Sahayak technical supervisor bharti electric mechanic 2024-25 | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

Sahayak technical supervisor bharti electric mechanic 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર પાડવામાં આવેલી છે. સરકારી નોકરી ની આ ભરતી છે જેમાં 25 થી પણ વધુ જગ્યાઓ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ, એસ.ટી.પી, વો. ઓ.ઈ. એન્ડ એમ, દુધેશ્વર વોટર વર્કસ ખાતા માટે આ ભરતી આવેલ છે જેની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ ફોર્મ ભરી શકશે.

આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે શું શું લાયકાત કુલ કેટલી જગ્યાઓ અને કેટલો પગાર ધોરણ રહેશે તે વિશેની ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું તો મિત્રો જેમને આ પોસ્ટમાં લાયકાત હોય અને જો તમે રસ ધરાવતા હો તો ફોર્મ ભરી અને અરજી કરી શકશો.

જગ્યા નું નામ અને સંખ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. એટલે કે મિત્રો આ ભરતી ઇલેક્ટ્રીક માટે ભરતી છે. આ આ ભરતી ની અંદર કુલ જગ્યાઓ 26 છે જેમાં 11 બિન અનામત, 02 આ.ન.વ., 04 સા. શૈ. પ. વ.,03 અનું. જાતિ., 06 અનુ. જનજાતિ. જગ્યાઓ રાખવામાં આવેલી છે અને દિવ્યાંગ અનામતની હાલ ત્રણ જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવાની રહેશે.

લાયકાત અને પગાર ધોરણ

આ ભરતી ની અંદર તમારે અરજી કરવા માટે બી.ઇ ઈલેક્ટ્રીક/મેકેનિકલ અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રીક/ મેકેનિકલ હોવું જરૂરી છે. અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂપિયા 40,800 નું માસિક ફિક્સ વેતન રહેશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઇ લેવલ પાંચ પે મેટ્રિક્સ ₹29,200/923000 + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે જે એક બહુ જ સારો પગાર ધોરણ ગણવામાં આવે છે.

ઉમર

સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ની અંદર તમારે અરજી કરવા માટે 30 વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. 1 4 2022 થી 15 4 2024 સુધીમાં જેમને કઠવેલું હોય તેમનું માન્ય ગણવામાં આવશે.

આ ભરતી ની અંદર ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે જે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને ભરવાના રહેશે.

ભરતીમાં ફોર્મ ભરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોને અરજીથી રૂપિયા 500 અને અન્ય વર્ગના જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક પછાત વર્ગ, અને આ. ન. વ. ને ઉમેદવારોએ અરજીદ ₹250 આપવાનું રહેશે. દિવ્યાંગ જન ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં કોઈપણ વર્ગના હોય. ભરતી માં ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ પ્રમાણેની ફી ભરવાની રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/04/ 2024 ના રોજ છે. તો મિત્રો ઉપર દર્શાવેલી માહિતી પ્રમાણે આ અરજી મંગાવવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મિત્રો લાયક ધરાવતા હોય તે ફોર્મ ભરી શકે છે.

Official website: https://ahmedabadcity.gov.in/