આયુષ્માન ભારત યોજના | Ayushman Bharat Yojana

Ayushman Bharat Yojana- કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. જેને આરોગ્ય યોજના કે આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. Pradhan Mantri Jan Arogya Yojana જેને ટૂંકમાં PMJAY તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના થકી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર કેસલેસ પૂરી પાડવામાં આવશે.

આયુષ્માન ભારત યોજના | Pradhan Mantri Jan Arogya Yojana | Ayushman Bharat Yojana Hospital List | Ayushman Bharat  Yojana Helpline Number Ayushman Bharat Yojana 5 lakh Benefit | Ayushman Bharat Yojana in Gujarati | Ayushman card benefits in gujarati | Ayushman Bharat Yojana mahiti in gujarati

PMJAY ની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2018 ના રોજ કરવામાં આવી છે. દેશના આશરે 10 કરોડ પરિવારને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીવો મળશે. આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવો આયુષ્માન કાર્ડના શું ફાયદા છે આયુષ્માન કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જેવી વિવિધ માહિતી આર્ટીકલ ની અંદર જોઈશું.

આયુષ્માન ભારત યોજના શું છે ?

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અમલમાં બનાવવામાં આવી છે. આ યોજના થકી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સ્વાસ્થ્ય અને સુખાકારી સુધારવા માટે આ યોજના બનાવવામાં આવી છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારજનોને 5 લાખ સુધીનો આરોગ્ય વીમો દર વર્ષે આપવામાં આવે છે. નાગરિકો રાજ્યની હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો માંથી કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવશે. આ યોજના દ્વારા દર વર્ષે આશરે 50 કરોડ લોકોને 5 લાખનો  વીમો મળે છે.

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ

આ યોજના દ્વારા દેશના ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકો કે જેઓ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે સામાન્ય કે ગંભીર બીમારીના સમયે હોસ્પિટલ ના ખર્ચને પહોંચી વળતા નથી કેવા નાગરિકોને આયુષ્માન કાર્ડ હેઠળ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે છે આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કઢાવનાર નાગરિકોને દર વર્ષે કુટુંબદીઠ 5 લાખ રૂપિયા સુધીનું મફત સારવાર પૂરી પાડવામાં આવશે. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નાગરિકોએ પોતાના વિસ્તારની નજીકમાં આવેલ સરકારી હોસ્પિટલ અથવા csc સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ માટે અરજી કરવાની હોય છે. આ યોજના વર્ષ 2021 ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને દેશના જુદા જુદા પરિવારોને લાભ આપવામાં આવે છે.

Ayushman Bharat Yojana

Highlight of Ayushman Bharat Yojana Download

આર્ટિકલનું નામ   આયુષ્માન ભારત કાર્ડ
વિભાગનુ નામ   નેશનલ હેલ્થ ઓથોરિટી (ભારત સરકાર)
યોજનાની શરુઆત    2018
લાભ કોને મળે   ફક્ત ભારતના નાગરિકોને
યોજનાનો લાભ 5 લાખ રૂપિયા સુધીનો વિમો
યોજનાનો ઉદ્દેશ્ય દેશના જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય વીમો પુરો પાડવો
ઓફિસિયલ વેબસાઈટ  pmjay.gov.in
હેલ્પલાઈન નંબર 14555/1800111565

Ayushman card – PMJAY Card documents

આયુષ્માન કાર્ડ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કર્યા છે. જેની યાદી નીચે મુજબ છે.

 • લાભાર્થી નું રેશનકાર્ડ
 • લાભાર્થીનું  આધારકાર્ડ
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

આયુષ્માન કાર્ડ યોજનાની પાત્રતા

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ અને મધ્યમ પરિવાર લોકોનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2001 11 માં થયેલ વસ્તી ગણતરી ધ્યાનમાં રાખીને લાભાર્થીઓની યાદી નક્કી કરવામાં આવી છે દેશના શ્રમિકો દિવ્યાંગો બીપીએલ કાર્ડ ધારકો અને સુધી જાતિ અને સુધી જનજાતિ વિચરતી અને વિમુક્ત જાતિઓનો આ યોજનામાં સમાવેશ થાય છે આ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબના વ્યક્તિઓની સંખ્યા કે ઉંમરમાં કોઈપણ મર્યાદા રાખવામાં આવી નથી.

યોજનાનો લાભ કેવી રીતે મેળવો

આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો જ્યારે ગંભીર બીમારીને કારણે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે તે સમયે તેમનો આયુષ્માન કાર્ડ આધારકાર્ડ રેશનકાર્ડ બતાવવાનો રહેશે દરેક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ માટે આયુષ્માન મિત્ર નક્કી કરવામાં આવ્યા છે. જેઓની મદદથી તમને આ યોજનાનો લાભ સરળ રીતે મળશે. આયુષ્માન મિત્ર દર્દીને હોસ્પિટલમાં દાખલ થયા છે ડિસ્ચાર્જ સુધીની તમામ પ્રોસેસમાં મદદ કરશે.

આયુષ્માન કાર્ડના ફાયદા

 • આ યોજના હેઠળ આવરી લેતા નાગરિકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
 • આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો સરકારી તથા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં જઈ સારવાર લઈ શકશે.
 • 10 કરોડ પરિવારના 50 કરોડથી વધુ નાગરિકોને આ યોજના લાભ મળે છે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?  Ayushman Card Download 

Ayushman Bharat Yojana Hospital List

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશની  સરકારી અને આ યોજના હેઠળ જોડાયેલ ખાનગી હોસ્પિટલો મા દર્દીઓ લાભ મેળવી શકે છે આશરે 8000 જેટલી હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલ છે આ યોજનામાં કઈ કઈ હોસ્પિટલ જોડાયેલ છે તે ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

 • સૌ પ્રથમ Google Search માં pmjay.gov.in ઓફિસિયલ વેબ સાઈટ સર્ચ કરો.
 • તેમાંથી https://pmjay.gov.in/ પર ક્લિક કરો.
 • હવે હોમ પેજની ઉપરની બાજુએ Find Hospital ઓપ્શન પર ક્લિક કરો.
 • નવી વિન્ડો ઓપન થશે, તેમા State, District, Hospital Type, Specialty, Hospital Name, Empanelment Type ઓપ્શન પસંદ કરો અને તેમાં Captcha Code નાખી Search પર ક્લિક કરો.
 • હવે તમને હોસ્પિટલ ની યાદી જોવા મળશે.

સરકારી હોસ્પિટલ લીસ્ટ Click Here

પ્રાઈવેટ હોસ્પિટલ લીસ્ટ  Click Here

આયુષમાન કાર્ડ માટે તમારું નામ ચકાશો.    Click Here

Ayushman bharat yojana

કઈ કઈ બીમારીમાં સારવાર મળે?

Pradhan Mantri Ayushman card Yojana  હેઠળ કુલ ત્રણ 1350 પ્રકારની ગંભીર સર્જરી અને રોગોમાં સારવાર મળે છે બાયપાસ સર્જરી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, ડિલિવરી, ડાયાલિસિસ, સ્પાઇન ટ્યુમર, સિઝેરિયન, કેન્સર જેવી વિવિધ પ્રકારનો ઓપરેશન માટે આ યોજના હેઠળ લાભાર્થીને વિના બદલે સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચો:-

Ayushman Bharat Yojana Helpline Number

પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ વિશે વધુ માહિતી તેમજ માર્ગદર્શન માટે માટે તમે 1455 અથવા ટોલ ફ્રી નંબર 1800 111 565 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

FAQs of Ayushman Bharat Yojana

1.આયુષ્માન ભારત યોજના ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans- આયુષ્માન ભારત યોજના ની ઓફિસિયલ વેબસાઈટ https://pmjay.gov.in/ છે.

2. આયુષ્માન ભારત યોજના ટોલ ફ્રી નંબર/ હેલ્પલાઇન નંબર શું છે?

Ans- આયુષ્માન ભારત યોજના ટોલ ફ્રી નંબર/ હેલ્પલાઇન નંબર 1455 અથવા  1800 111 565

3.આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે ?

Ans- આયુષ્માન ભારત યોજના માટે આવક મર્યાદા પર નહીં પરંતુ 2011 ની વસ્તી ગણતરીમાં જેના નામ છે તેઓને આ યોજનાઓ લાભ મળે છે.

4.પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજનામાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવુ?

Ans-લાભાર્થી પોતાના વિસ્તારની નજીકમાં આવેલ આયુષ્માન યોજના હેઠળ ચાલતી સરકારી હોસ્પિટલ અથવા CSC સેન્ટરમાં જઈ આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

5. આયુષ્માન કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

Ans- લાભાર્થી નું રેશનકાર્ડ, લાભાર્થીનું  આધારકાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો  

6. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજનામાં હોસ્પિટલની યાદી માટે વેબ સાઇટ કઈ છે ?

ans-  https://hospitals.pmjay.gov.in/Search/empnlWorkFlow.htm?actionFlag=ViewRegisteredHosptlsNew