PM Kusum Yojana: વીજળીનો ખર્ચ શૂન્ય અને ઉપરથી આવક, ખેડૂતો માટે જબરજસ્ત છે આ યોજના  

PM Kusum Yojana I PM કુસુમ યોજના  : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના આર્થિક વિકાસ અને ખેડૂતોની આવક બમણી થાય. તેઓ સુખી અને સંપન્ન જીવન જીવી શકે તે માટે 2014 થી કેન્દ્ર કક્ષાએ અને રાજય કક્ષાએ સરકારો દ્વારા અનેક ઉત્તમ યોજનાઓ ચલાવી  રહ્યા છે. PM સુસુમ યોજના ખેડૂતો માટેની જ તેવી એક યોજના છે. જો તમે ખેડૂત છો અને સિંચાઈ માટે વપરાતા બણતણ ના ખર્ચેને નાબૂદ કરી  વધારાની કમાણી કરવા માગો છો તો આ લેખ આપના માટે છે. 

PM Kusum Yojana :

ભારતમાં  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા  ખેતી સહિતના વિવિધ સ્તરે વપરાતી ઉર્જાના નવીન સ્રોતો શોધી ખેડૂતો દ્વારા તેનો વધુમાં વધુ ઉપયોગ થાય અને ખેડૂતોને તેમની સિચાઈ માટે કરવામાં આવતા ડીઝલ અને વીજળીના ખર્ચમાં ઘટાડો કરી લાભ આપતી યોજના છે.

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. અને ખેડૂતોને  પોતાની ખેતીના પાકની સિચાઈ માટે ડીઝલ એન્જિનો માટે ડીઝલ અને વીજળીની જરૂર પડે છે. જેમાં ખેડૂતોએ ખૂબ મોટો ખર્ચ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને થનારા બળતણ ખર્ચને નાબૂદ કરવા પ્રધાનમંત્રી એ PM કુસુમ યોજના જેવી મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. તો આજના આર્ટિકલમાં અમે આપને PM કુસુમ યોજના વિશે વિગતવાર જણાવીશું અને તેનો લાભ તમે કેવી રીતે મેળવી શકશો એ વિશે વાત કરવાના છીએ. 

PM કુસુમ યોજના યોજનામાં તમે તમારા ખેતરમાં સોલાર પેનલનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરી શકશો. અને તે વીજળીની મદદ થી તમારા વોટર પંપ અથવા તમારી સબ મર્સિબલ મોટરપંપ ચલાવી શકશો. તેથી તમારે હવે કોઈ બળતણ ખર્ચ થશે નહી. તમે તમારી સોલાર પેનલ પ્લાન્ટ  દ્વારા ઉત્પન્ન થતી અને તમારી સિચાઈ પછી બચત થતી વીજળી ને  તમારી વીજ કંપનીને વેચી પણ શકો છો. વીજ કંપની તેમના નિયત કરેલ ભાવથી વીજળી ખરીદી લેશે. આમ તમે સોલાર પેનલ દ્વારા મફતમાં સિંચાઈ તો કરી શકો છો પરંતુ કમાણી પણ કરી શકશો.

PM કુસુમ યોજના અંતર્ગત સબસીડી :

કુસુમ યોજના અંતર્ગત સરકાર દ્વારા 60 ટકા સબસીડી આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા 30 ટકા રકમ લોન પેટે આપવામાં આવે છે. જો ખેડૂતને લોન  લેવાની ઇચ્છા હોયતો ખેડુતને લોન પણ મળી શકે છે. જો ખેડૂત દ્વારા લોન લેવામાં આવેતો માત્ર 10 ટકા રકમ જ ખર્ચ કરવાની રહે છે. એટલેકે ખેડૂતે કુલ ખર્ચના માત્ર 10 ટકા રકમ ખર્ચ કરીને સોલાર પેનલ લગાવી ઉર્જા ખર્ચ બંધ કરી શકે છે. ગુજરાતના ઘણા ખેડૂતો સોલાર પ્લાન્ટ લગાવીને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ગુજરાત વીજ કંપનીને વીજળી વેચીને સારી કમાણી પણ કરી રહ્યા છે.

અરજી કરવાની રીત :

કુસુમ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે PM કુસુમ યોજનાની સત્તાવાર વેબ સાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહે છે.  ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે  તેમણે PM કિસાન યોજનાની સત્તાવાર વેબ સાઈટ સિવાયની  બોગસ વેબ સાઈટ થી સાવધાન રહેવું. PM કુસુમ યોજનાની વધુ માહિતી માટે અથવા કોઈપણ મૂંઝવણ માટે ફોન થી પણ સંપર્ક કરી શકે છે. ખેડૂત ગુજરાત રાજય ઉર્જા વિભાગની કચેરીનો પણસંપર્ક કરી શકે છે.

આ જુઓ:- SBI Pashu Loan Yojana: પશુ પાલકો આનંદો, સ્ટેટ બેંક આપી રહી છે રૂપિયા 200000 લાખની લોન