Business Idea 2024: 60000 નું રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેશ મહિને કરાવશે 60000 રૂપિયાની બંપર કમાણી  

Business Idea 2024 : મિત્રો આજે અમે તમને જે બિઝનેશ આઈડિયાની વાત કરી રહ્યા છીએ તે એકદમ પરફેક્ટ અને મહિને ધમાકેદાર કમાણી કરાવનાર ધંધો છે. મિત્રો, દરેક યુવા ભાઈ બહેનનું સ્વપન્ન હોય છે. અભ્યાસ પૂર્ણ કરી સારી નોકરી મેળવવી અને સ્વનિર્ભર બનવું. પરંતુ દરેક વ્યક્તિ સરકારી નોકરી મેળવી શકતો નથી. ઘણા ધંધા નોકરીને પણ ટક્કર મારે એવા હોય છે. વળી અમે અહી જે ધંધાની વાત કરી કરી રહ્યા છીએ, તેમાં તમને આનંદ પણ આવશે સાથે  સાથે આત્મ સંતોષ અને આત્મનિર્ભરતા. તમને એવું લાગશે કે જાણે તમે કોઈ ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા છો. તો ચાલો અમે આપને વિગતવાર બતાવીએ આજના  Unique Business Idea 2024 વિશે

Business Idea 2024

મિત્રો, અમે અહી આપને ટી શર્ટ પ્રિન્ટ કરવાના ધંધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપ જાણો છોકે આજકાલ મોટા શહેરોમાંજ નહી પરંતુ નાનાં નાનાં ગામડાંઓમાં પણ હવે ક્રિકેટમેચ,કબડ્ડી,વોલીબોલની વિવિધ રમતોની ટુર્નામેંટોં  રમાતી હોય છે. તેમાં ઘણી ટીમો ભાગ લેતી હોય છે. તેમાં પોતાની ટીમ અને ખેલાડીઓનું નામ લખેલી ટી શર્ટ પહેરવાનું નું ખૂબ ચલણ વધ્યું છે. વળી શાળા મહા શાળાઓમાં વિવિધ રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં મોટી મોટી ટીમો પોતાની શાળા કોલેજનાં નામ વાળી ટી શર્ટ બનાવડાવતા હોય છે. આ ઉપરાંત નવરાત્રિ,જનમાષ્ટમી ના ઉત્સવો માં પણ યુવાનો પ્રિન્ટ કરેલી ટી શર્ટ પહેરીને અનોખી રીતે તહેવારો ઉજવાતા થયા છે. તમે અંબાજી,ડાકોર તરફ જતા પગપાળા સંઘો જતા જોયા હશે. તે સંઘના સભ્યો પણ પોતાના પગપાળા સંઘની પ્રિન્ટ કરેલ ટી શર્ટ પહેરી એક અનોખી પહેચાન બનાવે છે.

આધુનિક જમાનાનો લેટેસ્ટ બિઝનેશ

ટી શર્ટ પ્રિન્ટ બિઝનેશ એક આધુનિક બિઝનેશ છે. એટલેકે નવા જમાનાનો નવો ધંધો છે. એટલે આવનાર સમયમાં પણ આ ધંધો ખૂબ ચાલશે. અને તેનો વ્યાપ વધતો જશે. બિઝનેશ કરનારે હમેશાં ધંધાનું આયોજન કરતી વખતે ધંધાનું ભાવી કેવું છે તે વિશે પણ વિચારવું જોઈએ, એ દ્રષ્ટિએ જોઈએતો  ટી શર્ટ પ્રિંટિંગ બિઝનેશ ખૂબ સારો અને કમાણી કરાવનાર ધંધો છે.

ટી શર્ટ પ્રિંટિંગ એક પૂરક વ્યવસાય તરીકે :

ટી શર્ટ પ્રિંટિંગને તમે એક પૂરક વ્યવસાય તરીકે પણ અપનાવી શકો છો. એટલે કે તમે તમારા ચાલુ હોય તેવા કેટલાક બિઝનેશ સાથે ટી શર્ટ પ્રિંટિંગના ધંધાને જોડીને તમે વધારાની કમાણી પણ કરી શકો છો. જેમકે તમે ટી શર્ટ વેચવાનો ધંધો કરતા હો કે પછી ઝેરોક્ષનો ધંધો કરતાં હોવતો ટી શર્ટ પ્રિંટિંગ એની સાથે સંલગ્ન બિઝનેશ તરીકે શરૂ કરી શકો છો.

ટી શર્ટ પ્રિંટિંગ માટે જરૂરી સાધનો :

મિત્રો ટી શર્ટ પ્રિંટિંગ બિઝનેશ માટે તમારે ક્યાં સાધનની જરૂર પડશે તેની વાત કરીએ તો તે માટે તમારે એક કોમ્પ્યુટર,એક પ્રિન્ટર જેમાં સબ્લિમેશન ઇન્ક વપરાતી હોય. એકહીટર મશીન અને સબ્લિમેશન પેપર,તેમજ  ટી શર્ટ વગેરેની જરૂર પડશે. જો તમારી પાસે કોમ્પ્યુટર પ્રિન્ટર છે તો તમારે હીટર અને પેપર તેમજ ટી શર્ટ ખરીદવાં પડશે.જે તમને બજારમાંથી સહેલાઈ થી મળી જશે. હોલસેલમાં થોડાં ટી શર્ટ પણ ખરીદવા પડશે. ટી શર્ટ કેમ પ્રિન્ટ કરવું તે તમને  મશીન ખરીદનાર પણ તમને ડેમો બતાવીને શીખવશે,આજકાલ ઘણા લોકોને કોમ્પ્યુટર આવડતું હોય જ છે. ના આવડતું હોય તો પણ તમે તમારી જરૂર  પૂરતું બે ત્રણ દિવસમાં તમે શીખી શકશો.

T Shirt Printing ટી શર્ટ પ્રિંટિંગ માં નફો જ નફો  :

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત માં મોટું ટેક્સ્ટાઈલ માર્કેટ છે. આપણાં સુરત અને અમદાવાદમાં હોલસેલ ભાવે 80 રૂપિયાથી 100 રૂપિયામાં સારાં ટી શર્ટ તમને મળી જશે. ત્યારબાદ એને પ્રિન્ટ કરવાનો ખર્ચ માત્ર 10 રૂપિયા થાય છે. હવે આ પ્રિન્ટ કરેલ ટી શર્ટ તમે 150 કે 200 માં વેચી શકો છો. એ રીતે ગણવામાં આવેતો એક ટી શર્ટ નો નફો 60 થી 110 રૂપિયા થાય જો તમે એક દિવસમાં ટી શર્ટ સહિતની 20 પ્રિન્ટ કરો તો દૈનિક 2000 કે તેથી વધુની કમાણી થાય જો એક દિવસમાં સ્કૂલ વગેરે ના મોટા ઓર્ડર મેળવવામાં આવેતો એક દિવસમાં 5000 રૂપિયાની પણ કમાણી થાય તે હિસાબે મહિને 60000 રૂપિયા રળી આપતો અને પોતાને સ્વતંત્રતા આપતો આ બેસ્ટ ધંધો છે. તમે તમારા ધંધાના પ્રચાર માટે સોસીયલ મીડિયાનો ઉપયોગ કરીને ગ્રાહકો વધારી શકો છો.

આ પણ વાંચો  : 

મિત્રો, આજનો અમારો આ T Shirt Printing Business Idea 2024 આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો.કોઈ પણ ધંધો વ્યક્તિની પોતાની આવડત,કુશળતા અને ગ્રાહક સાથે તેમના વ્યવહાર પર આધાર રાખે છે. તેથી અમે કોઈને પોતાની સફળતાની ગેરંટી નથી આપતા અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

આ જુઓ:- Auto Garage Business: એક એવો ધંધો કે જેમાં ઓછું રોકાણ અને વધુ નફો, માસિક રૂ. 50,000ની કમાણી, જાણો તે ધંધો જે બજારમાં તરંગો મચાવી રહ્યો છે.