આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । Ayushman Card Download In Gujarati । Download PMJAY Card

Ayushman Card Download- આયુષ્માન ભારત કાર્ડ યોજના 2011 ની વસ્તી ગણતરીમાં જે પરિવાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના હતા તેઓની યાદી આ યોજના માટે બનાવવામાં આવી છે યાદીમાં જે લોકોના નામ હશે તેઓને જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે Ayushman Card નો લાભ મળવા પાત્ર છે. આયુષ્માન કાર્ડ ધારકોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાર્ષિક 5 લાખ રૂપિયા ની મફત આરોગ્યની સારવાર આપવામાં આવે છે.

પ્રિય વાચક મિત્રો આયુષ્માન કાર્ડ યોજના માટે હજી સુધી આયુષ્માન ભારત કાર્ડ બનાવેલ નથી તો તમે નજીકની સરકારી હોસ્પિટલ કે સી એસ સી સેન્ટરમાં જાય જલ્દીથી કાર્ડ બનાવો જેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાંચ લાખ સુધીની મફત સારવાર મળી શકે.

Highlight of Ayushman Card Download

આર્ટિકલનું નામ   આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
વિભાગનુ નામ   નેશનલ હેલ્થ ઓથોરિટી (ભારત સરકાર)
યોજનાની શરુઆત    2018
લાભ કોને મળે   ફક્ત ભારતના નાગરિકોને
યોજનાનો લાભ 5 લાખ રૂપિયા સુધીનો વિમો
યોજનાનો ઉદ્દેશ્ય દેશના જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય વીમો પુરો પાડવો
ઓફિસિયલ વેબસાઈટ  pmjay.gov.in
હેલ્પલાઈન નંબર 14555/1800111565

Ayushman Card Download-જો આપે આ યોજનાનો અગાઉ કાર્ડ બનાવેલ છે અને તમારી જોડે કાર્ડ ઉપલબ્ધ નથી ખોવાઈ ગઈ છે ફાટી ગયું છે તો તમે આ યોજનાનું કાર્ડ ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો. આયુષ્માન કાર્ડ યોજના ની યાદીઓ તમારું નામ છે કે નહીં તે ચેક કરી લો જો હશે તો 24 આંકડાનો HHID નંબર જોવા મળશે તે નંબરથી પણ તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? (How to Download Ayushman Card)

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના જો તમે લાભ મેળવવો છો તમારું આયુષ્માન કાર્ડ બનાવેલ છે તો નીચે મુજબના સ્ટેપ અનુસરી તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના( આયુષ્માન કાર્ડ) કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ bis.pmjay.gov.in સર્ચ કરો.
  • Google સર્ચના પરિણામમાંથી https://bis.pmjay.gov.in/BIS/mobileverify ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • હવે વેબસાઈટ નું હોમપેજ ખુલશે તેમાં ઉપરની બાજુએ મેનુમાં Download Ayushman Card જોવા મળશે.

Ayushman Card Download

 

  • હવે Download Ayushman Card ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ નવી વિન્ડો ખુલશે તેમાંથી આધાર કાર્ડ સિલેક્ટ કરો.

Download Ayushman Card

  • આધાર કાર્ડ સિલેક્ટ કર્યા બાદ scheme મા PMJAY સિલેક્ટ કરો અને select State મા તમારું રાજ્ય પસંદ કરો. તથા તમારો આધાર નંબર નાખો. ત્યારબાદ નીચે ચેકબોક્સ માં સિલેક્ટ કરી Generate OTP પર ક્લિક કરો.

Download Ayushman Card

  • તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક કરેલા છે તે મોબાઈલ પર OTP આવશે તે OTP ને દાખલ કરી. Verify બટન પર ક્લિક કરો.

Download Ayushman Card

  • હવે તમને એક નવું વિન્ડો ખુલશે જ્યાં તમે અગાઉ તમારું આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલ છે તેની માહિતી જોવા મળશે અને તેની સામે Download ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી તમે તમારું આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • તમારું આયુષ્માન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તમે આ ફાઇલને કલર પ્રિન્ટ કરાવી શકો છો.

PMJAY SETU વેબસાઈટ પરથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • સૌપ્રથમ તમે google સર્ચમાં નેશનલ હેલ્થ ઓથોરિટીની ઓફિસિયલ વેબસાઈટ setu.pmjay.gov.in સર્ચ કરો.
  • સર્ચના પરિણામમાંથી ઓફિશિયલ વેબસાઈટ https://setu.pmjay.gov.in/setu/ પર ક્લિક કરો.
  • હવે તમને ઓફિશિયલ  વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે.

ayushman card download

  • જો તમે અગાઉ તમારું રજીસ્ટ્રેશન કરાવેલ નથી અથવા નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે આધાર બેજ કેવાયસી પર લોગીન કરવાનો રહેશે
  • Home page માં નીચેની બાજુએ Register Yourself & Search Beneficiary ઓપ્શન જોવા મળશે ત્યા Register પર ક્લિક કરો.

ayushman card download

  • Register As Self User માં તમારુ State, District Name, Mobile number, Email id, Name, Gender, DOB પસંદ કરો.

ayushman card download

  • Register કર્યા પછી Home page પર નીચે દો Your eKYC & wait for Approval પર Do Your KYC ક્લિક કરો.

ayushman card download

  • KYC થઈ ગયા બાદ તમે ફરી વેબસાઇટના Home Page ની નીચેની બાજુએ Download Your Ayushman Card ઓપ્શન જોવા મળશે ત્યા Download Card પર ક્લિક કરો.
  • હવે તમને એક બોક્સ જોવા મળશે તેમાં તમારો મોબાઈલ નંબર નાખો અને સાઇન ઇન પર ક્લિક કરો

ayushman card download

  • ત્યારબાદ verify બટન પર ક્લિક કરો.
  • હવે તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર OTP આવશે એ OTP દાખલ કરો.
  • હવે એક નવું પેજ ખુલશે જેમાં તમે તમારું રાજ્ય શહેર કે ગામડું પસંદ કરો જેમાં ચેક કરો તમારું નામ આયુષ્માન ભારત યોજનામાં છે કે નહીં.
  • હવે તમે Download Ayushman Card પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં બે ઓપ્શન આપેલા 1. Village/Town wise 2.HHID જો તમારી પાસે 24 આંકડા નો HHID નંબર છે તો HHID પસંદ કરો નહીંતર તમે Village/Town wise પસંદ કરો.
  • હવે તમે જે વિસ્તારમાં રહો છો તેનું ગામ અને શહેર પસંદ કરો વિગતો ભરાયા પછી એક લિસ્ટ ખુલશે જેમાં તમારું નામ સર્ચ કરો
  • તમે સર્ચ કરેલ હશે તેનું લીસ્ટ બતાવશે જેની સામે કાર્ડ સ્ટેટસમાં Complete લખેલું આવશે. હવે તમારે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે view ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમનું નું આયુષ્માન કાર્ડ બનાવેલ નથી તેઓના નામની સામે Card not made લખેલું આવશે.
  • ઓપ્શન પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારો રજીસ્ટ્રેશન કરે નંબર દાખલ કરો ત્યારબાદ તમારા મોબાઇલ પર ઓટીપી આવશે તે OTP ને સબમીટ કરો.
  • OTP દાખલ કર્યા બાદ તમને આયુષ્માન કાર્ડ Download નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી PDF ફોર્મેટમાં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

FAQs of Ayushman Bharat Yojana

1.આયુષ્માન ભારત યોજના ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans- આયુષ્માન ભારત યોજના ની ઓફિસિયલ વેબસાઈટ https://pmjay.gov.in/ છે.

2. આયુષ્માન ભારત યોજના ટોલ ફ્રી નંબર/ હેલ્પલાઇન નંબર શું છે?

Ans- આયુષ્માન ભારત યોજના ટોલ ફ્રી નંબર/ હેલ્પલાઇન નંબર 1455 અથવા  1800 111 565

3.આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે ?

Ans- આયુષ્માન ભારત યોજના માટે આવક મર્યાદા પર નહીં પરંતુ 2011 ની વસ્તી ગણતરીમાં જેના નામ છે તેઓને આ યોજનાઓ લાભ મળે છે.

4.પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજનામાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવુ?

Ans-લાભાર્થી પોતાના વિસ્તારની નજીકમાં આવેલ આયુષ્માન યોજના હેઠળ ચાલતી સરકારી હોસ્પિટલ અથવા CSC સેન્ટરમાં જઈ આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

5. આયુષ્માન કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

Ans- લાભાર્થી નું રેશનકાર્ડ, લાભાર્થીનું  આધારકાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો