Krushi Rahat Package 2023-ભારત કૃષિ પ્રધાન દેશ છે. મોટેભાગે લોકો ખેતી પર નિર્ભર છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત પોતે તનતોડ મહેનત કરી અન્નની પેદાશ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હવામાનમાં ફેરફાર ના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોનો પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ પડે છે. ખેડૂતોને પાક તહેસ નહેસ થઈ જાય છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની સામનો કરવો પડે છે. ઘણીવાર સરકાર દ્વારા ખેડૂતોના પાકમાં થયેલ નુકસાન ને પહોંચી વળવા રાહત પેકે જાહેર કરવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માર્ચ 2023 માં કમોસમી વરસાદ પડેલ. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને થયેલ આર્થિક નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યા પેકેજ ની જાહેરાત કરતા ખેડૂતોમાં સરકાર દ્વારા વધુ એક હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવેલ. આ સર્વેમાં રાજ્યના કુલ 13 જિલ્લા અને 48 તાલુકામાં પાકને થયેલ નુકસાન અંગેનો અહેવાલ મરેલ હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને રાહત પેકેજ આપવાનું મહત્વપૂર્ણ લેવામાં આવે હતો. રાજ્યના જુનાગઢ બનાસકાંઠા રાજકોટ અરવલ્લી સાબરકાંઠા તાપી પાટણ અમરેલી કચ્છ સુરત ભાવનગર જામનગર અમદાવાદ એમ કુલ 13 જિલ્લા ના કોમોસમી વરસાદના કારણે નુકસાનનો અહેવાલ ને ધ્યાનમાં રાખી ખેડૂતો અને આર્થિક મદદ કરવા રાહત પેકે જાહેર કરવામાં આવે છે.
રાજ્ય સરકારનો વધુ એક ખેડુત હિતલક્ષી નિર્ણય | Krushi Rahat Package 2023
- ચાલુ વર્ષે 2023 માં થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર; અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય
- માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે
- ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 13,500 ઉપરાંત વધારાની 9,500 સહાય સાથે કુલ 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે
- બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 18,000 ઉપરાંત વધારાની 12,600 સહાય સાથે કુલ 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
ખેડૂતોને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે
SDRF ના ધારા ધોરણ મુજબ ઘઉં કેળા પપૈયા ચણા વગેરે જેવી ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક માટે પ્રતિ હેક્ટર 13,500 ની સહાય તથા રાજ્ય સરકારના ભંડોળમાંથી પ્રતિ હેક્ટર 9,500 ની અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપવામાં આવશે. જે કુલ સહાય રૂપિયા 23,000/- પ્રતિ હેક્ટર લેખિત ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવવામાં આવશે. બહુ વર્ષાયુ બાગાયતી પાકો એટલે કે આંબો લીંબુ જામફળ જેવા પાકો માટે ૩૩ ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં એસડીઆરએફના ધારા ધોરણ મુજબ પ્રતિ હેક્ટર કુલ 18000/- રૂપિયાની સહાય તથા રાજ્ય સરકારના ભંડોળમાંથી 12,600 રૂપિયા પ્રતિ હેક્ટર વધારાની સહાય એમ કુલ મળી રૂપિયા 30,600 ની પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો:-
- મફત પશુ ખાણદાણ સહાય યોજના 2023
- પાલક માતા પિતા યોજના દર મહીને 3000/- રૂપિયા સહાય
- કુંંવરબાઈનું મામેરું યોજના 2023 12000/- રૂપિયા સહાય
- મફત સિલાઈ મશીન યોજના
ખાતા દીઠ ઓછામાં ઓછી 4000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ કે જે કિસ્સામાં ખેડૂત જમીનધારકતાના આધારે રાહત પેકેજની સહાય ચૂકવવામાં આવશે. પરંતુ આ સહાય રૂપિયા 4000 કરતાં ઓછી હશે તેવા કિસ્સામાં ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા 4000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયના તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આપ પેકેજ નો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ નિયત કરેલ અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે જેમાં ગામ નમુના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમુના નંબર સાતબાર સહિતના સાધનિક કાગળો તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધીને નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.