GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 /202324 વર્ગ ૩ ની ભરતી માટે જે ઉમેદવારોએ પોતાની અરજી કન્ફર્મ કરી છે, પરંતુ પરીક્ષા ફી ભરી શક્યા નથી. તેવા ઉમેદવારોના હિતમાં તારીખ : 06/02/24 થી 07/02/2024 (સમય : 23:59 )સુધી બે દિવસ ઓન લાઈન પેમેન્ટ પધ્ધતિથી પોતાની અરજી ફી ભરી શકશે. તેવી જાહેરાત કરવામાં આવી છે.
વર્ગ ૩ ની ભરતી માટે પરીક્ષા ફી ભરવાની તારીખ બે દિવસ લંબાવી
Gsssb દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી ઓજસ ની વેબ સાઈટ ઉપર ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ હતી.
ત્યારબાદ તારીખ 29/01/2024 ના રોજ મંડળ દ્વારા સુધારા જાહેરાત કરવામાં આવેલ હતી. સુધારા જાહેરાત અન્વયે 898 જગ્યાઓમાં વધારો થતાં હવે કુલ જગ્યાઓની સંખ્યા 5202 જેટલી થઈ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક : 212/202324 અંતર્ગત ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ : 02-02-2024 અને (સમય : 23: 59 ) નિયત કરવામાં આવેલ હતો પરંતુ ઘણા ઉમેદવારો એફઆરઆર ભરવાની છેલ્લી તારીખ સુધી પોતાની ઉમેદવારી માટેની અરજી ફી નિયત સમય મર્યાદામાં ભરી શકેલ ના હતા.
વળી કેટલાક ઉમેદવારો ટેકનિકલ ખામીને કારણે પણ ઓન લાઈન અરજી ફી ભરી શકયા નથી. તેવી ઘણી રજૂઆતો મંડળને મળતાં મંડળે તેવા ઉમેદવારોના હિતમાં ફી ભરવાની મુદતમાં વધારો કરેલ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવવા અરજી Confirm કરેલી હોય પરંતુ પરીક્ષા ફી ભરવાની બાકી રહી ગઈ હોય માત્ર તેવા ઉમેદવારોના હિતમાં તારીખ : 06/02/24 થી 07/02/2024 (સમય : 23:59 )સુધી બે દિવસ ઓન લાઈન પેમેન્ટ પધ્ધતિથી પોતાની અરજી ફી ભરી શકશે. તેવી જાહેરાત કરી છે.
ઉપરોક્ત સમયગાળા દરમ્યાન ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક : 212/202324 અંતર્ગત માત્ર ફી ભરવાની બાકી છે તે ઉમેદવારો ઓનલાઈન અરજી ફી ભરી શકશે પરંતુ નવેસરથી અરજી કરી શકશે નહી.
જો કોઈ ઉમેદવારને પરીક્ષા ફી ભરવામાં મુશ્કેલી જણાયતો તો તેઓ મંડળની કચેરેનો ફોન કરીને અથવા રૂબરૂ સંપર્ક કરી શકશે. તેવું મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે.
આ જુઓ:- GSSSB Exam Call Letter: વન રક્ષક કોલ લેટર અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરો અહીથી
અગાઉની મંડળની જાહેરાતની તારીખ : 03/01/24 અને મંડળની સુધારા જાહેરાતની તારીખની સૂચનાઓ યથાવત રહેશે તેવું પણ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વર્ગ ૩ ની પરીક્ષા ફી તારીખ લંબાવવા અંગે જાહેરાત | અહી ક્લીક કરો. |
હોમપેજ | અહી ક્લીક કરો. |