Home Business Idea: આજના સમયમાં ખૂબ લોકપ્રિય થઈ રહેલો સારો ધંધો છે. મિત્રો તમારી પાસે એકાદ વધારાનો સારો રૂમ છે. અને તમારા વપરાશમાં આવતો નથી. વળી તમે મોટા શહેર કે કોઈ યાત્રા ધામ કે પ્રવાસન સ્થળથી નજીકમાં વસવાટ કરી રહ્યા છો તો તમે હોમ સ્ટે ગેસ્ટ હાઉસ નો ધંધો કરીને ખૂબ સારી કમાણી કરી શકો છો. હોમ સ્ટે ગેસ્ટ હાઉસ બિઝનેશ શરૂ કરવા માટે તમારે શું કરવાનું છે,અને કઈ રીતે આ બિઝનેશ શરૂ કરી શકશો એ અમે તમને અહી જણાવીશું.
Home Business Idea
આજના સમયમાં ટુરિઝમ ઉદ્યોગ ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે.અને લોકોમાં પ્રવાસ પર્યટનનું ખૂબ મહત્વ વધતું જાય છે. ત્યારે હોમ સ્ટે ગેસ્ટ હાઉસ એક સારી કમાણી કરી આપતો ધંધો પણ બનતો જાય છે.સરકાર પણ હોમ સ્ટે ગેસ્ટ હાઉસ બિઝનેશને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે તમે મહિને લાખોની કમાણી કરી શકશો.
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ ના ફાયદા :
આજકાલ શહેરોમાં રહેવા માટે સારી હોટલના દર ઘણા ઊંચા હોવાથી સામાન્ય માણસને તે પરવડતા નથી .વળી ધર્મશાળા અને ગેસ્ટ હાઉસ કરતાં હોમ સ્ટે માં રોકાણ કરવું ટુરિસ્ટોને વધુ આનંદદાયક લાગે છે. હોમ સ્ટે ગેસ્ટ હાઉસ તેમને પરિવાર જેવા માહોલનો અહેસાસ કરાવે છે.
લોકો હવે સ્વાસ્થ્ય બાબતમાં પણ ખૂબ કાળજી લેતા થયા છે. એટલે ઘરના જેવું જ સાદું અને પૌષ્ટિક ભોજન મળે તેમ ઇચ્છતા હોય છે. હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માં ઘરનું ભોજનજ જમવાનું મળે છે. ઘણી વખતતો ટુરિસ્ટ પોતેજ જાતે રસોઈ રાંધીને પોતાની ઇચ્છા મુજબ ભોજન જમી શકે છે.
શહેરની ભીડભાડ કરતાં અહી તેમને અહી શાંત વાતાવરણનો અનુભવ પણ ટુરિસ્ટને કરે છે. વળી હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માં પરિવાર સાથે સ્થાનિક રહેણી કહેણી કળા અને સંસ્કૃતિક બાબતોની જાણકારી પણ મળી રહે છે. અને એક પરિવાર જેવો માહોલ ઊભો થાય છે.
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માટે જરૂરી :
પ્રથમ તો હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માટે વાપરવાના રૂમ સામ સામે બારીબારણાં વાળા અને પુરતી હવા ઉજાશવાળા હોવા જોઈએ,ના હોય તો રીનોવેશન કરી તૈયાર કરાવી દેવા જોઈએ. સીસીટીવી કેમેરા પણ લગાવી દેવા જોઈએ.
રૂમમાં પંખા, ટી.વી. અને એ.સી. ઉપરાંત લાઈટ પાણી અને સેનિટેશન વ્યવસ્થા હોવી જોઈએ. તમે કપડાં ધોવા વોશિંગ મશીન,ઇસ્ત્રીની સુવિધા અને વાઈ ફાઈ જેવી ઇન્ટરનેટની સુવિધા પણ આપી શકો છો. પાર્કિગ તથા ચા કોફી વગેરે ની સેવા પણ આપી શકો છો.
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ સેવા આપવા માટે સરકારના ટુરિઝમ ખાતાના કમિશ્નર ની પરવાનગી મેળવી આ વ્યવસાય કરી શકો છો. અને તમારી હોમ સ્ટે ગેસ્ટ હાઉસ ફેસીલીટી મુજબ ચાર્જ લઈ શકો છો.
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ ગોલ્ડ અને હોમ સ્ટે ગેસ્ટ હાઉસ સિલ્વર એમ બે કેટેગીરી પૈકી તમે જે કેટેગીરી માં રજીસ્ટ્રેશન કરાવવા ચાહો તેમાં રજીસ્ટર કરાવીને તે મુજબ સુવિધાઓ આપી શકો છો.
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માટે જરૂરી માહિતી પુરી પાડવી :
હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માટે સૌ પ્રથમ તમારા ઘરનું ગુગલ મેપ પર લોકેશન અને કોઈ પણ બે મોબાઈલ ફોન નંબર દર્શાવવાના રહેશે. વધુ માહિતી માટે તમે ટુરિઝમ વિભાગનો સંપર્ક કરી શકો છો.
તમે તમારા ધંધાના પ્રચાર પ્રસાર માટે વેબ સાઈટ બનાવી તેમાં અપાતી સુવિધાઓ,ચાર્જ અને ગ્રાહક માટેની સૂચનાઓ આપી શકો છો.
શોશિયલ મીડિયા ના ફેસબુક,ઇન્સ્ટગ્રામ જેવા પેજ પર તમારા હોમ સ્ટે ગેસ્ટ હાઉસની સુવિધાઓની તમે માહિતી આપી શકો છો.
આવનાર ટુરિસ્ટને સૌ પ્રથમ તમારા તમામ પ્રકારના ચાર્જ,સુવિધાઓ,ભોજન વગેરે ની સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.તેમજ તમારા હોમ સ્ટે ગેસ્ટ હાઉસ માં ટુરિસ્ટ ધૂમ્રપાન,શરાબ, કે નોનવેજ વગેરે લઈ શકે કે તે મુજબની તમામ માહિતી અગાઉથી આપ્યા પછીજ ટુરિસ્ટને રહેવા દેવો જોઈએ જેથી પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ના થાય.
ટુરિસ્ટ સાથે પ્રેમાળ વર્તન અને અને તમારા તરફથી આપવામાં આવેલી સારી સુવિધાઓથી તમારો ધંધો ઝડપથી વિકાસ પામશે અને તમે સારી આવક મેળવી શકશો.
આ જુઓ:- Business ideas: ઘરના સ્ટોર રૂમમાંથી દર મહિને 50 હજાર રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે
મિત્રો,અમારો આજનો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને કોમેંટમાં ચોક્કસ જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો.અમારો આ આર્ટીકલ વાંચવા બદલ ખૂબખૂબ આભાર !