OBC Arthik Utkarsh Nana Vyavsay Loan I બક્ષીપંચ આર્થિક ઉત્કર્ષ,નાના ધંધા વ્યવસાય લોન સહાય: મિત્રો,ગુજરાત સરકાર હાલમાં બક્ષી પંચ સમાજના વ્યક્તિઓના આર્થિક ઉત્કર્ષ માટે લોન સહાય આપી તેમનેઆત્મનિર્ભર બનાવવા નાના ધંધા લોન યોજના અમલમાં મૂકેલી છે. જો તમે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે બક્ષીપંચ વર્ગ પૈકીના છો, અને તમે સરકારની નાના ધંધા યોજનાનો લાભ લઈ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માગો છો તો આ લેખ આપને ખૂબ ઉપયોગી થશે. અહી અમે તમને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગતની સરકારની નાના વ્યવવસાય શરૂ કરવા માટેની લોન યોજનનાની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.
મિત્રો તમે ગામડામાં રહો છો કે શહેરમાં પરંતુ તમને ગમતો કોઈ પણ નાનો ધંધો જેવો કે કરિયાણાની દુકાન,ડેરી પાર્લર,મોબાઈલ રીપેરીંગ, પાન પાર્લર વગેરે જેવા નાના વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની શકશો. આ માટે સરકારની બક્ષીપંચ પછાત વર્ગ નિગમ દ્વારા તમને રૂપિયા 200000 બે લાખની લોન આપવામાં આવી રહી છે. તમે આટલી રકમમાંથી ખૂબ સારો નાનો ધંધો શરૂ કરીને તમારા પરિવારને ખુશહાલ રાખી શકશો. તો આજેજ આપનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનો.
લોન સહાય લેવા માટેની પાત્રતા :
આપ નીચે દર્શાવ્યા પ્રમાણેની પાત્રતા ધરાવતા હશોતો જરૂર થી તમને લોન મળીશકે છે. લોન,મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ છે.
- અરજદાર બક્ષીપંચ યાદી પૈકીની યાદી માં સમાવેશ થતા હોવા જોઈએ.
- અરજદારની ઉમર 21 વર્ષ થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદારની વાર્ષિક આવક રૂપિયા 300000 કરતાં વધુ હોવી જોઈએ નહી.
- અરજદાર જે વ્યવસાય શરૂ કરવા લોન મેળવવા માગે છે,તે વ્યવસાયનું ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
યોજનાની લાક્ષણિક્તાઓ :
બક્ષીપંચ ઉકર્ષ અંતર્ગત આ લોન લેવા માટે અરજદારે નીચે જણાવેલ ડૉક્યુમેન્ટ આપવાં પડશે.
- આ યોજનામાં લોન ઉપર વ્યાજદર 6 ટકા રહેશ.
- આ યોજનામાં યુનિટ કોસ્ટના 85 ટકા લોન આપવામાં આવશે જેમાં 85 ટકા રાષ્ટ્રીય નિગમના 10 ટકા રાજ્ય સરકાર અને 5 ટકા લાભાર્થી ફાળો રહેશે.
- આ લોન વ્યાજ સહિતના 60 હપ્તામાં ચૂકવવાની રહેશે.
જરુરી ડોક્યુમેંટ :
- અરજદારનું આધારકાર્ડ
- બેન્કની પાસબુક
- રેશન કાર્ડની નકલ
- ચૂંટણી કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો ફોટો
અરજી કરવાની રીત :
ઉપરના આધારો સાથે ઓબીસી ઉત્કર્ષ નાના વ્યવસાય લોન ઇચ્છુક અરજદારોએ ગ્રામ પંચાયત VCE પાસે લોન મેળવવા માટે અરજી કરાવી શકાશે.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત ઓબીસી સમાજના કોઈ પણ વ્યક્તિ નાના ધંધા માટે રૂ 200000 ની લોન મેળવીને પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકશો. મિત્રો આજનો આ અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવી બીજી માહિતી મેળવવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો.
આ જુઓ:- મહિલાઓ માટે વિશેષ MSSC યોજના, સરકાર તેમાં સારૂં વ્યાજ આપે છે