Gujarat Two Wheeler Subsidy Scheme 2023: E- Scooter, Rickshaw Subsidy | ઇલેક્ટ્રીક બાઈક યોજના

Gujarat Two Wheeler Subsidy Scheme 2023: E- Scooter, Rickshaw Subsidy:- આજના ટેકનોલોજીના યુગમાં આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલ થી વાહનો ચાલે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ એ વિશ્વની એક મોટી સમસ્યા છે. વિશ્વના તમામ દેશો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનોને બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો આપણે હવે અપનાવા પડશે.

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2023 | Gujarat Electric E-Vehicle Scheme 2023 | Electric Vehicle Subsidy Gujarat | Two Wheeler Subsidy Scheme Gujarat | Gujarat e-Vehicle Scheme Application Form | GEDA – Gujarat Energy Development Agency | GEDA Bike Price List | Two Wheeler Scheme Gujarat Online Apply | Rickshaw Subsidy Apply Online | 

પ્રદૂષણ ઘટાડવું એ આપણે નૈતિક ફરજ છે. પર્યાવરણ જતન કરી આવનાર પેઢીનું અસ્તિત્વ જાળી રાખવા માટે પેટ્રોલ ડીઝલને બદલે હવે ઇલેક્ટ્રીક વાહનો અપનાવો પડશે. લોકો ઇલેક્ટ્રીક વાહનો અપનાવે તે માટે સરકાર સબસીડી આપી લોકોને પ્રોત્સાહિત કરે છે. આપણે સૌ ઇલેક્ટ્રીક વાહનો અપનાવી એક જવાબદાર નાગરિક તરીકેની નૈતિક ફરજ પૂરી કરીએ.

Gujarat Two Wheeler Scheme 2023:-આપણી આજુબાજુમાં પણ ઈલેક્ટ્રીક થી ચાલતા સ્કૂટર, બાઈક, રીક્ષા, કાર જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો વપરાશ ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનની ખરીદી પર સબસીડી આપી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે Gujarat Government એ સબસીડી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાનો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કેવી રીતે કરવી? આ યોજનાનોલાભ કોને મળવા પાત્ર છે? જેવી માહિતી વિગતવાર આ આર્ટિકલમાં જોઈશું. આવી નવી નવી યોજનાઓ વિશે જાણવા અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

ગુજરાત સરકારના Gujarat Energy Development Agency( GEDA) દ્વારા ઈલેક્ટ્રીક વાહનની ખરીદી પર સબસીડી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. Electric Vehicle Subsidy Gujarat યોજના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા Electric Vehicle Subsidy Gujarat યોજના હેઠળ Subsidy આપવામાં આવે છે. Electric Scooter તથા e-rickshaw ના ઉપયોગથી પ્રદુષણમાં ઘટાડો થશે. આ યોજનાના લાભ જેને મળવાપાત્ર છે તેઓએ Gujarat Two Wheeler Scheme માં વાહનોની ખરીદી કરી સબસીડી લાભ મેળવવો જોઈએ.

યોજનાનું નામ Gujarat Electric e-Vehicle Scheme
ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વાહન યોજના
ક્યા રાજ્યની યોજના ગુજરાત સરકાર
લાભાર્થીઓ-1 Two Electric Scooter ધોરણ-9 થી 12 અથવા કોલેજના વિદ્યાર્થીઓ માટે
લાભાર્થીઓ-2 Three Wheeler e Rickshaw વ્યક્તિ અને સંસ્થાઓ માટે
Two Electric Scooter પર સબસીડી કેટલી? 12,000/- રૂપિયા
Three Wheeler e Rickshaw પર સબસીડી કેટલી? 48,000/- રૂપિયા
Official Website https://geda.gujarat.gov.in/

 

GEDA E Vehicle Subsidy Yojana For Two Wheeler And Rickshaw

આ યોજનામાં GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana માં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 તથા કૉલેજના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ની ખરીદી પર રૂ. 12,000/- ની સબસિડી આપવામાં આવે છે.

તેમજ આ યોજના હેઠળ Gujarat Energy Development Agency GEDA)દ્રારા ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર રીક્ષાની ખરીદી પર રૂ.48,000/- ની સબસિડી આપશે. આ ઇલેક્ટ્રિક વાહન લિથિયમ આર્યન બેટરી થી સંચાલિત હશે.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022

Gujarat E-Vehicle Subsidy Yojana Benefits

Two Wheeler Subsidy Scheme 2023 ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનની ખરીદી પર સબસીડી રૂપે સહાય આપવામાં આવે છે. જે સબસીડી નીચે મુજબ છે.

  • ધોરણ 9 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર ઇલેક્ટ્રીક બાઇકની ખરીદી પર રૂપિયા 12000 રૂપિયા સબસીડી આપવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર રૂપિયા 48000 ની સબસીડી આપવામાં આવશે.

Gujarat Eclectic Two Wheeler Scheme Eligibility Criteria

રાજ્ય સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના કાયમી વતની હોવા જોઈએ.
  • રાજ્યના ફક્ત ધોરણ 9 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

Gujarat Two Wheeler Subsidy Scheme 2023 Documents List

Two Wheeler Subsidy Scheme 2023 યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • લાભાર્થિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • લાભાર્થિનો મોબાઇલ નંબર
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત
  • લાભાર્થી વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષનો અભ્યાસ કરતા હોય તેનું બોલા ફાઈટ સર્ટિફિકેટ
  • વિદ્યાર્થી છેલ્લા વર્ષમાં પાસ કરે પરીક્ષાની માર્કશીટની સપ્રમાણિક નકલ
  • જો વિદ્યાર્થી હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી કરવા માગતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ ને સપ્રમાણિત નકલ

How To Apply Online for Gujarat Electric E-Vehicle Yojana

ગુજરાત સરકારની ઇલેક્ટ્રીક વહીકલ યોજના હેઠળ સબસીડી મેળવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  1. સૌ પ્રથમ GEDA ની ઓફિશિયલ વેબસાઇટ geda.gujarat.gov.in ઓપન કરો.
  2. વેબસાઇટ ઓપન થયાં બાદ હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  3. હવે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે.
  4. ફોર્મ માં માગેલ વિગતો જેવી કે અરજદારનું નામ, પિતાનું નામ, જાતિ,જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી ફોર્મમાં ભરો.
  5. હવે માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.
  7. Submit કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.

FAQ’S of Two Wheeler Subsidy Scheme 2023

1.ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા યોજનાનો લાભ કોણે મળે?

Ans- ઈલેક્ટ્રિક સ્કૂટર યોજનામાં ધોરણ-9 થી 12ના અને કોલેજના વિદ્યાર્થીઓને ટુ વ્હીલર તથા થ્રી વ્હીલર માટે લાઇસન્સ ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર છે.

2. ઇ સ્કૂટર અને રીક્ષા યોજના માટે ઓનલાઈન અરજી કરવા વેબસાઇટ કઈ છે?

Ans- ઇ સ્કૂટર અને રીક્ષા યોજના માટે ઓનલાઈન અરજી કરવા વેબસાઇટ https://geda.gujarat.gov.in/ છે.

3. ઈલેક્ટ્રીક ટુ વ્હીલર બાઈક પર કેટલા રૂપિયા સબસીડી આપવામાં આવે છે?

Ans- ઈલેક્ટ્રીક ટુ વ્હીલર બાઈક પર 12,000/- રૂપિયા સબસીડી આપવામાં આવે છે.

4.ઈ થ્રી વ્હીલર બાઈક પર કેટલા રૂપિયા સબસીડી આપવામાં આવે છે?

Ans- ઈ થ્રી વ્હીલર બાઈક પર 48,000/- રૂપિયા સબસીડી આપવામાં આવે છે.