Dr. Ambedkar Awas Yojana- ગુજરાત સરકાર દ્વારા લોકો ને આર્થિક મદદ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.રાજ્યના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા લોકો માટે સમયની સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પંડિત દિનદય ઉપાધ્યાય આવાસ યોજના કુંવરબાઈનુ મામેરુ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.
માણસની જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન પ્રાથમિક જરૂરિયાતો છે. આજે દેશમાં ઘણા વ્યક્તિઓ ઘરવિહોણા છે કે જેઓ પોતાનું ઘર બનાવવાની એક સપનું હોય છે પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી કે બેંકમાંથી લોન મેળવી ઘર બનાવી શકતા નથી તેઓને પોતાનું ઘર બનાવવું એક સ્વપ્ન રહી જાય છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના | ડૉ.આંબેડકર આવાસ યોજના ફોર્મ । Dr. Ambedkar Awas Yojana Online Application । Dr. Ambedkar Awas Yojana Online Form | Dr. Ambedkar Awas Yojana Documents List | Dr. Ambedkar Awas Yojana Eligibility | Dr. Ambedkar Awas Yojana Benefits
આ આર્ટીકલની અંદર ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.આ યોજના નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા અમલી બનાવવામાં આવી છે. આ યોજનામાં અનુસૂચિત જાતિ ના નાગરિકોને પોતાનું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?અરજી કેવી રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી જોઈશું.
Dr. Ambedkar Awas Yojana નો મુખ્ય હેતુ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.
Overview of Dr. Ambedkar Awas Yojana
યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
લાભ કોણે મળે | ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિ (એસ.સી) જ્ઞાતિના નાગરિકો |
કેટલી સહાય મળે ? | 1,20,000/- કુલ 3 હપ્તામાં ચુકવાવામાં આવે છે |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
Apply Online | click Here |
ડૉ. આંબેડકર આવાસ યોજના નિયમો અને શરતો
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
Read More:- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર લાભ
આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નીચે મુજબના લાભ આપવામાં આવે છે.
- આ યોજના કુલ ત્રણ હપ્તામાં કુલ ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે.
- લાભાર્થીને પ્રથમ હપ્તા પેટે 40,00/- રૂપિયાની સહાય આપવામાં આવે છે. (વહીવટી મંજૂરીના હુકમ સાથે)
- બીજા હપ્તા પેટે ₹60,000 ની સહાય આપવામાં આવે છે. (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ)
- ત્રીજા 20,00/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી)
- આ સિવાય લાભાર્થી જો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ગેરંટી એક્ટ નરેગા નો પણ લાભ મેળવી શકે છે.
- લાભાર્થી આવાસ ના બાંધકામ માટે મનરેગા હેઠળ કુલ ૯૦ દિવસની રોજગારી મેળવી શકે છે. જેમાં અંદાજિત કુલ 17900/- ની સહાય મળે છે જે લાભાર્થી પોતાની તાલુકા પંચાયતની નરેગા શાખા તરફથી મેળવી શકશે.
- લાભાર્થી આંબેડકર આવાસની સાથે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ જો શૌચાલય બનાવે છે.તો તેને કુલ 12,000/- રૂપિયાની સહાય મેળવી શકશે.
- જો લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર ના હોય તો તેઓ તાલુકા પંચાયત અને જો શહેરી વિસ્તારના હોય તો તેઓ નગરપાલિકા કે મહાનગરપાલિકામાંથી શૌચાલય યોજનાનો લાભ મેળવી શકશે.
Dr. Ambedkar Awas Yojana Documents List
આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટસ નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declaration)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
Read More:- વ્હાલી દીકરી યોજના 2023 1,10,000/- રૂપિયા સહાય
Read More:- કોચિંગ સહાય યોજના
How to Apply Online Ambedkar Awas Yojana
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ટેપ્સ અનુસરો.
- સૌ પ્રથમ Google Search e Samaj kalyan poratl ટાઈપ કરી સર્ચ કરો.
- હવે ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો.
- ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર ઉપરની બાજુએ “Director Scheduled Caste Welfare” પર ક્લિક કરો.
- કિલક કરતાની સાથે એક નવું પેજ ખુલસે તેમાંથી નંબર-5 પર ”ડૉ. આંબેડકર આવાસ યોજના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરો.
- હવે તમે તમારું નામ, જન્મતારીખ,જાતિ, આધારકાર્ડ નંબર, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખી Register પર ક્લિક કરો.
- Register કર્યા બાદ Citizen Login પર ક્લિક કરી User તથા Id Password નાખી Login પર ક્લિક કરો.
- હવે ડૉ. આંબેડકર આવાસ યોજના માટે Online Apply પર ક્લિક કરો.
- ફોર્મમાં દાર્શાવેલ તમામ વિગતે યોગ્ય રીતે ભરો.
- ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ Save પર ક્લિક્ક કરો.
- હવે Confirm પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીલો.
- અરજદારે અરજીની પ્રિન્ટ તથા તમામ ડોક્યુમેન્ટ જે તે જિલ્લાની કચેરી ખાતે જમા કરવાને રહેશે.
FAQ’S Dr. Ambedkar Awas Yojana
1.ડૉ. આંબેડકર આવાસ યોજના કયા વિભાગ હેઠળ આવે છે ?
Ans- આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવે છે.
2.ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક મર્યાદા કેટલી હોવી જોઈએ?
Ans- આ યોજનાનો લાભ મેળવવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.1,20,000/- અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.1,50,000/- થી વધુ ન હોવી જોઇએ.
3. Dr. Ambedkar Awas Yojana માં કેટલા રૂપિયા લાભ મળવા છે?
Ans- આ યોજનામાં લાભાર્થીને ₹1,20,000 કુલ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે.
4.ડૉ. આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ ?
ANS-ડૉ. આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
5. ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?
ans-ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ અનુસુચિત જાતિના હોવા જોઈએ.