Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  

Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  

Khedut akasmat sahay Yojana application PDF Form Download | Gujarat Farmer accident insurance | ખેડુત મૃત્યુ સહાય યોજના । ખેડુત અકસ્માત સહાય યોજના ફોર્મ | જુથ વીમા યોજના । મૃત સહાય યોજના । અકસ્માત વીમો । Gujarat Akasmat Vima Yojana

ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા મધ્યમ અને ગરીબ લોકો માટે સમયની સાથે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય, રોટોવેટર સાધન સહાય, મોબાઈલ સહાય યોજના બિયારણ સહાય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.

ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. કેમ કે કણ માંથી મણ પેદા કરે છે. સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મિત મૃત્યુ /કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ યોજના 26 જાન્યુઆરી 1996 ના રોજ અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળવાપાત્ર છે. યોજના સંપૂર્ણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વિમાની રકમ ચૂકવણી કરવામાં આવે છે. આ વીમા યોજના ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ વિમાન નિયામક શ્રી ગાંધીનગર મારફતે તારીખ 1/4/2008 થી અમલમાં છે.

ખેડૂત અકસ્માત વીમા યોજના નો મુખ્ય હેતુ

ખેડૂત એ જગતનો તાજ છે,જે રાત દિવસ એક કરીને અનાજ પેદા કરે છે. ખેડૂત ખેતરમાં કામ કરે છે તે દરમિયાન ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. તો તેમના પરિવાર પર આર્થિક સંકટ આવી પડે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ખાતેદાર ખેડૂતના મૃત્યુ કે કાયમી અપંતાના કિસ્સામાં તેમના વારસદારોને જૂથ વીમા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.

        Highlights of Khedut Akasmat Vima Yojana

યોજનાનું નામ Khedut Akasmat Vima Yojana
મુખ્ય ઉદ્દેશ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના
કિસ્સાઓમાં આર્થિક સહાય આપવી
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડુત ખાતેદાર
સહાયની રકમ 2,00,000/- સુધી
Official Website https://dag.gujarat.gov.in/index-guj.htm
Khedut Akasmat Vima Yoajana Form Download Click Here
અરજી કયારે અને કોણે કરવી? મૃત્યુ થયાના 150 દિવસમાં જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીની કચેરીમાં
સંપર્ક નંબર HelpLine Number 079-23256116,  079 23256159
  Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય

Khedut Akasmar Yojana નો લાભ (સહાય) કોને મળવાપાત્ર છે?

Khedut Akasmar Yojana નો લાભ મેળવવા માટે જૂથ વીમા યોજના દ્વારા નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.

 • વ્યક્તિગત કે સંયુક્ત જમીનધારણ કરનાર તમામ ખાતેદાર ખેડૂતોના વારસદારોને.
 • ખાતેદાર ખેડૂત ના કોઈપણ સંતાન પુત્ર કે પુત્રી ને મળવાપાત્ર છે.
 • આ યોજના હેઠળ ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં લાભ મળશે.
 • આ યોજના હેઠળ 5 વર્ષથી 70 વર્ષ ઉંમર ના ખેડૂત ખાતેદાર હોવાં જોઈએ.
 • જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી ની કચેરીમાં મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં 150 દિવસમાં અરજી કરવાની રહેશે.

Khedut Akastmar Yojana મુખ્ય શરતો

 • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત અથવા સંતાન (પુત્ર/પુત્રી) અથવા પતિ / પત્ની હોવા જોઇએ.
 • અકસ્માતના કારણે મૃત્યુ અથવા કાયમી અપંગતાઆવેલ હોય.
 • આ યોજનામાં આપઘાત કે કુદરતી મૃત્યુનો સમાવેશ થતો નથી.

Khedut akasmat sahay yojanaa ના સુધારેલ સહાય ધોરણ

 • ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના તારીખ 13/11/2018 ના સુધારા ઠરાવથી નીચે મુજબની વીમા સહાય લાભાર્થીઓને મળવા પાત્ર થાય છે.
 • ખેડૂતનું અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સો ટકા લેખે ₹2,00,000 ની સહાય
  ખેડૂતનું અકસ્માતને કારણે બે આંખ/ બે અંગ/ હાથ અને પગ એક આંખ અને એક આંખ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 2,00,000 રૂપિયાની સહાય.
 • જો ખેડૂતને આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ દ્રષ્ટિ જવી હાથના કિસ્સા કોડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ઘૂંટણ ઉપર થી તદ્દન કપાયેલ હોય તો 2,00,000/-રૂપિયા સહાય.
 • જો ખેડૂતને અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે 1 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે.

ખેડૂત અકસ્માત યોજનાનો લાભ કેવી રીતે મળે ?

ખાતેદાર ખેડૂતનું અકસ્માત તે મૃત્યુ કે અકસ્માત દરમિયાન કાયમી અપંગતાના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ મેળવવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તથા ખાતેદારના વારસદારે જરૂરી પુરાવા અરજી સાથે રજૂ કરવાના રહેશે તેમજ ખાતેદાર ખેડૂતના મૃત્યુ તારીખથી 150 દિવસની અંદર જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. 150 દિવસ પછી મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહીં.

Khedut Akasmat Vima Yojana Gujarat Documents

 • નિયત નમુનામાં અરજી(પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫)
 • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
 • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
 • પી.એમ. રીપોર્ટ
 • ઉંમરનો પૂરાવો
 • મરણનુ પ્રમાણપત્ર
 • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
 • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
 • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
 • પેઢીનામુ
 • બાંહેધરી પત્રક
 • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
 • નોધ:- વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે

લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

 • I. પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
 • II. તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
 • III. તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
 • IV. તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત I, II, III ની ગેરહયાતીમાં
 • V. લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
 • VI. ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

FAQ’S of ખેડુત અકસ્માત વિમા યોજના

 1. ખેડુત અકસ્માત વીમા યોજનાનો લાભ કોને મળી શકે? 

      ANS: ખેડુત અકસ્માત વીમા યોજનાનો લાભ ગુજરાતના તમામ ખાતેદાર ખેડુતોને મળવાપાત્ર છે.

     2. ખેડુત અકસ્માત વીમા યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે?

     ANS: અકસ્માતમાં ખેડુતનું મૃત્યુ થાય તે કિસ્સામાં તથા કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખ સુધી અને એક આંખ અથવા એક અંગ                         ગુમાવવાના કિસ્સામાં  1 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે.

     3. ખેડુત અકસ્માત વીમા યોજનાની અરજી કેટલા દિવસમાં કરવાની હોય છે?

     ANS: ખેડુત અકસ્માત વીમા યોજનાની અરજી ખેડુતના મૃત્યુથી 150 દિવસમાં કરવાની હોય છે,

     4. ખેડુત અકસ્માત વીમા યોજનાની અરજી કોણે કરવાની હોય છે?

    ANS: ખેડુત અકસ્માત વીમા યોજનાની અરજી જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ઓફલાઈન કરવાની રહેશે.

 

Comments are closed.