Coaching Sahay Yojana 2023, Apply @esamajkalyan.gujarat.gov.in

Coaching Sahay Yojana 2023 :- રાજ્ય સરકાર દ્વારા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ થાય છે. વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. esamajkalyan.gujarat.gov.in

કોચિંગ સહાય યોજના 2023: નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પ્રથમ વાર વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને નિયમ અનુસાર કોચિંગ સહાય લાભ આપવા એ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Coaching Assistance scheme 2023 for SEBC | coaching sahay yojana esamajkalyan | tuition sahay yojana SEBC | Coaching sahay yojana 2023 20,000/- । નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ।

Coaching Sahay Yojana 2023 નો ઉદ્દેશ

રાજ્યના વિકસતી જાતિ ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓને આ યોજના થકી આર્થિક મદદરૂપ થવાનું મુખ્ય હેતુ છે આ યોજનાનો લાભ મેળવી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે પ્રોત્સાહન સહાય આપવામાં આવશે.

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- ની સહાય

Highlights of Coaching Sahay Yojana 2023

યોજનાનું નામ  કોચિંંગસહાય યોજના 2023 
વિભાગનું નામ નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર
ઉદ્દેશ્ય વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓને આર્થિક મદદ
અરજી પ્રકાર ઓનલાઇન 
અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023
અરજી કરવા માટે  Click Here
official website https://esamajkalyan.gujarat.gov.in/

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

કોચિંગ સહાય યોજના સહાય મેળવવાના ધારાધોરણ

  1. મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  2. તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
  3. તાલીમાર્થી વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
  4. તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  5. તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.
  6. તાલીમાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨માં એક જ વાર મળવાપાત્ર થશે.
  7. તાલીમાર્થી તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહીં. જો તેમ સાબિત થશે તો, પૂરી રકમ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વસૂલ કરવાની રહેશે.
  8. સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.

તાલીમાર્થીએ કોચિંગ સંસ્થાના નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

  1. તાલીમ આપતી સંસ્થા GST /PAN ધરાવતી હોવી જોઈએ.
  2. તાલીમ આપતી સંસ્થા ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ.
  3. તાલીમ આપતી સંસ્થા અન્ય સરકારી ધારા ધોરણો કે નિયમોનું પાલન કરતી હોવી જોઈએ.
  4. તાલીમ આપતી સંસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 કંપની અધિનિયમ 1956 એસ્ટાબલીશમેન્ટ 1948 દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ૧૯૪૮ વગેરે જેવા કોઈપણ એક અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઈએ.

કોચિંગ સહાય યોજના મળવાપાત્ર લાભ

  1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પુર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
  2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવંગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE,
    GUJCET જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
  3. IIM, CEPT, NIFT, NLŪ જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)

ઓફિસિયલ જાહેરાતની વધુ માહિતી

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઉકત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને/તાલીમાર્થીઓને esamajkayan.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧/૦૧/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૩ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઇન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટસની નકલ બિડાણ કરી સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ જમા કરાવવાની રહેશે, ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં નિયમોનુસાર અગ્રતા આપવામા આવશે અને બજેટ જોગવાઇ તથા લક્ષ્યાંકને ધ્યાને લઇ સહાય ચુકવવામા આવશે. જેની ખાસ નોંધ લેવી. તાલીમાર્થી અને તાલીમાર્થીને પંસદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપુર્ણ માહિતી વેબસાઇટ https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions પર ઉપલબ્ધ છે. ઠરાવ ડાઉનલોડ કરવા માટે Click Here

FAQ’S Coaching Sahay Yojana 2023

1.કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ANS- https://esamajkalyan.gujarat.gov.in/

2. કોચિંગ સહાય યોજના માટે કુટુંબની આવક મર્યાદા કેટલી છે?

Ans- કોચિંગ સહાય યોજના માટે કુટુંબની આવક મર્યાદા 4,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ.