રાયડાના ટેકાના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી, આ તારીખે રજીસ્ટ્રેશન કરવાનું ના ભૂલતા   

Minimum Support Price Raydo (રાયડાના ટેકાના ભાવ ) સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ 1120 રૂપિયા નક્કી કરવામાં આવતાં ખેડૂતો માં ખુશી. ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં રાયડો મહત્વનો તેલીબિયાં પાક છે .

ગુજરાતનાં ગંજ બજારોમાં છેલ્લા બે વર્ષથી રાયડાના ભાવો 1000 ની નીચે જોવા મળતા હતા. જ્યારે ભાવ ના પ્રમાણમાં રાયડામાં આવતા છાછીયા અને મેલાના રોગથી ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. તેથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ,નાયબ મંત્રી બચુભાઈ ખાબડ અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં ભાવો અંગે સમીક્ષાત્મક ચર્ચા કરી ટેકાના ભાવો માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવે છે. ખેડૂતો જે તે પાકની વાવણી કરે તે અગાઉ જ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે.

રાયડાના બજારભાવ (Raydana Bajar Bhav ):

રાયડાના સરકાર દ્વારા ટેકાના ભાવ 1120 રૂપિતા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આજના બજાર ભાવ કેટલા છે.એને રાજ્યના જુદાં જુદાં માર્કેટ યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છીએ તે જાણીએ.

માર્કેટ યાર્ડનુંનામરાયડાના ભાવ
પાટણ માર્કેટ યાર્ડ935
વિસનગર માર્કેટ યાર્ડ1070
ડીસા માર્કેટ યાર્ડ986
દિયોદર માર્કેટ યાર્ડ970
થરા માર્કેટ યાર્ડ960

 રાયડો મહત્વનો તેલીબિયાં પાક છે. ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાયડાનું વાવેતર કરવામાં આવેછે. રાયડો લગભગ તમામ પ્રકારની જમીનમાં રાયડાનું વાવેતર કરી શકાય છે. રાયડાની ખેતી માટે પ્રમાણમાં ઓછો ખર્ચ અને 3 થી 4 પિયતમાં રાયડાનો પાક લઈ શકાય છે. વળી રાયડાની કાપણી અને થ્રેસરની કામગીરી પણ સહેલી હોઈ ઘણા ખેડૂતો રાયડાનું વાવેતર કરવાનું પસંદ કરે છે.

રાયડો એકરદીઠ 40 થી 50 મણ સુધીનું સરેરાશ ઉત્પાદન આપે છે. પરંતુ ઘણીવાર છાછીયો,અને મેલા જેવા રોગ આવવાથી ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો આવે છે. ભાવની વાત કરવામાં આવેતો અન્ય પાકની સરખામણી એ રાયડાના ભાવ 950 થી 990 સુધીના જાણવા મળે છે. અગાઉના વર્ષોમાં ખેડૂતોને રાયડાનાભાવ 1200 આસપાસ મળવા પામ્યા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી અપવાદ ને બાદ કરતાં ભાવ 1000 ની સપાટીને સ્પર્શી શક્યા નથી.

વર્ષ : 2023-24 રવિ સિઝન માટે સરકારે નક્કી કરલા રૂપિયા.1120 જેટલા  ટેકાના ભાવને કારણે ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતને રાહત થશે.

રવિ સિઝન રાયડાના ટેકાના ભાવ 2023-24 (Minimum Support Price Raydo):  

જણસનું નામટેકાના  ભાવ
રાયડો1120
ચણા1028
તુવેર1400

ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન :

ખેડૂતોએ પોતાની ખેત પેદાશો રાયડો,ચણા અને તુવેરના વેચાણ માટે ઓન લાઇન નોધણી કરાવવી પડશે. આ નોધણી માટે ખેડૂત પોતાની ગ્રામ પંચાયત કચેરીના Vc પાસે જઈને સરકારના ઈ સમૃધ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ : ખેડૂતોએ તારીખ : 05/02/2024 થી 29/02/2024 સુધી ઈ સમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી :

સરકાર દ્વારા તારીખ : 20 ફેબ્રુયારીથી ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદીનું કામ શરૂ કરવામાં આવશે.

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ રવિ સિઝન 2023-24  ટેકાના ભાવ : (Minimum Support Price Raydo ) : રાયડા નો આજનો ભાવ (Rayada  Bajar Bhav Today ) આર્ટીકલ  આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . અને રોજે રોજ રાયડાના  ભાવ Rayada Na Bhav જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો . તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

આ જુઓ:- GSSSB Exam Call Letter: વન રક્ષક કોલ લેટર અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરો અહીથી