પ્રધાનમંત્રી આવાસ યોજના | Pradhan Mantri Awas Yojana In Gujarati

Pradhan Mantri Awas Yojana -પ્રધાનમંત્રી આવાસ યોજના એક કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં દેશના તમામ નાગરિકોને પોતાનું ઘર પ્રાપ્ત થાય તે માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગામડા અને શહેરી વિસ્તારમાં રહેતા ગરીબો કે જેઓને પોતાની છત/ ઘર નથી તેવા લોકોને મકાન બનાવવા સહાય કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2015 જૂન મહાસમા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી.

ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને વર્ષ 2016 માં પ્રધાનમંત્રી આવાસ યોજના કરી દેવામાં આવી છે. આ યોજનાનો લાભ દિલ્હી અને ચંદીગઢ સિવાયના સમગ્ર ભારતમાં મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધીમાં દેશના તમામ નાગરિકોને પોતાની છત મળી રહે તે અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે.

આજે પણ દેશમાં એવા ઘણા નાગરિકો છે જેઓ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાનું ઘર બનાવી શકતા નથી અને જૂના મકાનનું સમારકામ કરાવી શકતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ આવાસ યોજના વર્ષ 2015 માં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારના નાગરિકોને મકાનોના સમારકામ અને નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ નાણાકીય સહાય સમકક્ષ જમીન માટે ₹120000 અને પર્વતીય વિસ્તારો માટે ₹130000 છે. આ લેખ દ્વારા, તમને PMAY ગ્રામીણ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે?

પીએમ આવાસ યોજના બે તબક્કામાં વહેંચવામાં આવી છે એક શહેરી અને બીજો ગ્રામીણ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો કે જેઓને પોતાની છત ન હોય  અથવા કાચું મકાન હોય તેઓને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ યોજનામાં વ્યાજ સબસીડી રૂપે આપવામાં આવે છે. તથા લોન ચૂકવવા માટે 20 વર્ષ સુધી સુવિધા આપવામાં આવે છે.

ક્રેડિટ લિંક સબસીડી સ્કીમ યોજના હેઠળ નવા મકાનના બાંધકામ મકાનની ખરીદી માટે હોમ લોન પર વ્યાજ ની સબસીડી પૂરી પાડવામાં આવે છે. દેશના બે કરોડથી વધુ ગરીબ લોકો કે જેઓને પોતાની છત કે કાચા મકાન છે. તેઓને પાકાં મકાન બનાવવાનું લક્ષ નક્કી કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના નો સૌથી લાભ લીધો છે. તેમજ તેઓએ ટૂંક જ સમયમાં પોતાના મકાનો બનાવ્યા છે. જેમાં દેશના છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન, ઓરિસ્સા , ઉત્તર પ્રદેશ ,મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ ના ગ્રામીણ વિસ્તારના લોકોએ સૌથી વધુ લાભ મેળવેલ છે.

Overview of Pradhan Mantri Awas Yojana

આર્ટિકલનુ નામ પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana)
યોજનાની શરૂઆત કોના દ્વારા માન. વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વાર શરુ કરવામાં આવી છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ  25/06/2015
લાભ કોને મળે ભારતીય નાગરિકોને
યોજનાનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને પાકુ ઘર પુરૂ પાડવા આર્થિક સહાય
ઓફિસિયલ વેબસાઇટ pmaymis.gov.in
હેલ્પલાઈન નંબર 1800116446

Pradhan Mantri Awas Yojana Documents List

  • અરજદારનો ઓળખનો પુરાવો (પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • બેન્ક એકાઉન્ટ નંબર
  • આવકનો દાખલો
  • અરજદાર નું પૂરું સરનામું
  • સંપત્તિના દસ્તાવેજ બિલ્ડર સોસાયટીની એનઓસી વેચાણનો ખર્ચ વેચાણ કરાર ફાળવણી નો પત્ર વગેરે

પ્રધાનમંત્રી આવાસ યોજના યોગ્યતા માપદંડ

  • અરજદારની વાર્ષિક આવક 18 લાખ થી વધુ ન હોવી જોઈએ. અરજદારે પોતાના જીવન સાથેની આવક પણ વાર્ષિક આવકમાં સમાવેશ કરવાનો રહેશે.
  • અરજદાર કે કુટુંબના બીજા કોઈ પણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન હોવું જોઈએ નહીં.
  • જો લાભાર્થી એ પહેલાથી જ મકાન બાંધેલ છે તો આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી.
  • જો અરજદાર પરણીત છે તો સંયુક્ત માલિકી કે પોતાના કે પત્નીના એમ બંને એક સાથે હોમ લોન પર સબસીડી મેળવી શકે છે.
  • અરજદાર સિનિયર સિટીઝન  માટે ગ્રાઉન્ડ ફ્લોર આવાસની પ્રાધાન્ય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે?

  • શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર કે જેઓની પોતાની પાકું મકાન નથી કે ઝુપડપટ્ટીમાં વસતા હોય જેઓને અપૂરતી માળખાગત સુવિધાઓ હોય તેવા લોકો.
  • અરજદારના પરિવારમાં પતિ પત્ની અપરિણીત  પુત્રી -પુત્રોનો સમાવેશ કરવામાં આવે છે.
  • આ યોજના મા ઘરની સહ માલિકી મહિલા પાસે હોવી જોઈએ.
  • EWS ના અરજદાર ની વાર્ષિક આવક 3 લાખ છે. LIG ના અરજદાર ની વાર્ષિક આવક 3 થી 6 લાખ છે. MIG-1ના અરજદાર ની વાર્ષિક આવક 6 લાખ  થી 12 લાખ સુધીની આવક ના અરજદાર ની વાર્ષિક આવક 12 લાખથી 18 લાખની હોવી જોઈએ.
  • અરજદારે પોતાની આવક પુરાવા તરીકે સોગંદનામુ રજૂ કરવાનું રહેશે.
  • નોકરી કરનાર વ્યક્તિને અલગ પરિવાર તરીકે ગણવામાં આવશે લગ્ન કર્યા હોય કે ન કર્યા હોય.
  • MIG 1 હેઠળ આવતા લાભાર્થીઓને 4 %ની સબસીડી મળી શકે છે.
  • MIG 2 હેઠળ આવતા લાભાર્થીઓને 4 %ની સબસીડી મળી શકે છે.
  • જે લાભાર્થી પ્રથમ કેટેગરીમાં આવતા હોય તેઓને કાર્પેટ એરિયા 120 ચોરસ મીટર હતો જે હવે સરકારે વધારીને 160 ચોરસ મીટર કરી દીધેલ છે.
  • જે લાભાર્થી બીજી  કેટેગરીમાં આવતા હોય તેઓને કાર્પેટ એરિયા 150 ચોરસ મીટર હતો જે હવે સરકારે વધારીને 200 ચોરસ મીટર કરી દીધેલ છે.

How to Online Application for Pradhan Mantri Awas Yojana Urban

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રક્રિયા કરવી.

  • સૌપ્રથમ google search પ્રધાનમંત્રી આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ pmaymis.gov.in સર્ચ કરવી.

Pradhan Mantri Awas yojana

  • ત્યારબાદ Home Page ખોલ્યા પછી તેમાં સીટીઝન એસેસમેન્ટ Citizen assessment પર જવું.
  •  હવે Situ slum redevelopment પર ક્લિક કરો સાથે જ નવું  Page ખુલે છે નવા પેજમાં અરજદારે પોતાનું આધાર નંબર તથા પૂરું નામ ભરવાનું રહેશે ત્યારબાદ check પર ક્લિક કરો.
  • ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માગ્યા મુજબની માહિતી અરજદારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Save પર ક્લિક કરો.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે તમે તમારી નજીકની બેંકમાં જઈ અરજી કરી શકો છો.

PM Awas Yojana  માં ઓનલાઈન અરજી સ્ટેટસ ચેક કેવી રીતે કરવું ?

  • સૌપ્રથમ google search પ્રધાનમંત્રી આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ pmaymis.gov.in સર્ચ કરવી.
  • ત્યારબાદ Home Page ખોલ્યા પછી તેમાં સીટીઝન એસેસમેન્ટ Citizen assessment પર જવું.
  • Track Your Assessment પર ક્લિક કરો.
  • હવે તમને બે ઓપ્શન જોવા મળશે 1.By Name Father’s, Father Name & mobile No  2.By Assessment ID
  • જો તમે  By Assessment ID પસંદ કરો છો તો તમારે મોબાઈલ નંબર અને By Assessment ID   નાખી સબમિટ બટન પર ક્લિક  કરવાનું રહેશે.
  • By Name  સ્ટેટસ ચેક કરો ત્યારે તમારા પિતાનું નામ જિલ્લાના રાજ્યનું નામ ભરી બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે કરેલ ઓનલાઇન અરજી નું સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે.

અરજી ફોર્મ ભરતી વખતે, અરજદાર માટે તે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે જે વેબસાઇટ પર અરજી કરી રહ્યો છે તે સત્તાવાર વેબસાઇટ છે કે નહીં. ઘણી વખત ઇન્ટરનેટ પર ઘણી નકલી વેબસાઇટ્સ પણ હોય છે. તમારી સાથે છેતરપિંડી શકે છે. આ વેબસાઇટ્સ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવે છે. અરજી પત્રક ભરતી વખતે, તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે વેબસાઇટ વિશ્વસનીય છે કે નહી.

ડોક્યુમેન્ટ/ દસ્તાવેજ અપલોડ કરો

અરજી ફોર્મમાં પૂછવામાં આવેલા તમામ દસ્તાવેજો અપલોડ કરવા તમારા માટે ફરજિયાત છે. મોટાભાગના એપ્લિકેશન ફોર્મમાં, તમારે ફોટો અને સહી અપલોડ કરવી પડશે. દસ્તાવેજ અપલોડ કરતી વખતે તમારે દસ્તાવેજ અપલોડ કરવાની માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. કેટલીકવાર દસ્તાવેજ અપલોડ કરવા માટે ફાઇલનું કદ અને ફાઇલ પ્રકાર પહેલેથી જ ઉલ્લેખિત હોય છે. તમારે યોગ્ય ફાઇલ પ્રકાર અને ફાઇલનું કદ અપલોડ કરવું આવશ્યક છે. જો તમે યોગ્ય ફાઇલ પ્રકાર અને ફાઇલનું કદ અપલોડ કરશો તો તમારી અરજી સ્વીકારવામાં આવશે

Pradhan Mantri Gramin Awas Yojana: Helpline Number

આ લેખમાં, અમે તમને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમે હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને તમારી સમસ્યા હલ કરી શકો છો અથવા તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવવા માટે ઈ-મેલ પણ લખી શકો છો. ટોલ ફ્રી નંબર અને ઈમેલ આઈડી નીચે મુજબ છે.

Pradhan Mantri Urban Awas Yojana: Helpline Number

  • 011-23060484, 011- 23063620
  • Email Id- grievance-pmay[at]gov[dot]in
આ પણ વાંચો:-

અરજીપત્રકમાં કોઈ ભૂલ ન કરો

 અરજી ફોર્મ ભરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું ભૂલ ન હોવું જોઈએ. જો તમે કોઈ ભૂલ કરી હોય તો તમારે તેને તરત જ સુધારવી પડશે. જો તમે ભૂલ સુધાર્યા વિના ફોર્મ સબમિટ કરશો તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. આવા ઘણા ફોર્મ છે જેમાં અરજી ફોર્મ ભર્યા પછી સુધારણા કરી શકાય છે. પરંતુ એવા ઘણા ફોર્મ છે જેમાં એકવાર અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા અરજી ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલને અવકાશ ન રહે.

FAQ’S

1.પ્રધાનમંત્રી આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

Ans- પ્રધાનમંત્રી આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmaymis.gov.in/  છે.

2.PM Awas Yojana નો લાભ કોને મળવા પાત્ર છે?

Ans-આ યોજનાનો લાભ દેશના નાગરિકો કે જેમની પાસે પોતાનું મકાન નથી અથવા તેમની પાસે કાચું મકાન છે તેઓને આ યોજનાનો લાભ મળવા પણ કરે છે.

3.પીએમ આવાસ યોજનામાં લાભાર્થીને કેટલી સબસીડી મળે છે?

Ans-આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક 12 લાખ રૂપિયા આવક ધરાવતા લાભાર્થીને નવ લાખ રૂપિયા સુધીની લોન પર 4% વ્યાજ સબસીડી મળશે. જે અરજદાની વાર્ષિક આવક 18 લાખ છે તેઓને ₹12, 00,000 સુધીની લોન 3% વ્યાજની સબસીડી મળશે.

4. Pradhanmantri Awas Yoajana ક્યારે શરૂ કરવામાં આવી હતી?

Ans- આ યોજના જૂન 2015 માં શરૂ કરવામાં આવી હતી.

5.પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે?

Ans- Helpline Number- 1800116446