્રની ફી ચૂકવવામાં આવશે નહી.
  • મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મેળવેલ સહાયની રકમ બાદ કરીને પછીજ લોન આપવામાં આવશે.

શૈક્ષણિક લોન યોજનામાં આવરી લીધેલ અભ્યાસક્રમો :

  • એમ.બી.એ. અથવા સમકક્ષ અભ્યાસક્રમો (AICETE દ્વારા માન્ય અભ્યાસક્રમો )
  • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા સમકક્ષ(AICETE દ્વારા માન્ય )
  • આઈ.આઈ.ટી/અન્ય સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલા સ્નાતક કક્ષાના ઈજનેરી અભ્યાસક્રમ (AICETE દ્વારા માન્ય અભ્યાસક્રમો )
  • મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા એ માન્યતા આપી હોય એવા તબીબી અભ્યાસક્રમો આયુર્વેદિક ,હોમિયોપેથી,યુનાની અભ્યાસક્રમો
  • નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેંટ દ્વારા માન્ય કરવામાં આવેલા હોસ્પિટાલીટી મેનેજમેંટના ડિપ્લોમા અભ્યાસક્રમો

લોનની રકમમાં નીચીની બાબતોનો સમાવેશ થશે :

  • પ્રવેશ ફી અનેટ્યૂશન ફી
  • રહેવાનો અને જમવાનો ખર્ચ

યોજનાની લાક્ષણિક્તાઓ :

  • આ શૈક્ષણિક લોન યોજનામાં મહતમ લોન 1500000 સુધીની રહેશે.
  • આ યોજનામાં લોનનો દર  વિધાર્થીઓ ( Boy ) માટે 4 ટકા અને વિધાર્થીની (Girl )માટે 3.5 ટકા રહેશે.
  • આ યોજનામાં યુનિટ કોસ્ટના 90 રાષ્ટ્રીય નિગમના 5 ટકા રાજ્ય નિગમના  અને 5 ટકા લાભાર્થી ફાળા ના રહેશે.
  • આ લોન વ્યાજ સહિત 60 હપતામાં ચૂકવવાની રહેશે. લોનના હપ્તા અભ્યાસ પૂરો થયેથી 6 માસમાં અથવા નોકરી મળ્યાના 1 માસ પછી જે વહેલું હોય ત્યારથી ચુકવવાના રહેશે.

વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમનો સંપર્ક કરી શકશો

આ પણ વાંચો:- New Swarnima Scheme: મહિલાઓ પોતાનો મનપસંદ વ્યવસાય કરી આત્મ નિર્ભર બની રહી છે, સરકાર આપી રહી છે રૂપિયા 200000 ની લોન

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત  સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિધાર્થીઓને Shaikshnik Lone Yojana I શૈક્ષણિક લોન યોજના અંતર્ગત નક્કી કરેલ અભ્યાસ માટેની લોન સહાય આજનો આ અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવી બીજી માહિતી મેળવવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો.