પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના  અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના  9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ભારતીય નાગરિકોને વીમો પૂરો પાડવામાં આવે છે. દેશના જે લોકો વીમા પોલિસી લઈને નથી શકતા તેઓને આ યોજના અંતર્ગત વીમા પોલિસી આપવામાં આવે છે. જેમાં વર્ષમાં ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરવાનું હોય છે. આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે વીમાથી વંચિત રહેતા તેઓને વીમા કવચ પૂરું પાડવું.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Form Download | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana in Gujarati | PMJJBY Online Apply | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | PMJJBY Helpline Number | PMJJBY Criteria | how to Claim PMJJBY | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PDF Form | પ્રધાનમંત્રી વીમા યોજના

PMJJBY એ સરકારને ખૂબ જ સારી યોજના છે. આ યોજનામાં અરજદારે અરજી કરવાની હોય છે અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારનું  મૃત્યુ થાય છે ત્યારે સરકાર દ્વારા તેઓના બે લાખ રૂપિયા વીમા પોલિસીના આપવામાં આવે છે. પ્રિય વાચક મિત્રો આર્ટીકલ માં આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આ યોજનાના પાત્રતા શું છે અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જોઈશું.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વર્ષ 2015માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દેશના નાગરિકોને પોલીસી પ્લાન હેઠળ વીમા પોલિસી આપવામાં આવે છે જેનું વીમા કવચ 2 લાખ રૂપિયા છે. આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે જે વર્ષમાં ફક્ત એક જ વાર ચૂકવવાનું હોય છે.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Highlights of Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

આર્ટિકલનું નામ  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)
લાભ કોને મળે  ફક્ય ભારતના નાગરિકોને
વીમાના પ્રિમિયમની રકમ કેટલી 436/- રૂપિયા દર વર્ષે
વીમાની રકમ 2 લાખ રૂપિયા
ઓફિસિયલ વેબસાઈટ https://www.jansuraksha.gov.in/
PMJJBY helpline Number  1800 180 1111 / 1800 110 001 
ફોર્મ ડાઉનલોડ કરવા   અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ઉદ્દેશ

PMJJBY દેશ માજી ગરીબી રેખા નીચે જીવે છે તેવા નાગરિકોને સામાજિક સુરક્ષા વીમા યોજના હેઠળ પૂરી પાડવી. આ યોજનામાં 18 વર્ષથી 50 વર્ષ સુધીના નાગરિકોને વીમા કવચ રૂપાળવામાં આવે છે.પોલીસી ધારકોને 2 લાખ રૂપિયાની પોલિસી આપવામાં આવે છે. આ પોલીસી ની રકમ અરજદારે ફોર્મ ભરતી વખતે નોમીની નક્કી કરે તેઓને મળવા પાત્ર થાય છે. જે લોકો જીવન રક્ષકની પોલીસી લઈ નથી શકતા તેઓ માટે આ આશીર્વાદરૂપ વીમા યોજના છે. વર્ષનું ફક્ત એકવાર પ્રીમિયમ ભરવાનું છે જેની રકમ ₹436/- છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પાત્રતા

 • આ યોજના લાભ ફક્ત ભારતના નાગરિકોને મળવાપાત્ર છે.
 • અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
 • આ યોજના હેઠળ વીમા પોલિસીનો પ્લાન દર વર્ષે અરજદારે રિન્યુ કરાવવાનું રહેશે
 • અરજદારને ઉંમર 55 વર્ષ સુધી પાકતી મુદત છે
 • PMJJBY  દર વર્ષે 31 મે પહેલા રીન્યુ કરાવવાનું રહેશે.
 • આ યોજના હેઠળ અરજી કર્યા પછી 45 દિવસ સુધી કોઈ દાવ કરી શકાતો નથી 45 દિવસ પછી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
 • પોલિસી ધારકોએ દર વર્ષે 436/- રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે.
 • પોલીસી ધારકનું બેંકમાં ખાતું હોવું જોઈએ.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Documents

 • અરજદાર નું આધારકાર્ડ મોબાઈલ નંબર ઓળખ પત્ર પાસપોર્ટ સાઇઝ નો ફોટો બેન્ક ખાતા ની પાસબુક ના પ્રથમ પેજ ની નકલ
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી?
 • દેશના નાગરિકો કે જે આ યોજના હેઠળ લાભ મેળવતા હોય તેઓએ પોતાના નજીકની બેંક કે જેમાં પોતાનું એકાઉન્ટ હોય ત્યાં જઈ અરજી ફોર્મ તથા ડોક્યુમેન્ટ બેંકની સબમીટ કરવાના રહેશે.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Form Download

 • સૌપ્રથમ google માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ઓફિસિયલ વેબસાઈટ https://www.jansuraksha.gov.in/ સર્ચ કરો.
 • હવે વેબસાઈટ ઓપન કર્યા બાદ  હોમપેજ પર તમને ફોર્મના વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

 •  ક્લિક કરતાની સાથે નવું પેજ ખુલશે જેમાં Pradhan mantri Jeevan jyoti Bima Yojana પર ક્લિક કરો. હવે

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

 • તમેને એપ્લિકેશન ફોર્મ (Application Forms) , Claim Forms જોવા મળશે તમારી જરૂરિયાત મુજબ ફોર્મ ડાઉનલોડ કરવો.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે દાવો કેવી રીતે કરવો?

 • આ યોજના હેઠળ વિમા પોલીસી લેનાર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના નોમિને આ યોજના માટે હેઠળ દાવ કરી શકે છે
 • સૌપ્રથમ પોલીસી ધારક ના નોમિનીએ આ યોજના માટે જે બેંકમાં ફોર્મ સબમીટ કર્યો હોય તે બેન્કનો સંપર્ક કરવો જોઈએ.
 • નોમિની બેંકમાં મૃત્યુ પ્રમાણપત્ર અને રદ કરેલ ચેક નો ફોટો દાવા ફોર્મ (ક્લેમ ફોર્મ) અને ડિસ્ચાર્જ રસીદ ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
આ પણ વાંચો:-

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Helpline Number

અરજદારને આ યોજના બાબતે વિશેષ માહિતી કે કોઈ સમસ્યા હોય તેની પૂછપરછ કરવા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની હેલ્પલાઇન નંબર આપેલ છે તેના પર સંપર્ક કરી શકે છે 18001801111/1800110001

FAQ’s

1. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રિમિયમ કેટલું છે?

જવાબ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દર વર્ષે 436/- રૂપિયા પ્રિમિયમ ભરવાનુ થાય છે.

2. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેટલા રૂપિયાનો વિમો મળે છે?

જવાબ- આ યોજનામાં મૃત્યુ થનાર વ્યક્તિના નોમિનિને 2 લાખ રૂપિયા વિમાના મળવા પાત્ર થશે.

3. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં દર વર્ષે  31 મે સુધીમાં અરજી કરવાની રહેશે.

4. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે ઉંમર કેટલી હોવી જોઈએ?

જવાબ- આ યોજના માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચે હોવી જોઇએ. પરંતુ વિમા પોલિસિની મેચ્યોરિટિનો સમય અરજદારની 55 વર્ષની ઉંમર સુધી રહેશે.