Khel Sahayak Bharti 2024: ખેલ સહાયક ભરતી માટે ઓન લાઈન અરજી પ્રક્રિયા શરૂ, આજે જ અરજી કરો

Khel Sahayak Bharti 2024 : ખેલ સહાયક ભરતી માટે ઓન લાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે જો તમે ખેલ સહાયક માટેની લાયકાત અને નિયત વાય મર્યાદા ધરાવતા હોયતો આજેજ અરજી કરીદો. અરજી કરવાની તારીખ અને સમય : તારીખ 12-02-2024 થી 16-02-2024 (રાત્રીના 23:59 સુધી )

ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ખેલ સહાયક ભરતી કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કઈ શાળાઓમાં ખેલ સહાયક નિમણૂક થશે અને શું છે તે માટેના નિયમો વગેરે વાંચો આહીથી.

Khel Sahayak Bharti 2024 :

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે અને શારીરિક શિક્ષણ,યોગ તથા રમત ગમતમાં રસ અને રુચિ વધે તેમજ ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખેલ કૂદ સ્પર્ધાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોધપાત્ર સિધ્ધિઓ હોંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ અને રમત ગમત માટે તૈયાર કરવા સારું ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવેલ છે.

યોજનાની વિગતો :  

  • આ યોજનાની ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે.
  • આ યોજનાનુ અમલીકરણ સર્વ શિક્ષા અભિયાનની કચેરી સર્વ શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર હસ્તક રહેશે.
  • ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
  • ઉમેદવાર રાજ્ય પરીક્ષા બોર્ડની ખેલ અભિરુચી કસોટી SET પાસ થયેલ હોવા જોઈશે અને આ અભિરુચિ કસોટીમાં મેળવેલ ગુણ આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
  • સેવા દરમ્યાન ઉચ્ચક માનદ વેતન રૂ. 21000 ચૂકવવામાં આવશે.
  • કરાર આધારિત ભરતી અન્વયે કરાર કરવાની સત્તા SMC શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે.
  • શાળામાં નિમણૂક પછી શાળા સમયમાં રમતની પ્રવૃતિઓ અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરવાની રહેશે.
  • 11 માસનો કરારનો સમયગાળો પૂરો (વેકેસન સિવાય ) થતાં આપોઆપ છૂટા થયેલા ગણાશે.પરંતુ કામગીરી સમીક્ષા પછી નવેસર થી કરવામાં આવી શકે છે.
  • સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના અંતર્ગત વર્ષ 2027-2028 સુધી જિલ્લા પંચાયત સંચાલિત 300 કરતાં વધુ સંખ્યા વાળી શાળાઓમાં ખેલ સહાયક યોજનાની ભરતી કરવામાં આવશે જો કે બીજા વર્ષે શાળાની સંખ્યા માં 10 ટકા સુધીનો ઘટાડો થશે તો પણ ખેલ સહાયકની નિમણૂક કરાશે.
  • સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજનાનો સમયગાળો પૂરો થતાં આ યોજના વિશે પુન: વિચારણા કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત :

ખેલ સહાયક યોજનામાં ભરતી માટેની લાયકાત : Cped /Dped /Bped /BA ઇન Yoga /Bsc Yoga/Bpe જેવી શૈશણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ખેલ સહાયક યોજનાની વધુ વિગતો માટે તમે સત્તાવાર જાહેરનામું અહીથી વાંચી શકશો.

સત્તાવાર વેબ સાઇટ પર જવા  અહી ક્લીક કરો
અરજી કરવા માટે અહી ક્લીક કરો

4 thoughts on “Khel Sahayak Bharti 2024: ખેલ સહાયક ભરતી માટે ઓન લાઈન અરજી પ્રક્રિયા શરૂ, આજે જ અરજી કરો”

Comments are closed.