Unique Business Idea: માત્ર 10000 હજારમાં પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી મેળવો અને મહિને થશે બંપર કમાણી

Unique Business Idea : ભારતીય પોસ્ટ ઓફીસ સાથે જોડાઈને તમે તમારો વ્યવસાય શરૂ કરીને દર મહિને 50000 થી 100000 રૂપિયા પણ કમાઈ શકો છો. તે માટે તમારે શું કરવાનું છે. અને કેવી રીતે કમાણી થઈ શકશે તે વિશેની  માહિતી અમે આજના લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ જો તમે તમારો નવો વ્યવસાય પોસ્ટ ઓફીસ સાથે જોડાઈને શરૂ કરી શકો છો અથવા તમે તમારા ધંધાની સાથે સાથે પૂરક વ્યવસાય તરીકે પણ કરી શકો છો .ભારતીય પોસ્ટે તેની સેવાઓની માંગ વધતાં તેને પહોચી વળવા માટે ફ્રેંચાઇઝી સ્કીમ જાહેર કરી છે.

મિત્રો ભારતમાં 1854 માં શરૂ થયેલી પોસ્ટ ઓફિસ મહાનગરથી માંડીને છેવાડાના આંતરીયાળ ગામડાંઓ સુધી પોસ્ટ ઓફિસ તેની ટપાલ, પાર્સલ, બચત, અને પોસ્ટલ વીમા જેવી  વિવિધ સેવાઓ આપવા માટે જાણીતી છે. આજે પણ પહેલાંની જેમજ  પોસ્ટ ઓફીસ તેની અસરકારક ગ્રાહક સેવા માટે દરેક ભારતીય માટે વિશ્વાસપાત્ર સરકારી સંસ્થા છે. આજના ટેક્નોલૉજીના યુગમાં ભલે મોબાઈલ સેવાઓ ઉપલબ્ધ થઈ હોય પરંતુ હજુ સુધી પોસ્ટ તેની બચત યોજનાઓ,પોસ્ટલ વીમા પાર્સલ સેવા અને પત્ર વ્યવહાર સેવા જાળવી રહી છે.

Unique Business Idea : પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી

ઘણા મિત્રો નોકરીની શોધમાં ફરતા જોવા મળે છે. પરંતુ નોકરી કરતાં પણ પોતાનો સારો વ્યવસાય અપનાવીને નોકરી કરતાં વધુ સારી કમાણી કરી ગૌરવભેર અને આત્મ સન્માન ભર્યું જીવન જીવી શકે છે.  ઘણા મિત્રો કયો વ્યવસાય પસંદ કરવો તેની મૂંઝવણ અનુભવતા  હોય છે. તો કેટલાક મિત્રો ધંધા માટે વધુ નાણાકિય જોખમ ઉઠાવી શકતા નથી.અથવા તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેઓ ધંધામાં વધારે   નાણાંનું રોકાણ કરી શકતા નથી. એટલેજ અમે તમને અહી પોસ્ટ ઓફીસમાં માત્ર 10000 રૂપિયા જેટલી મામૂલી રકમ ડિપોઝીટ પેટે ભરીને પોસ્ટ ઓફીસની ફ્રેંચાઇઝી મેળવવાનો Unique Business Idea વ્યવસાય જણાવી રહ્યા છીએ.

પોસ્ટ ઓફીસ પોતાની વિવિધ સેવાઓ માટે ફ્રેંચાઇઝી ની નિમણૂક કરીને કમીશન આપી રહી છે. આપ સૌ જાણો છો તેમ  આંતરદેશીય પત્ર,રજીસ્ટર પત્રો,નાની બચત,રીકારીગ માસિક બચત યોજનાઓ,પોસ્ટલ વીમા,પાર્સલ સેવા  જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે. તમે એમાં જોડાઈને પોસ્ટ ઓફિસનું વિવિધ પ્રકારનું કામ કરીને જેવુકે ગ્રાહકોના પ્રીમિયમ એકઠાં કરવાં, પોસ્ટલ ટિકિટો,રેવન્યુ ટિકિટો અને સ્ટેમ્પ નું વેચાણ,મનીઓર્ડર સ્વીકારવા વગેરે કામ કરી શકો છો.

પોસ્ટ ઓફીસ ફ્રેંચાઇઝી દ્વારા નફો :

પોસ્ટ ઓફીસ ફ્રેંચાઇઝી આપીને તેની સેવાઓને શહેર થી માંડી ગામડાના છેવાડાના માણસ સુધી ગ્રાહકોને ઘર આંગણેજ સારી સેવા મળી રહે તે માટે તેની ડિલરશીપ શાખાઓ વધારી રહી છે. અગાઉ જણાવ્યું તેમ પોસ્ટ ફ્રેંચાઇઝી દ્વારા કરેલ કામના પ્રમાણમાં કમીશન આપે છે. દરેક 200 થી વધુના મનીઓર્ડર પર 5 રૂ અને દરેક રજીસ્ટર પત્ર દીઠ રૂ 3 એમ વિવિધ યોજનાઓ જેવીકે રીકરીંગ,પોસ્ટલ વીમા વગેરેના પ્રીમિયમ સ્વીકારવા બદલ આકર્ષક કમીશન આપી રહી છે. તમે જેટલું કામ વધુ કરશો તેટલું કમીશન વધુ મળશે. એવી રીતે ફ્રેંચાઇઝ માસિક 50000 થી 100000 રૂપિયા સુધીની કમાણી પણ કરી શકે છે.

પોસ્ટ ઓફીસ ફ્રેંચાઇઝી માટે લાયકાત :

ફ્રેંચાઇઝી લેવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં તમારે નિયત નમૂનામાં અરજી કરવી પડશે. પોસ્ટ દવારા માગવામાં આવતાં ડૉક્યુમેન્ટ જેવાં કે જન્મતારીખના પુરાવા માટેનાં ડોક્યુમેન્ટ,આધાર કાર્ડ,પાનકાર્ડ,અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર (ઓછામાં ઓછું એસ.એસ.સી.)સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ. તમને કોમ્પ્યુટર નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. વગેરે તેમજ  રૂ 10000 તમારે સિક્યુરીટી ડિપોઝીટ પેટે પોસ્ટ માં જમા કરાવવા પડશે.  તમામ ડૉક્યુમેન્ટ આધારે પોસ્ટ તેમની જરુરીયાત મુજબ ફ્રેંચાઇઝી ફાળવી શકે. તમે 10000 રૂપિયા ડિપોઝીટ ભરીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. અથવા તમારા ધંધાની સાથે પૂરક વ્યવસાય પણ કરી શકો છો.

આ જુઓ:- Best Small Business Idea : ઓછી મૂડીમાં શરૂ કરો આ ધંધો દર મહિને કરાવશે બંપર કમાણી

મિત્રો, વ્યક્તિની આવડત કુશળતા અને લોકો સાથે તેમનો વ્યવહાર અને સમજણ મુજબ ધંધાની સફળતાનો આધાર હોય છે. એટલા માટે અમે કોઈને તેમની સફળતા માટેની કોઈ ગેરંટી આપતા નથી. અમે વિવિધ માધ્યમો દ્વારા અમને મળતી  માહિતી અહી તમને  પૂરી પાડીએ છીએ. આવા અવનવા Unique Business Idea વાંચવા અમારી વેબ સાઇટ નિયમિત પણે જોતા રહો. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !