કુંંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana 2023

Kuvarbai Nu Mameru Yojana 2023-રાજ્ય સરકારના Social Justice & Empowerment Department (SJED) વિભાગ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ વિભાગ દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, માનવ ગરિમા યોજના, સાત ફેરા સમૂહ લગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ આર્ટીકલમાં કુંવરબાઈનુ મામેરુ યોજના વિશે વિગતવાર માહિતી જોઈશું.

કુંવરબાઈનુ મામેરુ યોજના SC, OBC, EWS (આર્થિક રીતે પછાત) વર્ગની દીકરીઓને લગ્ન બાદ આ યોજનાનો લાભ મળે છે. Kuvarbai nu Mameru Yojana માં રૂપિયા 12,000/- સહાયની રકમ DBT (Direct Bank Transfer) હેઠળ જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ કોણે મળે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કેવી રીતે કરવી? કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી? જેવી વિગતવાર માહિતી મેળવીશું

કુંવરબાઈનું મામેરુ યોજના મુખ્ય હેતુ

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ , અનુસુચિત જાતિ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓના લગ્ન સમયે આર્થિક મદદ કરવી એ આ યોજનાનો હેતુ છે. આ યોજનામાં અગાઉ દિકરીઓને લગ્ન બાદ રૂપિયા 10,000/- ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી તે 1/04/2021 થી વધારીને રૂપિયા 12,000/- કરવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરુ યોજના 2023

યોજનાનું નામ કુંવરબાઇનું મામેરું યોજના 2023 ( Kuvarbai nu Mameru Yojana Gujarat 2023 )
ભાષા ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ ગુજરાતની મધ્ય અને ગરીબ દિકરીઓ ને લગ્ન બાદ આર્થિક સહાય મળી રહે
લાભ કોણે મળે? ફક્ત ગુજરાત રાજ્યની દિકરીઓને
સહાયની રકમ ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ તારીખ: 01/04/2021 પછી લગ્ન કરનાર દિકરીઓને 12,000 રૂપિયાની સહાય
અધિકૃત વેબસાઈડ https://esamajkalyan.gujarat.gov.in/
Online Apply Click Here

 

કુંવરબાઈનું મામેરુ યોજના 2023 ની પાત્રતા (Kuvarbai nu Mameru Yojana 2023 Eligibility)

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના ચલવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની કેટલીક પાત્રતા નાક્કી કરવામાં આવી છે,જે નીચે મુજબ છે.

 • લાભાર્થી મુળ ગુજરાતના વતની હોવા જોઇએ.
 • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ , અનુસુચિત જાતિ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીને મળવા પાત્ર છે.
 • લગ્ન સમયે યુવકની ઉંમર 21 વર્ષ અને કન્યાની ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઇએ.
 • આ યોજનાનો લાભ પરિવારની ફક્ત ર (બે) પુખ્તવયની કન્યાના લગ્ન અમયે લાભ મળશે.
 • આ યોજનાનો લાભ પુન:લગ્નના કિસ્સામાં મળશે નહી.
 • કન્યાના લગ્નના 2 વર્ષમાં અરજી કરવાની રેહશે.
 • Kuvarbai nu mameru yojana નો લાભ સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્રમમાં મળવા પાત્ર છે.
 • કોઇ પણ સમાજ દ્રારા આયોજિત સમૂહલગ્નમાં ભાગ લેનાર દિકરીને  કુંવરબાઇનું મામેરુ  તથા  સાત ફેરા સમૂહલગ્ન યોજનાની પાત્રતા ધરાવતા હશે તો આ બન્ને યોજનાનો લાભ મળવવા માત્ર રહશે.
 • Kuvarbai Nu Mameru Yojana Online Application લગ્ન બાદ 2 વર્ષમાં કરવાની રેહશે. ત્યાર બાદ અરજી માન્ય રખાશે નહી.

કુંવરબાઈનું મામેરુ યોજના આવક મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે એક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે નીચે મુજબ છે.

 • ગ્રામ્ય વિસ્તારના તથા શહેરી વિસ્તારના લાભાર્થીની વાર્ષિક આવક  રૂપિયા 6 લાખ સુધીની કરવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરુ યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

Kuvarbai nu Mameru Yojana નો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેમજ તેના માટે વિભાગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

 • કન્યાનું LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate)
 • કન્યાનું આધારકાર્ડ
 • કન્યાનું ચૂંટણીકાર્ડ
 • કન્યાના પિતાનું આધારકાર્ડ
 • કન્યાનો જાતિ અંગેનો દાખલો
 • કન્યાના પિતા કે વાલીનો આવકનો દાખલો
 • કન્યાનો રહેઠાણનો પુરાવો- રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સસ, લાઈટબીલ, ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક પુરવો)
 • કન્યા અને વરનો સંયુક્ત ફોટો
 • કન્યાની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (જેમાં કન્યાના નામની પાછળ પિતા કે વાલીનું નામ હોય)
 • વરની જન્મતારીખનો આધાર (જેમાં જન્મનો દાખલો, L.C, જો અભણ હોય તો સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 • વર કન્યાના લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
 • કન્યાના પિતા કે વાલીનું એકરારનામું તથા બાહેધરીપત્ર. નોંધ- કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરુ યોજના 2023 કેટલી સહાય મળવાપાત્ર છે?

ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારની દિકરીના લગ્ન બાદ વિભાગ દ્વારા આર્થિક સહાય રૂપે  કન્યાના બેંક ખાતામાં DBT(Direct Benefit Transfer) થી 12,000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સુધારેલ પરિપત્ર મુજબ તા: 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ 12,000/- રૂપિયાની સહાય મળશે. તા: 01/04/2021 પહેલા લગ્ન કરનાર કન્યાને 10,000/- મળતા હતા.

Kuvarbai Nu Mameru Yojana form PDF

સામાજિક ન્યાય અને અધિકારીતા ગાંધીનગર વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના અરજી ફોર્મ વિભાગ દ્વારા બહારપાડવામાં આવેલ છે. જેમાં SEBC અને EBC ( અન્ય પછાત વર્ગ) માટે તેમજ SC વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. 

 • Kuvarbai Nu Mameru Yojana Form PDF (OBC& EBC)  Download
 • Kuvarbai Nu Mameru Yojana Form PDF (SC) Download

Kuvarbai nu Mameru Yojana Online Apply ( કુંવરબાઈનું મામેરુ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે આ વિભાગના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્યુટર માં Google Search માં  e samaj kalyan લખી સર્ચ કરો.
 • સર્ચના રીઝલ્ટમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ક્લિક કરવાનું રહેશે.
 • જો તમે આ પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કરવેલ નથી તો New user? Please Register Here પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

kuvarbai nu mameru yojana

 • તમારું રજીસ્ટ્રેશન કર્યા બાદ વેબસાઇટ્ના હોમ પેજ પર Citizen Login ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. તેમાં અરજદારે Personal Page ઓપન કરવાનું રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરતી વખતી પોતાની જ્ઞાતિ દર્શાવેલ હશે તે મુજબની યોજનાઓ જોવા મળશે.
 • હવે તમને જોવા મળતી યોજનાઓ માંથી Kuvarbai Nu mameru Yojana પર ક્લિક કરો.
 • કુંવરબાઇનું મામેરુ યોજના નું ફોર્મ ઓપન થશે. ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. ત્યાર બાદ તમારી અરજી Submit બટન પર ક્લિક કરો.
 • ફોર્મ ભર્યા બાદ માગ્યા મુજબના Upload document (ડોક્યુમેન્ટસ અપલોડ) કરવાના રહેશે. (અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.)
 • હવે Confirm Application  પર ક્લિક કરવાનું રહેશે.
 • અરજી Confirm કર્યા બાદ અરજી ની પ્રિન્ટ મેળવી લેવી. 
 • OBC અને EBC જાતિ માટે કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf – Click Here
 • SC જાતિની કન્યાઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF – Click Here

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

1. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે?

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારની દિકરીના લગ્ન પ્રસંગે મળવાપાત્ર છે.

2. કુંવરબાઈનું મામેરૂ યોજનામાં આવક મર્યાદા કેટલી છે?

કુંવરબાઈનું મામેરૂ યોજનામાં ગ્રામ્ય વિસ્તારના તથા શહેરી વિસ્તારના લાભાર્થીની આવક મર્યાદા 6,00,000/- રૂપિયા છે.

3. કુંવરબાઈનું મામેરૂ યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

કુંવરબાઈનું મામેરૂ યોજનામાં રૂપિયા 12,000/- રૂપિયાની સહાય મળશે

4. કુંવરબાઈનું મામેરૂ યોજનાની અરજી ક્યાં કરવી?

કુંવરબાઈનું મામેરૂ યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓન લાઈન કરવાની રહેશે.