Vermi Compost Unit Sahay Yojana Gujarat | વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના

Vermi Compost Unit Sahay Yojana Gujarat: ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટે સહાય યોજના ચાલુ કરેલ છે. સરકાર દ્વારા ખેતીલક્ષી વિવિધ યોજનાઓનો સરળતાથી ખેડૂતોને લાભ મળી શકે તે માટે ikhedut Portal શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ યોજનાનો લાભ કોને મળે ? યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? કેટલી સહાય મળે ? વિગેરે જેવી માહિતી વિગતવાર જોઈશું.

ખેતી માટે અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવતા ખાતરને વર્મી કંમ્પોસ્ટ કે અળસીયાનું ખાતર કહેવામાં આવે છે. આ ખાતર બનાવવા માટે પશુઓના છાણ અને ખેતરના જૈવિક કચરાનું ઉપયોગ કરવામાં આવે છે. અળસિયા દ્વારા બનતા વર્મી કમ્પોસ્ટ ખાતરની ગુણવત્તા બહુ સારી હોય છે.

આજના સમયમાં ખેતરમાં ઉત્પાદન માટે રસાયણ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે તેમજ જૈવિક તત્વોનો નાશ થઈ રહ્યો છે. અને તેના જ પરિણામે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે. તેથી ખેડૂતોને ઘણું એવું નુકસાન થાય છે. વર્મી કંમ્પોસ્ટ વાળુ ખાતર પોષક તત્વ અને સુક્ષ્મ જીવોનો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અળસીયા વાળુ ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર ખેડૂતો માટે ઘણા જ ફાયદાકારક છે.સરકાર દ્વારા ચાલતી vermi compost Unit Sahay Yojana Gujarat વિગતવાર માહિતી આર્ટીકલ માં જોઈશ.

ખેડૂત દ્વારા ખેતરમાં વાવવામાં આવતા પાકને ઉત્પાદન વધારવા માટે વર્ગી કમ્પોસ્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્મી કંમ્પોસ્ટ રસાયણ ખાતરોની તુલનામાં ઓછી કિંમતના હોય છે. તથા જમીનને નુકસાનકારક હોતા નથી. જમીનમાં રહેલ અળસીયાઓનો નાસ રાસાયણિક ખાતરો દ્વારા થઈ જાય છે. જે ખેતી માટે ખૂબ જ હાનિકારક છે. તેથી સરકાર વર્મી કંમ્પોસ્ટ બનાવવાના એકમ તૈયાર કરવા માટે સબસિડી રૂપે સહાય આપવામાં આવશે.

સરકારના બાગાયતી વિભાગ દ્વારા વર્ગીક કમ્પોસ્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ ખાતર ખાતર ના ઉપયોગ કરવાથી ખર્ચમાં ઘટાડો, પાકનુ ઉત્પાદન વધે તે માટે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાના એકમ તૈયાર કરવા સબસીડી આપવાનો નક્કી કરવામાં આવી છે.

યોજનાનું નામ વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ । Vermi Compost Unit sahay yojana
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભ કોને મળે ગુજરાત રાજ્યના ખેતી કરતા તમામ ખેડુતોને
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડુતોના ખર્ચમાં ઘટાડો કરવો, સારી ગુણવત્તા વાળુ વધુ ઉત્પાદન કરવું
સહાયની રકમ કેટલી એક યુનિટ કોસ્ટ – રૂ.20.00 લાખ /યુનિટ , ખાનગી ક્ષેત્રે ખર્ચના 40%, જાહેર ક્ષેત્રે ખર્ચના 100%
Official website https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની શરુ તારીખ 19/12/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023
ઓનલાઈન અરજી કરવા Click Here

સરકારના બાગાયતી વિભાગ દ્વારા ikhedut Portal પર વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ તૈયાર કરવા ખેડૂતોને સબસીડી રૂપે મદદ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ.
  • ફક્ત ગુજરાત રાજ્યના ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • રાજ્યના સીમાંત, નાના, મહિલા અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ ,સામાન્ય તથા અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત પાસે જમીનની 7/12 ની નકલમાં નામ ધરાવતા હોવા જોઈએ.
  • આ યોજના નો લાભ આજીવન એક જ વખત મળવા પાત્ર છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ikhedut Portal પર ખેડૂતો વિવિધ યોજનાઓ લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. વર્મિ કમ્પોસ્ટ બનાવવા માટેના એકમ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાગાયતી વિભાગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂતની જમીનની 7/12 ની નકલ
  • આધાર કાર્ડ ની નકલ
  • રેશનકાર્ડ (બારકોડ વાળું)
  • જે તે ગામના ગ્રામ સેવક વિષય સાથે નો દાખલો.
  • જો લાભાર્થી અરજદાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ ના હોય તો જાતિનો દાખલો.
  • જો લાભાર્થી અરજદાર હોય તો દિવ્યાંગ અંગેનું (ફક્ત દિવ્યાગો માટે)

આ યોજના હેઠળ રાજ્યના ખેડુતોને સેંદ્રીય ખાતર બનાવવાના એક્મ સ્થાપવા માટે પ્રોત્સાહન રૂપે સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ નીચે મુજબ

  • યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ / યુનિટ • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦%

આ યોજનાનો લાભ મેળવા માટે લાભાર્થી અરજદારે  ikhedut Portal પરથી Online અરજી કરવાની રેહશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરો.

  • સૌ પ્રથમ Google Search માં ikhedut Portal સર્ચ કરો.
  • તમે કરેલ સર્ચ નું પરિણામ તમને જોવા મળશે તેમાથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરો
  • હવે હોમ પેજ પર “યોજના” વિકલ્પ જોવા મળશે તેનાં પર ક્લિક કરો.
  • યોજના પર ક્લિક કર્યા બાદ તમને “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરો
  • હવે તેમાંથી નંબર 3 પર કમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજના પર ક્લિક કરો.
  • તે મને તમામ વિગતો પાછા બાદ બાજુમાં અરજી કરો લખેલ છે તેના પર ક્લિક કરો.
  • હવે તમે અગાઉ રજીસ્ટર અરજદાર ખેડૂત રજીસ્ટ્રેશન કરાયેલ હોય તો હા અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખી Captcha લખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં ભાગ્યા મુજબની માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  •  હવે Application Confirm કરો.અને અરજી ની પ્રિન્ટ મેળવી લેવાની રેહશે.

 

વર્મિ કમ્પોસ્ટ યોજના કોના દ્વારા અમલી બનાવવામાં આવી છે?

વર્મી કમ્પોસ્ટ યોજના ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવી છે.

વર્મી કમ્પોસ્ટ એકમ સહાય યોજનામાં સબસીડી કેટલી મળવા પાત્ર છે?

વર્મી કમ્પોસ્ટ એકમ સહાય યોજનામાં યુનિટ કોસ્ટ રૂપિયા 20 લાખ/ યુનીટ, જાહેર ક્ષેત્રે ખર્ચના 100% અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40% સબસીડી મળવા પાત્ર છે.

Vermi Compost Sahay Yojana ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Vermi Compost Sahay Yojana ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ikhedut Portal છે.