GSSSB Forest Guard Exam Call Letter:જરાત ગૌણ સેવા પસંદગી મંડળ વન રક્ષક કોલ લેટર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત વન ખાતાના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટના નેજા હેઠળની વન રક્ષક,બીટ ગાર્ડ વર્ગ : 3 ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રાથમિક કસોટી માં ઉપસ્થિત થવા માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે જણાવેલ તારીખ અને સમય દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે.
વન રક્ષક કોલ લેટર
આ કસોટી વન રક્ષકની MCQ -CBRT Computer Based Recruitment Test ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો નીચે જણાવેલ તારીખ અને સમય થી પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.gov.in ની વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
ઉમેદવારોવન રક્ષક પરીક્ષાના કોલ લેટર તારીખ :01/02/2024 ના રોજ 14.00 કલાક થી જે તે તારીખના રોજ પરીક્ષાના સમય સુધી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમય મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
ઉમેદવારોએ MCQ -CBRT Computer Based Recruitment Test માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in ની વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે કોલ લેટર સિવાય ઉમેદવારોને પરીક્ષા માં બેસવા દેવામાં આવશે નહી. કોલ લેટર સાથે પરીક્ષા માટેની સૂચનાઓ પણ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવી અને પરીક્ષા સબંધી સૂચનાઓ વાંચી જવી જરૂરી છે.
પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની રીત :
- પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું.
- MCQ -CBRT Computer Based Recruitment Test પધ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પરના બટન પર ક્લીક કરવી
- ત્યારબાદ Primary Exam Call Letter પર ક્લીક કરીને Select Job ના બોક્સમાંથી આપ જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હો તે જાહેરાત Select Job ના નિયત બોક્સ માંથી Confirmation Number તથા Birth Date ટાઈપ કરીને Print Call Letter પર ક્લીક કરવાથી તમને અલગ વિન્ડોમાં કોલ લેટર દેખાશે.
- તમારે કોલ લેટરની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (તમારે કોલ લેટર નવી વિન્ડો માં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે.
- સાથેની સૂચનાઓની પણ પ્રિન્ટ કરી લેવી ખૂબ જરૂરી છે.
- ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગત જે MCQ -CBRT Computer Based Recruitment Test પધ્ધતિ માટે ખૂબ જરૂરી હોઈ ડાઉનલોડ કરવી પ્રિન્ટ કાઢી અને કાળજી પૂર્વક વાંચી અને સમજી લેવી ઉમેદવારો માટે ખૂબ જરૂરી છે.
- કોલ લેટર ડાઉનલોડ કરવા સબંધે કોઈ માર્ગદર્શનની જરૂર જણાયતો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેલ્પ લાઇન ફોન નંબર : 079 23258916 પર સંપર્ક કરી શકશો.
- આ પરીક્ષા CBRT પધ્ધતિથી લેવાનર હોઈ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારોને જાણકારી મળી રહે તે માટે હવે પછી મંડળની વેબ સાઈટ ઉપર મોક ટેસ્ટની લીંક મૂકવામાં આવશે. તેનાથી ઉમેદવારો અનેક વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકશે. જેની વન રક્ષક પરીક્ષાના ઉમેદવારો એ નોંધ લેવી.
ઉમેદવારો અહીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તેમજ CBRT પધ્ધતિના ટેસ્ટ માટે પ્રેક્ટિસની લિંક અહીથી ખોલીને પ્રેક્ટિસ કરી શકશે.
મંડળની વેબ સાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
કોલ લેટર અહીથી ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વનરક્ષક બીટગાર્ડ પરીક્ષાની CBRT પધ્ધતિની પ્રેક્ટિસ માટે | અહીં ક્લિક કરો |