વિદેશ અભ્યાસ લોન 2023। Foreign Education Loan Scheme 2023 | Videsh Abhyas Loan 2023

  • videsh abhyas Loan 2023: ગુજરાત સરકાર દ્વારા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી છે. આ નિગમ ગુજરાતના બિન અનામત વર્ગોનું વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરે છે બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરે છે. અને આ યોજનાઓ થતી બિન અનામત વર્ગ ના લોકોને સહાય પૂરી પાડવામાં આવે છે. બિન અનામત આયોગ દ્વારા  કોચિંગ સહાય (ટ્યુશન સહાય), શૈક્ષણિક અભ્યાસ યોજના, ભોજન બીલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE, GUJCET, NEET ની પરિક્ષા માટે કોચિંગ સહાય જેવી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે.

Videsh Abhyas Loan Sahay Yojana online Apply 2023 | Foreign Study Loan online Apply 2023 | વિદેશ અભ્યાસ લોન 2023 ।  Gujarat Unreserved Educational & Economical Development Corporation । વિદેશ અભ્યાસ 15 લાખ લોન । Videsh Abhyas 15 Lakh Loan Sahay Yojana | https://gueedc.gujarat.gov.in/

પ્રિય વાચક મિત્રો આ આર્ટિકલમાં આપણે બિન અનામત વર્ગની વિદેશ અભ્યાસ લોન વિશે જોઈશું. જેમાં આ યોજનાની પાત્રતા, કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ, કેટલી લોન મળવાપાત્ર છે, અરજી કઈ રીતે કરવી? લોનની ચુકવણી કઈ રીતે કરવી એ તમામ માહિતી આર્ટિકલ ની અંદર જોઈશું.

વિદેશ અભ્યાસ લોનનો મુખ્ય હેતુ

videsh abhyas Loan 2023: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેવો ભણવામાં હોશિયાર છે પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે આગળ વિદેશમાં અભ્યાસ કરી શકે તેમ ન હોય. ત્યારે ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા આવા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન રૂપે આર્થિક સહાયતા આપવામાં આવે છે.

Highlights of Videsh Abhyas Loan 2023

યોજનાનું નામ વિદેશ અભ્યાસ લોન 2023
ભાષા ગુજરાતી અને English
લોનની રકમ 15 લાખ સુધી
લોન પર વ્યાજ 4% લેખે સાદુ વ્યાજ
આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ થી વધુ ન હોવી જોઈએ
Official Website https://gueedc.gujarat.gov.in/
Apply Online Click Here
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Videsh Abhyas loan criteria

  • ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • ધોરણ 12 પછી MBBS ના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવી લો હોય તો
  • પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશ માં અભ્યાસ માટે
  • પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે
  • લાભ મેળવનાર અરજદારને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ

Required Documents for Videsh Abhyas Loan Sahay 2023

રાજ્યના બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશો અભ્યાસ કરવા માટે લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે આયોગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે.જે ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC)
  • આધારકાર્ડ ની નકલ
  • આવકનું પ્રમાણપત્ર
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • અભ્યાસ માટેનો એડમિશન લેટર
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ
  • ધોરણ 12 અને તેના પછી અભ્યાસ કરેલ હોય તો તેની માર્કશીટ
  • અરજદારના પાસપોર્ટ ની નકલ
  • મેળવેલ વિઝાની નકલ
  • ભરેલ ફી ની વિગત
  • બેન્કના પાસબુક ની નકલ
  • ગીર વખત કરેલ કે બોજો નોંધાવેલ અને બેંકના 5 ચેક
  • પરિશિષ્ટ -1 મુજબ જામીનગીરીની મંજૂરી અને મિલકતના આધારો
  • પરિશિષ્ટ -3 મુજબ પિતા કે વાલી મિલકત માઈગ્રેશન ની સંમતિ
Read also :  કોચિંગ સહાય યોજના 2022
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More:- ભોજન બિલ સહાય યોજના

Videsh Abhyas Loan જામીનખત

  • જો વિદ્યાર્થીના અભ્યાસક્રમની લોન ની રકમ 7.50 લાખ કરતા વધારે હશે તો, તે કુલ રકમ જેટલી રકમ પોતાના કે અન્ય સગા સંબંધીની સ્થાવળ મિલકત બિન અનામત આયોગની તરફેણમાં ઘેરો કરવાની રહેશે.
  • જો વિદ્યાર્થીના અભ્યાસક્રમ ની લોન ની રકમ 7.50 લાખ કરતા ઓછી હશે તો તે કુલ રકમ ના દોઢ ઘણા વિદ્યાર્થી પોતાના સંબંધી ની મિલકત પર બોજો નોંધાવાનો રહેશે
  • તેમ જ બિન અનામત આયોગ નિગમની તરફેણમાં 5 પોસ્ટ ડેટેડ ચેક સહી કરીને આપવાના રહેશે.

વિદેશ અભ્યાસ લોન સહાય યોજનામાં કેટલી લોન મળે

  • બિન અનામત નિગમ દ્વારા વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ લોન રૂપેશ સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે થયેલ ખરેખર કુલ ખર્ચ અથવા લોન રૂપે આપવામાં આવતા 15 લાખ જે બંનેમાંથી ઓછું હશે તેટલી લોન મળવા પાત્ર રહેશે.
  • વિદેશ અભ્યાસ લોન પર 4% સાદું વ્યાજ લાગુ પડશે.

Videsh Abhyas Loan પરત ચૂકવણી

  • વિદ્યાર્થીએ 5 લાખ સુધીની લોનના અભ્યાસક્રમ પૂરો થયા પછી એક વર્ષ બાદ પાંચ વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ 5 લાખથી વધુ લોન મેળવેલ હશે તેવા કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો થયા બાદ એક વર્ષ બાદ 6 વર્ષમાં એકસરખા માસિક હપ્તા ચૂકવવાના રહેશે.
  • લોન પેટે આપવામાં આવેલા નાણાને પહેલા વ્યાજ પેટે જમા કરવામાં આવશે.
  • વિદેશ અભ્યાસ લોન મેળવનાર વિદ્યાર્થી જો નક્કી કરેલ સમય મર્યાદા પહેલા ઉચ્ચ અભ્યાસ માટે મેળવેલ લોન ની રકમ પરત ચૂકવી ઈચ્છે તો તે ચુકવણી કરી શકે છે.

How to Apply Foreign Education Loan Scheme ?  Full Guideline (

વિદેશ અભ્યાસ લોન સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?)

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

  • સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
  • તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં 2 નંબર પર Foreign Education Scheme પર ક્લિક કરો.
  • હવે ભોજન બિલ સહાય યોજનાની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.
  • હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે Foreign Education Scheme ની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભયાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિચરતિ જાતિ) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
 
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર
 

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે
     Phone Number: 079-23258688, 079-23258684
 

FAQ’S

1. વિદેશ અભ્યાસ લોન કોના દ્વારા આપવામાં આવે છે?
Ans- વિદેશ અભ્યાસ લોન ગુજરાત રાજ્યના બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવે છે.

2. વિદેશ અભ્યાસ માટે કેટલા રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે?
Ans- વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીને 15 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે.

3. વિદેશ અભ્યાસ મેળવવા માટે કુટુંબની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
Ans- વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.

4. વિદેશ અભ્યાસ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે?
Ans- વિદેશ અભ્યાસ લોન પર 4% સાદુ વ્યાજ ચૂકવવું પડે.

5. વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ઓનલાઇન અરજી ક્યા કરવી?
Ans- Videsh Abhyas Loan મેળવવા માટે બિન અનામત આયોગની ઓફિસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.