GSSSB Bharti 2024 I ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ગુજરાતના લાખો ઉમેદવારો માટે આનંદના સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ વર્ષના અંત સુધીમાં 9554 જેટલી બંપર ભરતી કરવાની તૈયારી પૂર્ણતાના આરે
વિધાન સભામાં એક પ્રશ્નના જવાબમાં સામાન્ય વહીવટનો સંભાળતા મુખ્યમંત્રી વતી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ગ: 3 ની 9554 જેટલી મોટી સંખ્યાની જગ્યાઓ ભરવા માટેના આયોજનને સરકારે આખરી ઓપ આપી દીધો હોવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા આ તમામ જગ્યાઓની ભરતી આ વર્ષના અંતપૂર્ણ કરવામાં આવશે આ પૈકીની જુદા જુદા સંવર્ગની 5554 જગ્યાઓની ભરતી માટે જાહેરાત આપવામાં આવી ગઈ છે. જ્યારે બાકીની 4000 જગ્યાઓની 2024 હવે પછી જાહેરાત આપી ભરતી વર્ષ 2024 ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવતી પરીક્ષા અંગેની જાહેરાત ગુજરાત ઓન લાઈન જોબ એપ્લીકેશન સીસ્ટમ અંતર્ગત એટલેકે Ojas પોર્ટલ ઉપર ઓનલાઈન સબમિટ કરવાની હોય છે. તેમજ યોજવામાં આવતી પરીક્ષાઓ ગેરરીટીના નવા કાયદાના લીધે ખૂબ પારદર્શક રીતે લેવામાં આવે છે.
સરકારે અગાઉ જાહેર કરેલ પરીક્ષા અંગેની સૂચનાઓ મુજબ ઓન લાઈન કોમ્પ્યુટર આધારીત રીતે એટલે કે CBRT પધ્ધતિની MCQ પ્રશ્નો આધારીત લેવામાં પણ આવે છે. જાહેરાત સાથે ગૌણસેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Services ) ઉમેદવારોને અરજી કરવા સબંધી અને પરીક્ષા સબંધી માહિતી પણ આપે છે.
GSSSB Bharti 2024 માં આવનાર નવી જાહેરાતો :
ગુજરાત ગૌ સેવા પસંદગી સમિતિ દ્વારા થનાર ભરતી વર્ષ : 2023-2024
વિભાગનું નામ | કેડરનું નામ | સંખ્યા |
વિવિધ કચેરીઓ | જુનિયર કારકુન | 1869 |
વિવિધ કચેરીઓ | સિનિયર કારકુન | 812 |
મહેસૂળ વિભાગ | સર્વેયર | 817 |
નર્મદા જળ સંપતિ વિભાગ | વર્ક આસીસ્ટંટ | 400 |
આરોગ્ય | કિમેલ હેલ્થ વર્કર | 180 |
નશાબંધી અને આબકારી | કોન્સટેબલ | 157 |
વિવિધ કચેરીઓ | હેડ ક્લાર્ક | 149 |
આરોગ્ય | એક્સ રે આસીસ્ટંટ | 141 |
આરોગ્ય | સ્ટાફ નર્સ | 108 |
આરોગ્ય | ફાર્માશિષ્ટ | 107 |
કંપાઉંડર | કંપાઉંડર | 88 |
આરોગ્ય | હિસાબનીશ | 80 |
નોધણી સર નિરીક્ષક | સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2 | 59 |
નિયામક શ્રી વિકસતિ જાતિ | સમાજ કલ્યાણ નિરીક્ષક | 46 |
નોધણી સર નિરીક્ષક | સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1 | 45 |
Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ની આવનારી ભરતી નજર સમક્ષ રાખીને નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ અને પરીક્ષાના શીલેબસ અને પરીક્ષા ની નવી પધ્ધતિ મુજબ ઓનલાઈન ટેસ્ટ ની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવી જોઈએ.
મિત્રો,અમોને જુદાં જુદાં માધ્યમો દ્વારા મળતી આ માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છીએ આપને આ માહિતી કેવી લાગી તે કોમેંટમાં જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. અમારો આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
આ જુઓ:- Important Day of February: ફેબ્રુઆરી માસના અગત્યના દિવસો
જો ભરતીની તમામા અપડેટ સૌથી પહેલા મેળવવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ્ના વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.