Important Day of February: ફેબ્રુઆરી માસના અગત્યના દિવસો

Important Day of February : ફેબ્રુઆરી માસના અગત્યના દિવસો : ગ્રેગોરીયન પંચાંગમાં જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર સુધીના 12 માસ માં ફેબ્રુઆરીએ પંચાંગનો બીજો મહિનો છે. અહી ફેબ્રુઆરી માસના મહત્વના દિવસો વિશેની માહિતી આપવામાં આવી છ.

Important Day of February

1 February  2024  Indian coast Guard Day ભારતીય સમુદ્ર તટ રક્ષક દિન  

Indian coast Guard Day : ભારતીય સમુદ્ર તટ રક્ષક દિન 1 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છ.  ભારતના રક્ષા મંત્રાલય તેની સ્થાપના કરવામાં આવેલી છે. તટ રક્ષક દળ આપણી સમુદ્ર સીમાઓનું રક્ષણ કરે છે.

1 February  2024 Birth Day of Venibhai Purohit વેણીભાઇ પુરોહિતનો જન્મ દિવસ

વેણીભાઇ જમનાદાસ પુરોહિતનો જન્મ 1 ફેબ્રુઆરી 1916 માં જામ ખંભાળિયામાં થયો હતો.  તેમણે  ગુજરાતના સાહિત્ય સર્જનમાં અમુલ્ય ફાળો આપ્યો હતો.

2  February  2024 World Wetlands Day વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ

World Wetlands Day વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ 2 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવે છે. જળપ્લાવિત એટલે એવો વિસ્તાર કે જયાં પાણીનો ભરાવો રહેતો હોય.અને  વર્ષનો મોટો ભાગ પાણીની ઉપલબ્ધતાને લીધે વનસ્પતિ અને જીવ સૃષ્ટિ નું વૈવિધ્ય ત્યાં જોવા મળતું હોય.

  2  February  2024 Birthday Of Rajkumari Amritkaur રાજકુમારી અમૃતકૌરનો જન્મ દિવસ

અમૃત કૌરનો જન્મ 2 ફેબ્રુઆરી 1889 માં થયો હતો. રાજકુમારી અમૃતકૌરનો જન્મ ઉત્તરપ્રદેશ ના લખનઉ માં થયો હતો. તેઓ ભારતની આઝાદીની ચળવળ માં જોડાઈને ગાંધીજીના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું.

3  February  2024 Birthday Of Chandrkant Sheth  ચંદ્રકાન્ત શેઠનો જન્મ દિવસ

ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. 3-2-1938 ના રોજ પંચમહાલ જીલ્લાના ઠાસરા મુકામે થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના અગ્રીમ હરોળના સાહિત્યકાર હતા. તેમણે દક્ષ પ્રજાપતિએ,નંદ સામવેદી,બાલ ચંદ્ર અને આર્યપુત્ર ઉપનામ થી સાહિત્ય સર્જન કર્યું છે.

4  February  2024 Birthday Of Pandit Bhimsen Joshi પંડીત ભીમસેન જોષીનો  જન્મ દિવસ

પંડીત ભીમસેન જોષીનો જન્મ દિવસ 4 ફેબ્રુઆરી1922 ના રોજ કર્ણાટકના ગડગ નામના ગામમાં થયો હતો. તેઓ ભારતના સુપ્રસિધ્ધ શાસ્ત્રીય સંગીત ગાયક હતા. તેમણે શાસ્ત્રીય સંગીતમાં ભક્તિ સંગીત અને ભજનમાં મહત્વનુ યોગદાન આપ્યું છે.

4 February  2024 ના દિવસને Word Cancer Day વિશ્વ કેન્સર દિવસ  તરીકે ઉજવવામાં આવે છે. 1933 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

7  February  2024 Birthday of Manmath nath Gupta   મન્મથનાથ ગુપ્તાનો જન્મ દિવસ

ભારતની આઝાદીના પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સિધ્ધહસ્ત લેખક Manmath nath Gupta   મન્મથનાથ ગુપ્તાનો જન્મ વારાણસીમાં 7 ફેબ્રુઆરી 1908 ના રોજ થયો હતો. મન્મથનાથ ગુપ્તાએ કોકોરી ટ્રેન ઘટનામાં અંગ્રેજ ખજાનાને લુંટવાની ઘટનામાં  સામેલ થયા હતા. તેમણે  14 વર્ષની સજા પણ  ભોગવી હતી. તેમણે જેલવાસ દરમ્યાન અનેક પુસ્તકોની રચના પણ કરી હતી.

7  February  2024 Khan Abdul Gafarkhan Birthday ખાન અબ્દુલ ગફારખાનનો જન્મ દિવસ

 ખાન અબ્દુલ ગફારખાન આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમને લોકો સરહદના ગાંધી તરીકે ઓળખે છે.

8 ફેબ્રુઆરી 2024

8 February  2024 International Epilepsy Day આંતરરાષ્ટ્રીય વાઈ દિવસ  તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વાઈને મોટા રોગોમાં ગણવામાં  આવતો નથી. પરંતુ વાઇ શરીર માં રહેલા  બીજા રોગો ઉપર તેનો ઘણો પ્રભાવ પાડે છે. વાઇ એક દિમાગી રોગ છે. અને વાઈના 50 ટકા રોગીઓને એની ખબર પણ હોતી નથી. લોકોને વાઇ ના રોગ પ્રત્યે જાગરૂક કરવા અને તેના લક્ષણોથી પરિચિત થઈ આ રોગને સમજી શકે તે હેતુ થી સમગ્ર વિશ્વમાં વર્ષ 2015  થી 8 ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય વાઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

8  February  2024 Punyatithi Of Kanaiyalal Munshi  કનૈયાલાલ મુંશીની પુણ્ય તિથી

કનૈયાલાલ માણેકલાલ મુંશીનો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પર તેમના  શિક્ષક અરવિંદ ઘોષનો ઊંડો પ્રભાવ પડયો હતો. એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરી તેમણે મુંબઈ હાઇ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.ત્યારબાદ મહાત્મા ગાંધી,સરદાર પટેલના તેમના પરના પ્રભાવને લીધે આઝાદીની ચળવળમાં જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો તેમણે ભારતની બંધારણ સભામાં, કેન્દ્રમાં કૃષિ પ્રધાન,મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે પણ સેવાઓ આપી છે. સોમનાથ મંદીર જીર્ણોધ્ધાર અને હૈદરાબાદ વિલીનીકરણ માં તેમણે મહત્વનુ યોગદાન આપેલું છે.

9 February  2024 safer internet Day  સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં ભારત સૌથી મોટું ઓનલાઈન બજાર બની રહ્યું છે . ભારતમાં દિન પ્રતિદિન ડીજીટલ સાક્ષરતા વધી રહી છે . ત્યારે ઇન્ટરનેટ માટે સમજણ અને જાગરુકતા કેળવવી ખૂબ જરૂરી છે.

10 February  2024 National Deworming Day રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવેછે . બાળકોના આરોગ્યની સુરક્ષા માટે તારીખ 28 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધીના દિવસો  શીશું સંરક્ષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ સમય દરમ્યાન આંગણવાડી થી લઈ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવે છે. આ ગોળી પેટમાં રહેલા કૃમીનો નાશ કરે છે.

10 February  2024 Birthday Of Jagannath Shankar Seth જગન્નાથ શંકર શેઠનો જન્મ દિવસ                            જગન્નાથ શંકર શેઠ નો જન્મ 10 ફેબ્રુઆરીએ 1803 માં થયો હતો.તેઓ શિલ્પકારોમાં આદ્ય હતા. સોની પરિવારમાં જન્મેલા જગન્નાથ શેઠ પિતાનો પરંપરાગત વ્યવસાય છોડી શિલ્પ વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું.

11  February  2024 Day of Girl and Women In Science વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ

11 મી ફેબ્રુઆરીના દિવસને આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળાઓનો ફાળો એ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને બાળાઓની  વિજ્ઞાન અને પ્રૌધોગિકી તેમજ ગણિત અને એંજીનીયરિંગના વિષયોમાં તેમની ભાગીદારી વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવાનો તેમજ  તેમની ભૂમિકાને ઓળખવાનો પ્રયાસ કરવા Day of Girl and Women In Science દિવસ ઉજવવામાં આવે છે.

11  February 2024 દયાનંદ સરસ્વતીનો જન્મ દિવસ

આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીનો જન્મ 11 ફેબ્રુઆરી1824 માં મોરબી પાસેના ટંકારામાં થયો હતો. તેમના જન્મને 200 વર્ષ થતાં હોઈ સ્મરણોત્સવ ઉજવણીનું માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટેલીકોન્ફરન્સ થી ઉદ્ઘાટન કરશે.

12  February  2024 National Productivity Day રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ 12 મી ફેબ્રુઆરી ના દિવસને રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે  National Productivity Day રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

12 February  2024 Birth Day Of Abraham Lincoln અબ્રાહમ લીંકનનો જન્મ દિવસ અમેરિકાના 16 મા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લીકનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809 ના રોજ કેંટુકી અમેરીકામાં એક ગરીબ પરિવારમાં થયો હતો.

13 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે . World Radio Day Theme 2023 “ Radio and  Peace “  સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1946 ના વર્ષમાં 13 ફેબ્રુઆરીના દિવસે રેડિયો ની સ્થાપના કરી હતી તે દિવસને વિશ્વ રેડિયો તરીકે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવવામાં આવે છે.

13 February 2024 સરોજીની નાયડુનો જન્મ દિવસ

સરોજીની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો .તેમના અવાજમાં ઘણી મીઠાસ હતી.તેથી તેમને હિંદનું બુલબુલ કહેવામાં આવે છે. 1895 માં લંડનની કિગ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો.1917 માં તેઓ રાજકારણમાં સક્રીય બન્યાં .દાંડીકૂચ વખતે તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી . 1942 ની હિન્દ છોડો ચળવળ અને દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહ માં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. સત્યાગ્રહની ચળવળ વખતે તેમણે 21 માસની જેલ પણ ભોગવી હતી. તેમણે બંધારણ સમિતિમાં પણ તેમનું યોગદાન આપ્યું  હતું.  2 માર્ચ 1949 ના દિવસે તેમનું અવસાન થયું ત્યારે તેઓ રાજ્યપાલ ના હોદ્દા પર હતાં. 

19 February  2024 Birthday Of Balvantray Maheta બળવંતરાય મહેતાનો જન્મ દિવસ

Balvantray Maheta ગુજરાત રાજ્ય ના બીજા મુખ્ય મંત્રી અને પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતાનો જન્મ 19 ફેબ્રુઆરી 1899 ના રોજ ભાવનગર મુકામે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે 1920 અસહકાર આંદોલન 1930-1932 સવિનય કાનૂન ભંગ અને 1942 ની હિન્દ છોડો ચળવળના  સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભૂમિકા અદા કરી હતી.અને જેલવાસ પણ ભોગવ્યો હતો. બળવંતરાય મહેતા એ 1921 ભાવનગર પ્રજા મંડળ ની સ્થાપના  કરી હતી.

20 February  2024  ના દિવસને સામાજીક ન્યાય દિવસ

વિશ્વમાં 20 ફેબ્રુઆરી ના દિવસને સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 2009 થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે .સામાજીક ભેદભાવો અને કુરિવાજો સામે જાગૃતિ લાવવાના આશય થી આ દિવસની ઉજવાણી કરવામાં આવે છે.

21   February  2024 Inter National Mother Language Day આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ

Vishv matrubhasha divas 21 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માતૃભાષા આપણને પરસ્પર જોડી એક બીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે. ભાષા દ્વારા જેતે પ્રદેશની સંસ્કૃતિની  જાળવણી થાય થાય છે.

21 February 2024 દયાનંદ સરસ્વતીનો જન્મ દિવસ

આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી પાસેના ટંકારામાં થયો હતો. તેમના જન્મને 200 વર્ષ થતાં હોઈ સ્મરણોત્સવ ઉજવણીનું માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટેલીકોન્ફરન્સ થી ઉદ્ઘાટન કરશે.

22   February  2024 World Thinking Day વિશ્વ વિચાર દિવસ

Vishv vichar divas 22 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ વિચાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે .આ દિવસ ગર્લ ગાઈડ અને ગર્લ સ્કાઉટ દ્વારા વિશ્વના યુવાઓને એક સાથે જોડવાના ભાગ રૂપે World Thinking Day ઉજવવામાં આવે છે.

26  February  2024  વીર સાવરકરની પુણ્ય તિથી Vir Savarkarni Punya Tithi (smruti din)

રાષ્ટ્રવાદના ભીષ્મ પિતા, ભારતની સ્વાતંત્ર્ય ચળવળના  અગ્રીમ  યોદ્ધા ક્રાંતિકારી વિચારક, લેખક વીર ક્રાંતિકારી સાવરકર Vir Krantikari Savarkar વિનાયક  દામોદર સાવરકર નો જન્મ 28 મે 1883 નાં રોજ નાસિક પાસેના દેવલાલી જિલ્લાના ભગોર નામના ગામમાં એક બ્રાહમણ પરિવારમાં  થયો હતો. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં તેમનું નામ ભારતના ક્રાંતિકારી તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે.

27   February  2024 World NGO Day વિશ્વ એનજીઓ દિવસ

27 ફેબ્રુઆરીએ બાલ્ટીક સમુદ્રનાં રાજ્યો દ્વારા એનજીઓ,વ્યક્તિઓ,સંસ્થાઓ વગેરેને પરસ્પર જોડવાના અને સન્માનીત કરવાના ભાવ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે 2010 થી ઉજવાય છે. 

29 February 2024 મોરારજીભાઈ દેસાઈનો જન્મ દિવસ

ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર ગાંધીવાદી મોરારજીભાઈ દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરીએ 1896 માં થયો હતો. તેઓ સાદાઈ અને સત્યને વરેલા રાષ્ટ્ર વાદી નેતા હતા. તેઓ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા હતા.

આ જુઓ:- વર્ગ ૩ ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફી ભરવાની તારીખ બે દિવસ લંબાવી