થ્રી વ્હીલર લોન યોજના | Three Wheeler Loan Yojana 2023

Three Wheeler Loan Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ સમયની સાથે અમલમાં મૂકવામાં આવે છે.જેમ કે ખેતી ની યોજનાઓ પશુપાલન માટેની યોજનાઓ ધંધા રોજગાર માટેની યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ કોર્પોરેશન દ્વારા ચાલતી થ્રી વ્હીલર લોન યોજના વિશે આ આર્ટીકલ માં વિગતવાર માહિતી મેળવીશું.

થ્રી વ્હીલર લોન યોજના | Three Wheeler Loan Yojana 2023 | Three Wheeler Yojana Documents List | Rixa Loan Yojana Gujarat | How to apply Online Three wheeler loan Yojana | GSCDC Online Gujarat | SC Nigam Loan Gujarat

Three Wheeler Loan Yojana 2023:- Gujarat Schedule Caste Development Corporation, Gandhinagar દ્વારા રાજ્યના અનુસૂચિત જ્ઞાતિના નબળા વર્ગો માટે વિવિધ યોજનાઓ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. શિડ્યુલ કાસ્ટ ની વિવિધ યોજનાઓનું માહિતી મેળવવા માટે તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવી છે. અનુસૂચિત જ્ઞાતિઓ માટે રિક્ષા લોન યોજના મારુતિ ઇકો વાન પેસેન્જર ફોરવીલર તથા નાના પાયાના ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે છે આ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે અનુસૂચિત જ્ઞાતિઓ GSCDC Online Portal માટે બનાવેલ છે.

થ્રી વ્હીલર લોન યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના માટે લોન આપવામાં આવે છે આ યોજનાનો લાભ ફક્ત એસસી જાતિના લોકોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવી એસ.સી જ્ઞાતિના લોકો ધંધા રોજગાર માટે સક્ષમ બનાવવા તેમજ સ્વરોજગાર મેળવી તેના માટે થ્રી વ્હીલર રીક્ષા ની ખરીદી પર આર્થિક મદદરૂપ થવા ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.

Overviews of Three Wheeler Loan Yojana 2023

યોજનાનું નામ  થ્રી વ્હીલર લોન યોજના 
આર્ટીકલની ભાષા ગુજરાતી અને  English
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસુચિત જ્ઞાતિના બેરોજગાર નાગરિકોને થ્રી વ્હીલર સાધનની ખરીદી પર લોન પેટે ઓછા વ્યાજ દરે આર્થિક સહાય આપવી.
લાભ કોને મળે ગુજરાત રાજયના અનુસુચિત જ્ઞાતિના બેરોજગાર નાગરિકોને
લોનની રકમ 2,50,000/- સુધી
લોન પર વ્યાજ દર કેટલુ 3% વ્યાજ 
Apply Online  Click Here

થ્રી વ્હીલર લોન યોજના માટેની પાત્રતા (નિયમો અને શરતો)

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા થ્રી વ્હીલર યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે

 • અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ
 • અરજદાર અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઈએ
 • અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક ₹6,00,000/- થી ઓછી હોવી જોઈએ.
 • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.
 • અરજદાર કી અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય સરકારી કે અર્થ સરકારે કચેરી માં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. અરજદાર વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ
 • અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈપણ સભ્યએ અગાઉ નિગમ/ કોઈપણ સરકારી કે અર્થ સરકારી કચેરી / બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલ હોવી જોઈએ નહીં.

Documents for Three Wheeler Loan Yojana Gujarat

એસી નિગમ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવે છે.જેની માહિતી નીચે મુજબ છે જે તમારે ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે.

 • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ માંથી કોઈપણ એક)
 • જાતિનો પુરાવો
 • આવકનો પુરાવો
 • ઉંમરનું પુરાવો
 • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ લાઈટ બિલ માંથી કોઈપણ એક)
 • ફોટો અને સહી
 • રેશનકાર્ડ

આ યોજનામાં મળવા પાત્ર લોન કેટલી?

ગુજરાત અનુસૂચિત જાતિ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા 2,50,000/- લાખની લોન આપવામાં આવે છે. લોન ની રકમ લાભાર્થીના બેન્ક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજના નો વ્યાજ દર

 • નિગમ દ્વારા નક્કી કરેલ મુજબ યોજનાનો વ્યાજ દર 3% રહેશે.
 • આ યોજનાની વસુલાત નિયત કરેલ 60 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે.
 • નિયમિત હપ્તા ન ભણતા લાભાર્થી પાસેથી 2.5% દંડનીય વ્યાજ લેવામાં આવશે.

યોજના માટે પસંદગી થયા બાદ ઓફલાઈન જિલ્લા કચેરીએ રૂબરૂ આપવાના થતા ડોક્યુમેન્ટ ની યાદી

 • ચૂંટણી કાર્ડ ની પ્રમાણિત નકલ
 • અરજદારના બેંક ખાતાના પોસ્ટ ડેટેડ ચેક
 • બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનો No Due સર્ટીફીકેટ
 • અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ
 • રેવન્યુ સ્ટેમ્પ નંગ 8
 • ધંધાની અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર/ વિક્રેતાનું કોટેશન
 • ધંધાના સ્થળ માટેનો આધાર ભાડાની દુકાન માટે ભાડા ચિઠ્ઠી/ પોતાની માલિકીની હોય તો તેનો આધાર
 • રૂપિયા 1,00,000/- લોન સુધી અધેસીવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમ જ રૂપિયા 1,00,000/- થી વધુ ના ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસીવ સ્ટેમ્પ તથા બાહેધરી પત્ર પર ₹300 અને ખાતરી પત્રક પર ₹300 ના અધેસીવ સ્ટેમ્પ લગાવવા
 • જામીનદાર :- 

 1) 50,000/- સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી

2) રૂપિયા 501/- થી 100000/- સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહે છે. જે સરકારી કે અર્થ સરકારી નોકરી કરતા કર્મચારી

                                    અથવા

ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજા નોંધ કરાવવાની રહેશે)

                                           અથવા

જાત જામીન એટલે કે ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત બોજા નોંધ કરાવવાની રહેશે.

3) રૂપિયા 1,00,000/- થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહેશે. જે  સરકારી કે અસરકારી નોકરી કરતા કર્મચારી

                                         અથવા

ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાની નોંધ કરાવવાની રહેશે.

How to Online Apply Three Wheeler Loan Yojana 2023

 • સૌ પ્રથમ Google search માં GSCDC Online ટાઈપ કરો.
 •  તે માંથી અનુસુચિત જાતિની ઓફિસિયલ વેબસાઈટ   https://gscdconline.gujarat.gov.in/ ઓપન કરો.
 • વેબ સાઈટ ઓપન કર્યા બાદ હોમે પેજ પર ““New user (Register)?” પર ક્લિક કરી અરજદારે પોતાનું Email Id , Mobile Number તથા Password , Captcha Code નાખી રજીસ્ટેશન કરવું.

three wheeler loan yojana

 • ત્યાર બાદ Log In પર ક્લિક કરી Username and Password નાખી Log In કરો.
 • લોગિન કર્યા પછી નંબર-3 પર થ્રી વ્હીલરની યોજના (2020-21)(GOG) જોવા મળશે તેની લાઈનમાં “અરજી કરો” પર ક્લિક કરો.

three wheeler loan yojana

 • ઓનલાઈન અરજી માં માગ્યા મુજબની વિગતો જેવી કે લાભાર્થીનુ નામ, આધાર કાર્ડ નંબર, સરનામું મોબાઈલ નંબર ભરી છેલ્લે ફોર્મ સબમિટ કરી તેની પ્રિંટ મેળવી લેવાની રેહશે.

FAQ’S of Three Wheeler Loan Yojana 2023

1. થ્રી વ્હીલર લોન યોજના કયા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે?

ANS- આ યોજના ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

2.  Three Wheeler Loan Yojana હેઠળ કેટલી લોન મળવાપાત્ર છે?

ANS- આ યોજના હેઠળ રૂપિયા 2,50,00/- ની લોન લાભાર્થીને મળવા પાત્ર છે.

3. થ્રી વ્હીલર લોન યોજનામાં વ્યાજ દર કેટલો હોય છે?

ANS- થ્રી વ્હીલર લોન યોજનામાં વ્યાજ દર 3 % હોય છે.