Pradhan Mantri Suraksha Bima Yojana (PMBSY) | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

Pradhan Mantri Suraksha Bima Yojana (PMBSY): જેવી નવી નવી યોજનાઓ ભારત સરકાર દેશના તમામ નાગરિકો ને ધ્યાનમાં રાખીને સમય પર બહાર પાડે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આજના નો લાભ દેશના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને મળવાપાત્ર છે.

Pradhan Mantri Suraksha Bima Yojana Form PDF | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ PDF | Pradhan Mantri Suraksha Bima Yojana Form Download

 

Pradhan Mantri Suraksha Bima Yojana (PMBSY) નું વાર્ષિક પ્રિમિયમ ફક્ત 12 રૂપિયા છે. આ યોજના નું પ્રિમીયમ 31 May સુધીમાં ભરવાનું હોય છે. આ પ્રીમિયમ તમે પોસ્ટે ઓફિસ કે બેંકના ખાતામાં ભરી શકો છો. PMBSY માં અરજદારનું અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં લાભ મળવાપાત્ર છે. જો અરજદાર નું મૃત્યુ અકસ્માત થાય તો રૂપિયા 2 લાખ અને વિકલાંગતા ના કિસ્સામાં રૂપિયા 1 લાખ સહાય વીમા રૂપે આપવામાં આવે છે. PMBSY નો લાભ પ્રધાનમંત્રી જન ધન યોજના ના બેંક એકાઉન્ટમાં મળે છે.

આ યોજનાનું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય ?

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું વાર્ષિક પ્રિમિયમ અરજદાર પોતાના બેંકે કે પોસ્ટ ઓફિસ ના ખાતામાં 31 May સુધી ભરી દેવાની રહેશે. આ પ્રીમિયમ auto renewal થઈ જાય છે. જો તમારા બેંક પોસ્ટ ખાતામાં 31 May સુધી બેલેન્સ નહી હોય તો આ વીમો આપોઆપ રદ થઈ જાય છે.

આ યોજનાનો લાભ કોણે મળે ?

  • અરજદારની ઉંમર 18 થી 70 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત ભારતના નાગરિકોને જ મળવાપાત્ર છે.
  • બેંકે પોસ્ટ ઓફિસ ના ખાતા સાથે આધાર કાર્ડ લિન્ક હોવું જોઈએ.

આ યોજનાનું કેટલું પ્રિમિયમ હોય છે ?

અરજદારે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું વાર્ષિક પ્રિમિયમ 12 રૂપિયા ભરવાનું રેહશે. પ્રીમિયમ Auto renewal હોય છે. આ પ્રીમિયમ તમારા બેંકે કે પોસ્ટ ખાતા માંથી કપાશે.

Documents required PM Suraksha Bima Yojana 

  • અરજીપત્રક
  • રેશનકાર્ડ
  • ઓળખપત્ર
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંકે કે પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુકની નકલ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મળવાપાત્ર લાભ

  • અકસ્માતના કારણે થતાં મૃત્યુ –2 લાખ રૂપિયા સહાય
  • અકસ્માતમાં બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા બંને આંખોની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા-  2 લાખ રૂપિયા સહાય
  • અકસ્માતમાં એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અથવા એક આંખની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા  અકસ્માતમાં એક પગ અથવા એક હાથ ગુમાવવા —  1 લાખ રૂપિયા સહાય

Pradhan Mantri Suraksha Yojana નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પોતાની ખાધો બેંકે કે પોસ્ટ ઓફિસમાં જઈ ત્યાં અરજી આપવાની હોય છે. PMSBY નો લાભ કોઈ પણ વીમા એજન્ટ પાસેથી પણ મેળવી શકો છો.

Youtube :- https://youtu.be/sQ2QBw9Ey6U

(આ યોજનાની  Youtube ચેલનમાં જોવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.)

PMSBY નું અરજીપત્રક

PMSBY Form in PDF Gujarati  Click Here

Helpline Number :- 18001801111 / 1800110001