VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલીકામાં વિવિધ પદો પર ભરતી, અહીથી જાણો શું છે પગાર અને લાયકાત

VMC Recruitment 2024 I વડોદરા મહાનગર પાલીકા ભરતી 2024 :  વડોદરા મહા નગરપાલીકાએ જુદાં જુદાં પદ માટે ભરતી કરવા સારું જાહેરનામું બહાર પાડ્યું છે. જો તમે વડોદરા નગરપાલીકાની જાહેરાત ક્રમાંક 1479 /202324 ઉપરોક્ત જાહેરાતો માટેની લાયકાત ધરાવો છો. અને નોકરી મેળવવા આતુર છો તો તમારા માટે આ આર્ટીકલ ખૂબ ઉપયોગી છે. તો મિત્રો ચાલો જાણીએ VMC ની જાહેરાતો વિશે વિગતવાર

VMC Recruitment 2024

         ક્રમાંકજગ્યાનો હોદ્દોકુલ જગ્યાઓ
1એકાઉન્ટ કમ ડેટાએન્ટ્રી ઓપરેટર14
2આરબીએસકે એએનએમ2
3આરબીએસકે ફાર્માશિષ્ઠ કમ ડેટા આસીસ્ટંટ1

મિત્રો,આપને એ પણ જણાવી દઈએ કે આ જગ્યાઓ શહેરી આરોગ્ય મિશન પ્રોગ્રામ અંતર્ગત શહેરનાં જુદાં જુદાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવવાની રહેશે. તેમજ આ જગ્યાઓ તદન હંગામી ધોરણે અને 11 માસના કરાર આધારિત હોઈ ઇચ્છુક ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડ માં જ અરજી કરવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોએ વડોદરા મહાનગર પાલીકાની વેબ સાઇટ ઉપર તારીખ: 22/02/2024 ના સમય 23.59 કલાક સુધી અરજી કરવાની રહેશે

શૈક્ષણિક લાયકાત:

  • એકાઉન્ટ કમ ડેટાએન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે ઉમેદવાર કોમર્સમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ્સ કોર્ષ કરેલ હોવો જોઈશે.
  • આરબીએસકે એએનએમ માટે ઇંડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કોર્ષ કરેલ FHW /ANM કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈશે.
  • આરબીએસકે ફાર્માશિષ્ઠ કમ ડેટા આસીસ્ટંટ. માટે માન્ય સંસ્થામાંથી ફાર્માશિષ્ઠની ડીગ્રી ધરાવતા હોવા જોઈશે તેમજ ગુજરાત ફાર્માશિષ્ઠનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ :

એકાઉન્ટ કમ ડેટાએન્ટ્રી ઓપરેટર માટે માસિક રૂપિયા 13000 ફિક્સ પગાર દર માસે ચૂકવવામાં આવશે જ્યારે  આરબીએસકે એએનએમ ને માસિક રૂપિયા 12500 દર માસે ફિકસ પગાર ચૂકવવામાં આવશે જ્યારે આરબીએસકે ફાર્માશિષ્ઠ કમ ડેટા આસીસ્ટંટને માસિક ફિક્સ પગાર રૂપિયા 13000 ચૂકવવામાં આવશે.

વય મર્યાદા :

અરજી કરનાર ઉમેદવારની વાય 40 વર્ષ કરતાં વધુ હોવી જોઈશે નહીં તેમજ નિવૃત કર્મચારીઓ કોઈ પણ સંજોગોમાં અરજી કરી શકશે નહીં.

અરજી કરવાની છેલ્લી તારીખ :

            અરજી કરવાની છેલ્લી તારીખ :22/02/2024 સમય 23.59 સુધી રહેશે. અને તે માત્ર ઓન લાઇન મોડમાં વડોદરા મહા નાગર પાલીકાની વેબ સાઇટ પર કરી શકાશે.

        પ્રમાણપત્રો ચકાસણી કરવાની તારીખ :

        વડોદરા મહા નાગર પાલીકાની સૂચના મલયેથી તમામ ઉમેદવારોએ અરજીમાં દર્શાવેલ પ્રમાણ પત્રોની                   ચકાસણી માટે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનુ રહેશે.

પરીક્ષા ફી અને અન્ય વિગતો :

  • પરીક્ષા સબંધી કોઈ પણ નિર્ણય લેવાની આખરી સત્તા વડોદરા મહા નગર પાલીકાની રહેશે.
  • દરેક ઉમેદવાર કોમ્પ્યુટરનું સીસીસી અને સીસીસી પ્લસ જેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારોએ અરજી સબમિટ કરતાં પહેલાં સૂચનાઓ કાળજી પૂર્વક વાંચી લીધા પછીજ સબમિટ કરવા વિનંતી છે.

અગત્યની લિંક્સ :

ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લીક કરો
હોમપેજ  અહી ક્લીક કરો

મિત્રો,વધુ માહિતી માટે VMC ની સત્તાવાર વેબ સાઈટ પરથી અરજી કરતાં પહેલાં ઉમેદવારોની સૂચનાઓ ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચવા વિનંતી છે. આ ઉપરાંત તમે વડોદરા  મહા નગર પાલીકાની સત્તાવાર વેબ સાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશો. અમારો આજનોઆ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક કોમેંટમાં જણાવશો.