Vrudh Pension Yojana form I વૃધ્ધ પેન્શન યોજના: ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોક કલ્યાણ માટેની અનેક યોજનાઓ અમલ છે. સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટેની એટલેકે વૃદ્ધ પેન્સન યોજના વૃદ્ધને સન્માન ભેર જીવન વ્યતિત કરવા માટે ખૂબ ઉપયોગી યોજના છે. અહી અમે ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્સન યોજના વિશે વિસ્તૃત જાણકારી આપીશું.
વૃધ્ધ પેન્શન યોજનાની પાત્રતા:
વૃદ્ધ પેન્સન યોજનાનો લાભ મેળવવા માટે વૃધ્ધ વ્યક્તિની ઉમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. તેમજ તે વૃદ્ધ ગરીબી રેખા હેઠળ નોધાયેલ બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઈએ.
યોજનાનો લાભ મેળવવા અરજી કોને કરવી:
વૃદ્ધ પેન્સલ મેળવવા માટે અરજદાર લાભાર્થીએ પોતાની ગ્રામપંચાયતના VEC પાસે,જિલ્લા કે મામલતદાર કચેરી, કે જન સેવા કેન્દ્ર પર જઈને સરકારની ડીજીટલ પોર્ટલ સાઈટ પર ઓન લાઇન અરજી કરવાની રહેછે.
જરૂરી ડોક્યુમેંટ્સ :
વૃધ્ધ પેન્શન યોજના માટે લાભાર્થી પાસે નીચે જણાવેલ દસ્તાવેજો હોવા જરૂરી છે. તેમણે અરજી સાથે આ આધારો જોડાવા પડશે.
- ઉમરના પુરાવા માટે સ્કૂલ લીવીગ સર્ટિફિકેટ્સ,ઉમરનું પ્રમાણપત્ર અથવા ડોક્ટરશ્રી આપેલ ઉમરનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- ગરીબી રેખા હેઠળ યાદીમાં અને સ્કોર દર્શાવતુ પ્રમાણપત્ર
- બેક અથવા પોસ્ટ ઓફિસની બચત ખાતાની પાસબુક
યોજના હેઠળ મળવા પાત્ર પેન્સનની રકમ :
વૃદ્ધ પેન્સન યોજના હેઠળ 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીઓને રૂપિયા 1000 અને 80 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધને માસિક રૂપિયા 1250 દર મહિને વૃધ્ધ પેન્સન સહાય મળી શકશે.
સહાયની ચુકવણી કેવી રીતે થશે :
વૃદ્ધ પેન્સલ મેળવનાર લાભાર્થીને DBT એટલે કે ડાયરેક્ટ તેમના બેક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.
અરજી પત્રક ક્યાંથી મેળવશો :
અરજી પત્રક મેળવવા માટે જેતે જિલ્લાની કલેક્ટર કચેરી,મામલતદાર કચેરી થી મફતમાં મેળવી શકાશે. અથવા ગ્રામ પંચાયત કચેરીના VEC પાસે ઓન લાઇન અરજી કરી શકાય છે. અથવા નીચે દર્શાવેલ વેબ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
યોજનાના અમલીકરણ અધિકારી :
વૃદ્ધ પેન્સન યોજનાના અમલીકરણ અધિકારી જે તે તાલુકાનાં મામલતદાર શ્રી હોઈ અરજી મંજૂર કરવાની અરજી નામંજૂર કરવાની સત્તા તેમની પાસે છે .
અપીલ અધિકારી :
વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજી નામંજૂર થવામાં અરજદાર લાભાર્થી 60 દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
સહાય બંધ થવાનાં કારણો :
વૃદ્વ પેન્શન સહાય નીચે જણાવેલ કારણોસર બંધ કરવામાં આવે છે. લાભાર્થીનું નામ બીપીએલ લાભાર્થી યાદીમાં 0 થી 20 ની યાદીમાંથી દૂર થવાથી,તેમજ લાભાર્થીનું અવસાન થવાથી વૃદ્ધ પેન્સનનો લાભ બંધ થશે.
યોજનાનુ ફોર્મ મેળવવા માટેની વેબ સાઈટ : https ://digitalsevasetu.gujarat.gov.in પરથી ઓન લાઇન ડાઉનલોડ કરી શકશો. વધુ માહિતી માટે મામલતદાર કચેરેનો સંપર્ક કરી શકશો.
મિત્રો, સરકારશ્રીને વિવિધ યોજનાઓ અને બીજી ઉપયોગી માહિતી મેળવવા અમારી વેબસાઇટ જોતા રહેશો,એમને વિવિધ સ્રોત તરફથી મળતી માહિતી આપને ઉપયોગી થાય તે માટે અહી જણાવીશું આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
આ જુઓ:- Khel Sahayak Bharti 2024: ખેલ સહાયક ભરતી માટે ઓન લાઈન અરજી પ્રક્રિયા શરૂ, આજે જ અરજી કરો