GSSSB Bharti 2024: ગૌણ સેવાની આવી રહી છે આટલી ભરતી અત્યારથી જ મહેનત શરૂ કરી દો

GSSSB Bharti 2024 I ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ગુજરાતના લાખો ઉમેદવારો માટે આનંદના સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ વર્ષના અંત સુધીમાં 9554 જેટલી બંપર ભરતી કરવાની તૈયારી પૂર્ણતાના આરે

વિધાન સભામાં એક પ્રશ્નના જવાબમાં સામાન્ય વહીવટનો સંભાળતા મુખ્યમંત્રી વતી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ગ: 3 ની 9554 જેટલી મોટી સંખ્યાની જગ્યાઓ  ભરવા માટેના આયોજનને સરકારે આખરી ઓપ આપી દીધો હોવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા આ તમામ જગ્યાઓની ભરતી  આ વર્ષના અંતપૂર્ણ કરવામાં આવશે આ પૈકીની જુદા જુદા સંવર્ગની  5554 જગ્યાઓની ભરતી માટે જાહેરાત આપવામાં આવી ગઈ છે. જ્યારે બાકીની 4000 જગ્યાઓની 2024 હવે પછી જાહેરાત આપી ભરતી વર્ષ 2024 ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવતી પરીક્ષા અંગેની જાહેરાત ગુજરાત ઓન લાઈન જોબ એપ્લીકેશન સીસ્ટમ અંતર્ગત એટલેકે Ojas પોર્ટલ ઉપર ઓનલાઈન સબમિટ કરવાની હોય છે. તેમજ યોજવામાં આવતી પરીક્ષાઓ ગેરરીટીના નવા કાયદાના લીધે ખૂબ પારદર્શક રીતે લેવામાં આવે છે.

સરકારે અગાઉ જાહેર કરેલ પરીક્ષા અંગેની સૂચનાઓ મુજબ ઓન લાઈન કોમ્પ્યુટર આધારીત રીતે એટલે કે CBRT પધ્ધતિની MCQ પ્રશ્નો આધારીત લેવામાં પણ આવે છે. જાહેરાત સાથે ગૌણસેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Services ) ઉમેદવારોને અરજી કરવા સબંધી અને પરીક્ષા સબંધી માહિતી પણ આપે છે.

GSSSB Bharti 2024 માં આવનાર નવી જાહેરાતો :

ગુજરાત ગૌ સેવા પસંદગી સમિતિ દ્વારા થનાર ભરતી વર્ષ : 2023-2024

વિભાગનું નામકેડરનું નામસંખ્યા
વિવિધ કચેરીઓજુનિયર કારકુન1869
વિવિધ કચેરીઓસિનિયર કારકુન812
મહેસૂળ વિભાગસર્વેયર817
નર્મદા જળ સંપતિ વિભાગવર્ક આસીસ્ટંટ400
આરોગ્યકિમેલ હેલ્થ વર્કર180
નશાબંધી અને આબકારી  કોન્સટેબલ157
વિવિધ કચેરીઓહેડ ક્લાર્ક149
આરોગ્યએક્સ રે આસીસ્ટંટ141
આરોગ્યસ્ટાફ નર્સ108
આરોગ્યફાર્માશિષ્ટ107
કંપાઉંડરકંપાઉંડર88
આરોગ્યહિસાબનીશ80
નોધણી સર નિરીક્ષકસબ રજીસ્ટ્રાર ગ્રેડ 259
નિયામક શ્રી વિકસતિ જાતિસમાજ કલ્યાણ નિરીક્ષક46
નોધણી સર નિરીક્ષકસબ રજીસ્ટ્રાર ગ્રેડ 145

Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ની આવનારી ભરતી નજર સમક્ષ રાખીને નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ અને પરીક્ષાના શીલેબસ અને પરીક્ષા ની નવી પધ્ધતિ મુજબ ઓનલાઈન ટેસ્ટ ની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવી જોઈએ.

મિત્રો,અમોને જુદાં જુદાં માધ્યમો દ્વારા મળતી આ માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છીએ આપને આ માહિતી કેવી લાગી તે કોમેંટમાં જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. અમારો આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- Important Day of February: ફેબ્રુઆરી માસના અગત્યના દિવસો

જો ભરતીની તમામા અપડેટ સૌથી પહેલા મેળવવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ્ના વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.