ટ્રેક્ટર સહાય યોજના 2023 ikhedut | Tractor Sahay Yojana Gujarat 2023

Tractor Sahay Yojana Gujarat:-ગુજરાત રાજ્યના ખેડૂતો દ્વારા છેલ્લે દાયકામાં સરેરાશ 10% થી વધુ નો કૃષિ વિકાસ દર જોવા મળેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કૃષિ મહોત્સવ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી વિવિધ કાર્યક્રમો ચાલુ કરેલ છે. ટેકનોલોજીના યુગમાં ખેતી ક્ષેત્રે પણ અવનવી પદ્ધતિઓ અપનાવી ખેત પેદાશ માં વધારો કરવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને સાધન સામગ્રી માટે વિવિધ યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ની માહિતી ખેડૂતોને સરળ તાથી મળી રહે તે માટે ikhedut Portal બનાવ્યું છે. આ પોર્ટલ નો ઉપયોગ કરી ખેડૂતો પોતાની જાતે ઘરે બેસી વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે.

Tractor subsidy in gujarat | subsidy yojana 2022 | tractor subsidy yojana in gujarat | ikhedut poratal tractor sahay yojana apply online | ટ્રેકટર સબસીડી 2022 । ટ્રેકટર સહાય યોજના 2022-23 । 

Tractor Sahay Yojana Gujarat:– ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ સાધન સામગ્રી ટ્રેક્ટર વગેરે માટે સબસીડી આપી આર્થિક મદદ કરવામાં આવે છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસીડી રૂપે સહાય આપવાની યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના છે. આ આર્ટીકલ માં યોજના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું જેવી કે આ યોજના નો લાભ કોને મળવા પાત્ર છે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? કેટલી સહાય મળવાપાત્ર છે?

Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સબસીડી રૂપે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળે છે.

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશટ્રેકટરની ખરીદી પર ખેડુતોને આર્થિક મદદ કરવી
યોજનાનો લાભ કોને મળે?માત્ર ગુજરાતના ખેડુતોને લાભ મળે
અરજી કરવાની શરુઆત તારીખ22/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
ઓફિસિયલ વેબ સાઈટhttps://ikhedut.gujarat.gov.in/ 
ઓનલાઈન અરજી કરવા માટેClick Here

Tractor Subsidy Sahay Yojana ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

1.અરજી કરનાર લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ.

2.આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળશે.

3.ગુજરાત રાજ્યના સીમાંત, નાના, મહિલા ખેડૂતો, એસ.સી, એસટી, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

4.Tractor Subsidy Scheme યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી Online Form ભરવાનું રહેશે.

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજના ની ખરીદી માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેઓએ નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

1.લાભાર્થી ખેડુત ખેડૂત ખાતેદાર હોવું જોઈએ.

2.જો લાભાર્થી ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતો હોય તો ટ્રાયબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ( લાગુ પડતું હોય તો રજૂ કરવું)

3.આ યોજના માટે લાભાર્થીએ માન્ય વિક્રેતા પાસેથી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

4.લાભાર્થી ખેડૂતે કૃષિ વિભાગ દ્વારા આ યોજના માટે નક્કી કરેલ પ્રાઈઝ ડીસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વ્યાપારીઓ પાસેથી જ ખરીદી કરવાની રહેશે.

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય

ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.

  • લાભાર્થી ખેડૂતની 7/12, 8- અ ની નકલ.
  • રેશનકાર્ડની નકલ
  •  આધાર કાર્ડ ની નકલ
  • જો લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • જો લાભાર્થી ટ્રાઇબલ વિસ્તાર માં આવતા હોય તો વન અધિકાર પ્રમાણપત્ર (જો હોય તો)
  • જો લાભાર્થી ખેડૂત એસ.સી કે એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જમીનમાં નામ ધરાવતા તમામ ખેડૂતોનું સંમતિ પત્રક.
  • બેંક પાસબુક ની નકલ.
  • લાભાર્થી ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

Read More: UGVCL Bill Online Check

રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર યોજના માટે સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી આ યોજના હેઠળ ખેડૂતોની જાતિ અને દરજ્જાને ધ્યાનમાં રાખી સબસીડી નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )• અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-4(અનુસુચિત જાતિ માટે )• અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-13(MIDH-SCSP)અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-9• સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-2• સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
HRT-14(MIDH-TSP)અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ
પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે

Tractor Sahay Yojana Gujarat યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે CVC કે ગ્રામ પંચાયત ખાતેથી અરજી કરી શકાશે અથવા ખેડૂત મિત્રો પોતાની જાતે ઘરે બેઠા નીચે મુજબના સ્ટેપ અનુસરી Online Form ભરી શકશે.

  • સૌપ્રથમ google search માં ikhedut ટાઈપ કરવું.
  • ત્યારબાદ આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ ખોલો.
  • ikhedut Portal વેબસાઈટ ના હોમ પેજ પર “યોજના” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે “બાગાયતીની યોજનાઓ “ના ઓપ્શન પર ક્લિક કરો.
  • Bagayati yojana ખુલ્યા બાદ તેમાં ટ્રેક્ટર (20 PTO HP સુધી) યોજના પર ક્લિક કરો.
  • “ટ્રેક્ટર 20 PTO HP” યોજના માટે અરજી કરો “અરજી કરો” તેના પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો હા પર અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ નંબર તથા મોબાઈલ નંબર નાખ્યા બાદ બાજુમાં દર્શાવેલ Captcha નાખી અરજી કરવાની રહેશે.
  • ikhedut પર લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ અરજી ફોર્મ ખુલશે અરજી ફોર્મ માં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • ખાસ નોંધ લેવી કે એકવાર અરજી ફોર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
  • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.

Tractor Subsidy Yojana 9 લાખ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આઈ પોર્ટલ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાનો સમય તારીખ 22/04/2023 થી તારીખ 31/05/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ત્યારબાદ અરજી કરી શકાશે નહીં એની ખાસ નોંધ લેવી.

  1. ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સબસીડી મળે છે?

આ યોજનામાં લાભાર્થી ખેડૂતને અંદાજિત 45,000/- થી 60,000 સુધી મળવા પાત્ર રહેશે.

2.Tractor Subsidy Yojana મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યા કરવાની રહેશે?

ટ્રેક્ટર સહાય યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

3.ટ્રેક્ટર સહાય યોજનામાં લાભાર્થી એ કેટલીક ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે ?

આ યોજના હેઠળ ખેડૂતે 20 PTO HP સુધી ટ્રેક્ટર ની ખરીદી કરવાની રહેશે.

4.Tractor Sahay Yojana નો મુખ્ય હેતુ શું છે?

આ યોજના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપી આર્થિક રીતે મદદરૂપ થવાનો મુખ્ય હેતુ છે.

5.ટ્રેક્ટર સહાય યોજના નું ખેડૂતને કેટલી વાર મળવાપાત્ર છે?

ટ્રેક્ટર સહાય યોજના નો લાભ ખેડૂત ની આજીવન એક જ વખત મળવા પાત્ર છે.