Training Scheme For Competitive Exams | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય | gueedc gujarat gov in

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી છે. આ નિગમ ગુજરાતના બિન અનામત વર્ગોનું વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરે છે બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરે છે. અને આ યોજનાઓ થતી બિન અનામત વર્ગ ના લોકોને સહાય પૂરી પાડવામાં આવે છે. બિન અનામત આયોગ દ્વારા  કોચિંગ સહાય (ટ્યુશન સહાય), શૈક્ષણિક અભ્યાસ યોજના, ભોજન બીલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE, GUJCET, NEET ની પરિક્ષા માટે કોચિંગ સહાય, જેવી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.

Competitive exam Scholarship in Gujarat | Scholarship for Competitive exam coaching | gueedc gujarat gov in | Training scheme for competitive exams | govt schemes for competitive exams | competitive exam training | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય | 

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, બેંન્ક, યુ.પી.એસ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ, તથા અન્ય માન્ય મંડળો /ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સંસ્થાઓ પસંદ કરી, પસંદ થયેલી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી દીઠ “પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.)તરીકે મળવપાત્ર થશે

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાયનો હેતુ

રાજ્યના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસિસ માંથી સ્પર્ધાત્મક પરિક્ષા માટે કોચિંગ ક્લાસ જોઈન કરવા માગતા હોય છે. પરંતુ પોતના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કોચિંગ જોઈન કરી શકતા નથી. તેવા વિદ્યાર્થીઓને બિન અનામત આયોગ દ્વારા તાલીમ સહાય આપવામાં આવે છે.

Highlights of Competitive Exam Scheme 

યોજનાનું નામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે કોચિંગ સહાય
ભાષા ગુજરાતી અને English
સહાયની રકમ 20,000/- રૂપિયા
લાભાર્થી ગુજરાત રાજ્યના આર્થિક રીત પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ
આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક 4,50,000/-રૂપિયાથી વધુ ન હોવી જોઈએ
Official Website https://gueedc.gujarat.gov.in/
Apply Online Click Here

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાના પાત્રતા માપદંડો ( Eligibility for Competitive Exam Scheme)

આયોગ દ્વારા Spardhatmak Parixa Mate Talim Sahay મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં છે. જે પાત્રતાની વિગત નીચે મુજબ છે.

  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, બેંક, યુ. પી.એસ.સી ,ગૌણસેવા પસંદગી મડંળ તથા અન્ય માન્ય મંડળો/ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સંસ્થાઓ પસંદ કરી, પસંદ થયેલી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી દીઠ “પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ ૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી. બી. ટી.)તરીકે મળવાપાત્ર થશે .”
  • આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • સહાય મેળવવા માટે ધોરણ-૧૨ મા ૬૦ ટકા કે તેથી વધુ હોવા જરુરી છે.
  • તાલીમાર્થી તાલીમ દરમ્યાન સરકારી નોકરી કરતા હોવા જોઇએ નહિ.
  • તાલીમાર્થી જે પરીક્ષા માટે તાલીમ લેતા હોય તો તેની ન્યૂનતમ લાયકાત ધરાવતા હોવા જોઇશે.

યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.

  • સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગરતો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા ન્યુનતમ ૨૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
  • તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઇડ ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.જેમ કે, ૨૦ તાલીમાર્થી દીઠ ૨(બે),૨૧ થી ૫૦ તાલીમાર્થી સુધી૩(ત્રણ), ૫૧ થી ૭૦ તાલીમાર્થી સુધી ૪(ચાર), ૭૧ થી ૧૦૦ તાલીમાર્થી સુધી ૫(પાંચ) ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
  • તાલીમાર્થી ન્યૂનતમ ૬૦ દિવસની તાલીમ મેળવેલ મેળવેલ હોવી જોઇશે.
  • સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ ૭૦ % હાજરીને ધ્યાને લઇ અરજી મંજૂર કરવાની રહેશે

આવક મર્યાદા (Income Limitation for Competitive Exam Scheme)

  • Bin Anamat Ayog દ્વારા આ સહાય મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના ડોક્યુમેન્ટ ( Documents for Competitive Exam Scheme)

  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
  • ધોરણ-૧૨ ની માર્કશીટની નકલ
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે. તો તેના રજિસ્ટ્રેશન / GST નંબર નો પુરાવો
  • તાલીમ માટે ભરવાની થતી/ભરેલ ફી નો પુરાવો
  • સંસ્થાનો એડમીશન લેટર (સ્પર્ઘાત્મક ૫રીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

How to Apply Online Training Scheme For Competitive Exams

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

  • સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
  • તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 6 નંબર પર Training Scheme for Competitive Exams પર ક્લિક કરો.

Training Scheme for Competitive Exams

  • હવે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાયની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

  • હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે Training Scheme for Competitive Exams ની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.

Training Scheme for Competitive Exams

  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભયાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિચરતિ જાતિ) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

ખાસ નોંધ– ઓનલાઈન અરજી કર્યા બાદ જો હાર્ડ કોપી મોલલવામાાં ના આવે તો અરજી ગ્રાહ્ય રાખવામાાં આવશે નહી

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
 
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર
 

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે
     Phone Number: 079-23258688, 079-23258684
 

FAQ’S

1. Training Scheme For Competitive Exams સહાય કોણા દ્વારા આપવામાં આવે છે?
Ans- આ સહાય ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવે છે.

2. સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના  કેટલા રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે?
Ans- સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના વિદ્યાર્થીને 20,000/- રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે.

3. Training Scheme For Competitive Exams મેળવવા માટે કુટુંબની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
Ans- વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4,50,000/- લાખથી ઓછી હોવી જોઈએ.

4. Training Scheme For Competitive Exams સહાયમાં ધો-12 મા વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે?
જવાબ :- ધો-12 માં 60 ટકા કે તેથી વધુ

5. Training Scheme For Competitive Exams સહાય યોજના લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યા કરવી?
Ans-આ યોજનાનો લાભ મેળવવા માટે બિન અનામત આયોગની ઓફિસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે