Toyota Rumion: ટોયોટાએ લોન્ચ કરી જોરદાર એન્જિન અને ફીચર્સ સાથે 7 સીટર એકદમ સસ્તી કાર  

Toyota Rumion 7 siter Car : ટોયોટા એ તાજેતરમાં લોન્ચ કરી શક્તિશાળી અને જોરદાર ફીચર્સ ધરાવતી 7 સીટર એકદમ સસ્તી Toyota Rumion કાર. ટોયોટા પોતાની મજબૂત અને શક્તિશાળી એન્જિન અને જોરદાર ફીચર્સ ધરાવતી કારો બજારમાં સમયાંતરે લોન્ચ કરતી રહે છે. પરંતુ તાજેતરમાં ટોયોટાએ ઓછી કિમત વાળી શક્તિશાળી અને જોરદાર ફીચર્સ ધરાવતી અને પ્રમાણમાં સસ્તી કાર મધ્યમ વર્ગ સહિત સૌના માટે કીફાયતી કિમત સાથે લોન્ચ કરી છે. આ મોડલનું નામ છે. Toyota Rumion તેની એવરેજ પણ ઘણી સારી છે. એટલે બજારમાં ધૂમ મચાવશે એવું લાગી રહ્યું છે. એ બજારમાં ઉપલબ્ધ ઘણાં મોડેલની સ્પર્ધા કરશે. તો ચાલો વિગતવાર જાણીએ તેના પાવરફૂલ એન્જિન વિશે,ફીચર્સ અને કેટલી વેચાણ કિમત માં મળશે.

Toyota Rumion 7 સીટરના એન્જિન અને એવરેજ :

ટોયોટાની આ કાર પેટ્રોલ અને CNG એમ બંને મોડલમાં ઉપલબ્ધ કરવવામાં આવી છે. તેના દમદાર એન્જિન વિશે વાત કરવામાં આવેતો તેમાં 1.5 પેટ્રોલ મોટર અને 102 bhp પાવર તેમજ 137 Nm ટોર્ક જનરેટર આપેલું છે. તેમાં મેન્યુયલ અને ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવેલું છે. તેમાં 5 હાઇસ્પીડ મેન્યુયલ  ગિયરબોક્સ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપેલું છે. Toyota Rumion 7 સીટરના CNG વેરીયંટમાં 87 bhpનું પાવર એન્જિન આપવામાં આવ્યું છે. જ્યારે ટોર્ક જનરેટર 121 Nm આપવામાં આવ્યું છે. કંપનીનું માનીએતો પેટ્રોલમાં આ Toyota Rumion 7 સીટર કાર 20.51 કિમીની પ્રતિ લીટરે એવરેજ આપે છે. જ્યારે CNG કાર 26.11 કિમી 1 Kgની શાનદાર એવરેજ આપે છે. એટલે કે એવરેજની દ્રષ્ટિએ પણ Toyota Rumion 7 સીટર સારી એવરેજ આપતી શાનદાર કાર કહી શકાય.  

Toyota Rumion 7 સીટરની કિમત :

શાનદાર એન્જિન અને જોરદાર ફીચર ધરાવતી આ કારની કિમત કેટલી રાખવામા આવી છે. તે વિશે જાણવાની સૌની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. તો તમોને જણાવી દઈએ કે Toyota Rumion 7 સીટરની કિમત પેટ્રોલ મોડલમાં શરૂઆતની એક્સ શોરૂમ કિમત 10.29 લાખ રૂપિયાથી શરૂ કરી 13.68 લાખ સુધી રાખવામા આવી છે. તેમજ રૂપિયા 11000 માં તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બુકિંગ ઓન લાઇન અને ઓફ લાઇન એમ બંને રીતે કરી શકાશે.

Toyota Rumion 7 સીટર શાનદાર ફીચર :

Toyota Rumion  કારમાં શાનદાર ફીચરની વાતકરવામાં આવે તો તેમાં પ્રોજેક્ટર હેડ લાઇટ, LED તેલ લાઇટસ, તેમજ ક્રોમ ઇન્સર્ટ આપવામાં આવ્યાં છે. ટચ સ્કીન ઇન્ફોટેંમેંટ જે 7 ઈંચની છે. 6 એર બેગ આપવામાં આવી છે. ટોયોટા આઈકનેક્ટ ટેક્નોલૉજી,ક્રૂઝ કંટ્રોલ,ઓટો મેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલર,એપલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટો કનેક્ટીવિટી કારનાં ટાયરની વાત કરવામાં આવેતો તેમાં ડ્યુઅલ ટોલ એલોય વ્હીલ્સ,નવી ગ્રીલ્સ આપવામાં આવ્યાં છે.

આ જુઓ:- Unique Small Business Idea: માત્ર રૂપિયા 7800 માં શરૂ કરો આ બિઝનેશ મહિને કરાવશે લાખોની કમાણી

મિત્રો,અમને વિવિધ સ્રોત તરફથી મળેલી માહિતી અહી આપના માટે રજૂ કરી છે. તમે નજીકના ટોયોટા શો રૂમની મુલાકાત લઈ વધુ માહિતી મેળવી શકો છો. અમારા આર્ટીકલ વાંચવા તમે અમારી વેબ સાઇટ જોતા રહેશો આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !