Coaching Help Scheme For JEE GUJCET & NEET Exams – Bin Anamat Yojana

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી છે. આ નિગમ ગુજરાતના બિન અનામત વર્ગોનું વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરે છે બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરે છે. અને આ યોજનાઓ થતી બિન અનામત વર્ગ ના લોકોને સહાય પૂરી પાડવામાં આવે છે. બિન અનામત આયોગ દ્વારા  કોચિંગ સહાય (ટ્યુશન સહાય), શૈક્ષણિક અભ્યાસ યોજના, ભોજન બીલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE, GUJCET, NEET ની પરિક્ષા માટે કોચિંગ સહાય જેવી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

Coaching Help Scheme For JEE GUJCET & NEET Exams Online Application| Coaching Help Scheme For JEE GUJCET & NEET Exams Documents | JEE GUJCET & NEET Exams eligibility | જી ગુજકેટ નીટ પરીક્ષા સહાય યોજના । જી ગુજકેટ નીટ પરીક્ષા સહાય યોજના  ડોક્યુમેન્ટસ । જી ગુજકેટ નીટ પરીક્ષા સહાય યોજનાનો લાભ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ.

JEE GUJCET & NEET Exams Coaching sahay યોજનાનો હેતુ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેવો ભણવામાં હોશિયાર છે. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે JEE, GUJCET, NEET ની પરિક્ષા માટે કોચિંગ કરી શકે તેમ ન હોય. ત્યારે ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા આવા વિદ્યાર્થીઓને કોચિંગ કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે. જે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Highlights of JEE, GUJCET, NEET Coaching Sahay Yojana

યોજનાનું નામ JEE, GUJCET, NEET કોચીંગ સહાય
ભાષા ગુજરાતી અને English
સહાયની રકમ 20,000/- રૂપિયા
લાભાર્થી ગુજરાત રાજ્યના આર્થિક રીત પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ
આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક 4,50,000/-રૂપિયાથી વધુ ન હોવી જોઈએ
Official Website https://gueedc.gujarat.gov.in/
Apply Online Click Here

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજનાની પાત્રતા માપદંડો

Bin Anamat Ayog દ્વારા રાજ્યના બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મેળવાવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે માપદંડોની યાદી નીચે મુજબ છે.

  • સહાય મેળવવા માટે ધો૨ણ-૧૦ મા ૭૦ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇશે.
  • ધોરણ -૧૨ માં અભ્યાસ કરતા લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે.
  • આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬ લાખ કે તેથી ઓછી.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.
  • સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગર તો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
  • સંસ્થા ન્યુનત૨મ ૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
  • તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઇડ ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.જેમ કે, ૨૦ તાલીમાર્થી સુધી ૨(બે),૨૧ થી ૫૦ તાલીમાર્થી સુધી૩(ત્રણ), ૫૧ થી ૭૦ તાલીમાર્થી સુધી ૪(ચાર), ૭૧ થી ૧૦૦ તાલીમાર્થી સુધી ૫(પાંચ) ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.

JEE, GUJCET, NEET Coaching Sahay Yojana Documents 

રાજ્યના બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભ મેળવવા માટે આયોગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે.જે ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
  • ધોરણ-૧૧ ની માર્કશીટની નકલ
  • શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
  • કોચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા સંચાલિત છે. તો તેનો રજીસ્ટ્રેશન નંબર તેમજ સંસ્થાનાં ૩ વર્ષના અનુભવનો પુરાવો
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજના મળવાપાત્ર લાભ

Bin Anamat Ayog દ્વારા રાજ્યના બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ(GUJCET), નીટ(NEET),ની તૈયારી ના કોચિંગ માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થીને રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય આપવામાં આવશે

How to Apply Coaching Help Scheme For JEE GUJCET & NEET Exams ?  Full Guideline (

JEE, GUJCET & NEET Exams Coaching sahay યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?)

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

  • સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
  • તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 5 નંબર પર Coaching Help Scheme for JEE-GUJCET-NEET Exams પર ક્લિક કરો.

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજના

  • હવે Coaching Help Scheme for JEE-GUJCET-NEET Exams યોજનાની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજના

  • હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજના

  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે Coaching Help Scheme for JEE-GUJCET-NEET Exams ની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.

JEE, GUJCET, NEET કોચીંગ સહાય યોજના

  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભયાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિચરતિ જાતિ) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

ખાસ નોંધ– ઓનલાઈન અરજી કર્યા બાદ જો હાર્ડ કોપી મોલલવામાાં ના આવે તો અરજી ગ્રાહ્ય રાખવામાાં આવશે નહી

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
 
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર
આ પણ વાંંચો:- 

ડૉ.આંબેડકર આવાસ યોજના -1,20,000/- રૂપિયાની સહાય

કુંંવરબાઈનું મામેરું યોજના- 12,000/- રૂપિયાની સહાય

ભોજન બિલ સહાય યોજના- 15000/- રૂપિયાની સહાય

ખેડૂત અકસ્માત વીમા યોજના  

ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ Bill Online Check

વૃદ્ધ સહાય યોજના

વિદેશ અભ્યાસ લોન

પીએમ કિસાન યોજના

સંકટમોચન યોજના 20,000/- રૂપિયાની સહાય

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના

 

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે
     Phone Number: 079-23258688, 079-23258684
 

FAQ’S of JEE GUJCET & NEET Exams Coaching sahay

1. JEE, GUJCET, NEET ની પરિક્ષા માટે કોચિંગ સહાય કોણા દ્વારા આપવામાં આવે છે?
Ans- આ સહાય ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવે છે.

2. JEE, GUJCET, NEET કોચિંગ સહાય યોજના  કેટલા રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે?
Ans- JEE, GUJCET, NEET કોચિંગ સહાય યોજના વિદ્યાર્થીને 20,000/- રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે.

3. જી. ગુજકેટ,નીટ કોચિંગ સહાય મેળવવા માટે કુટુંબની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
Ans- વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4,50,000/- લાખથી ઓછી હોવી જોઈએ.

4. કોચીંગ સહાયમાં ધો-10 માાં વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જરૂરી છે?
જવાબ :- ૭૦ ટકા કેતેથી વધુ

5. JEE, GUJCET, NEET કોચિંગ સહાય યોજના લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યા કરવી?
Ans-આ યોજનાનો લાભ મેળવવા માટે બિન અનામત આયોગની ઓફિસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.