Gsssb Recruitment 2024 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 /202324 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ હતી.
GSSSB Recruitment 2024
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નં 212/202324 ના અનુસંધાને આજરોજ તારીખ 29 જાન્યુઆરી 2024 ના સુધારા જાહેરનામા મુજબ જગ્યાઓમાં વધારો કરવામાં આવેલ છે. તારીખ : 3 જાન્યુયારીના જાહેરનામા માં દર્શાવેલ કુલ 4304 જેટલી જગ્યાઓ થી વધારીને હવે કુલ 5202 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે એટલેકે વધારાની 898 જગ્યાઓ વધારવામાં આવી છે. વિગતવાર જોઈએ તો
જુનિયર ક્લાર્ક ની અગાઉની કુલ જગ્યાઓ 2018 હતી તેમાં 898 જગ્યાઓનો વધારો કરવામાં આવતાં આ જગ્યાઓની સંખ્યા 2916 થઈ છે.
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહિલા અને બાળવિકાસ (ICDS) વિભાગની 532 જગ્યાઓ પૈકી ક્રમાંક 8 પરની 1 જગ્યા બીન અનામત કેટેગીરીની મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલ છે.
ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 માં જુનિયર ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટંટ વગેરે કુલ 17 કેડરનો સમાવેશ થતો હતો. આ જગ્યાઓની કુલ સંખ્યા 4304 જેટલી મોટી જગ્યામાં જગ્યાઓમાં સુધારો થતાં હવે આ ભરતી માટે વિવિધ પદો પર 5202 જગ્યાઓ માટે ભરતી થશે. નોકરીની આશા રાખીને બેઠેલા બીજા વધુ 898 ઉમેદવારોને ફાયદો થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને વિવિધ ખાતાની કચેરીઓ તરફથી માગણા પત્રક મળતાં આ જગ્યાઓમાં સુધારો થયેલ છે.
પ્રાથમિક પરીક્ષા
પ્રાથમિક પરીક્ષા : અગાઉની સૂચના મુજબ જ પ્રાથમિક પરીક્ષા મંડળ દ્વારા CBRT પધ્ધતિ થી યોજવામાં આવશે અને તે MCQ પ્રકારના પ્રશ્નો વાળી કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી લેવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે.
તબક્કો : 1 પ્રાથમિક પરીક્ષા (Group A –and Grup B માટે સંયુક્ત પરીક્ષા )CBRT પધ્ધતિ આવશે જે ગ્રુપ એ મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે (Group A –and Grup B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ –પ્રકારના પ્રશ્નો ધરાવતી Computaer Based Response Test (CBRT ) પધ્ધતિ થી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે . પરીક્ષા 100 ગુણ ની અને સમય એક કલાકનો રહેશે . અરજી ફી સાથે અરજી કરનાર તમામ ને કામ ચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે .
અભ્યાસક્રમ : મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલ છે તે તમે અહીથી ડાઉનલોડ કરી શકશો
ગૌણ સેવા પસંદગી મંડળની સુધારા જાહેરાત | અહીથી ડાઉનલોડ કરો |
સતાવાર સાઈટ માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |