Deposit Scheme :સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 400 દિવસની  જોરદાર એફડી સ્કીમ, મળશે બંપર વ્યાજ

Sbi Amrut kalash Fixed Deposit Scheme : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ તેના ગ્રાહકોમાટે 400 દિવસની એફડીની જોરદાર સ્કીમ  આપી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે.પોતાની મહેનતની કમાણી સુરક્ષિત રહે અને તેના પર આકર્ષક વ્યાજ પણ મળે. તો આપને અમે જણાવવા જઈ રહ્યા છીએ કે આપનાં નાણાંની સુરક્ષા સાથે એસ.બી.આઈ. તેના ગ્રાહકોને બંપર વ્યાજ આપી રહી છે. તે પણ માત્ર 400 દિવસના ટૂંકા ગાળાની એફડી પર એટલે કે માત્ર 13 માસ 5 દિવસના સમયગાળા પર. આ એફડીની બીજી  પણ ઘણી સારી વિશેષતાઓ છે. તેથી જો તમે એફડી કરવાનું વિચારી રહ્યા છો.તો આ એફડી તમારા માટે બેસ્ટ છે. 

આકર્ષક વ્યાજદર :

આ અમૃત કળશ સ્કિમ એસ.બી.આઈ. એ વર્ષ 2023 થી શરૂ કરી છે.અને તેનું નામ છે. Amrut Kalash Fd અમૃત કળશ એફડી અમૃત કળશ એફડી માં 7.10 ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે. જ્યારે સિનિયર સીટીઝનને તો આ સ્કીમમાં 7.60 ટકા જેટલું માતબાર વ્યાજ આપવામાં આવે છે. એટલે કે સિનિયર સિટીઝનને તો ફાયદો જ ફાયદો છે. જો તેઓ તેમની રકમ 5 વર્ષ કે તેથી વધુ 10 વર્ષ માટે FD કરેતો તેમને વધારાનું 1 ટકો બોનસ પણ આપવામાં આવે છે. એટલેજ અમૃત કળશ એફડી રોકાણકારો ને ફાયદો કરનારી બેસ્ટ સ્કીમ છે.

રોકાણ કેવી રીતે કરવું :

આ એફડી લેવા માટે રોકાણકારો ઓન લાઈન અને ઓફ લાઈન એમ બંને રીતે FD લઈ શકે છે. રોકાણકાર પાસે નેટબેંકિંગ સુવિધા હોયતો તેઓ નેટબેંકિંગનો ઉપયોગ કરીને અથવા સ્ટેટ બેકની યોનો એપ્લીકેશન દ્વારા પોતાની રકમની એફડી કરી શકે છે. અથવા બેંક માં રૂબરૂ જઈને પોતાની જરૂરી રકમની FD કરાવી શકે છે. આ સ્કીમમાં એફડી કરવાની અંતિમ તારીખ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ એટલેકે 31 માર્ચ હોઈ તે પહેલાં એફડી લઈ લેવી જોઈએ.

અમૃત કળશ એફડી ની વિશેષતા :

અમૃત કળશ એફડી 400 દિવસના ટૂંકા ગાળા માટે બંપર વ્યાજ તો આપે છે. તે ઉપરાંત જો તમારે વચ્ચે નાણાં ની જરૂરિયાત ઊભી થાય તો મેચ્યુરીટી પહેલાં FD નાં નાણાં ઉપાડી શકો છો. આ એફડી માં લોકો વધુમાં વધુ રૂપિયા 2 કરોડ સુધીની રકમની FD કરાવી શકે છે. અમૃત કળશ એફડી પર બેક દ્વારા લોન પણ આપવામાં આવે છે.આ એફડી ભારતના તમામ નાગરિકો અને એન.આર.આઈ. પણ મેળવી શકે છે.

બેંકનું નામસ્ટેટ બેક ઓફ ઈન્ડિયા
સ્કીમનું નામઅમૃત કળશ એફડી
ડિપોઝીટ સમયગાળો400 દિવસ
વ્યાજ દર7.10 , સિનિયર સીટીઝન માટે 7.50
વધુમાં વધુ રકમ2 કરોડ

મિત્રો વધુ માહિતી માટે નજીકની સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની શાખાનો સંપર્ક કરી શકો છો. અમારો આજનો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂરથી જણાવશો. સાથે અવનવી માહિતી માટે અમારી વેબ સાઈટ જોતા રહેશો. અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !