Gay Sahay Yojana Gujarat 2023: ગુજરાત સરકાર રાજ્યના દરેક વિભાગને ધ્યાનમાં રાખી અલગ અલગ યોજનાઓ બહાર પાડે છે રાજ્યમાં ખેડૂતો અને પશુપાલકોના વ્યવસાયને વેગવંતો બનાવવા માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે આ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી લોકોને યોજનાથી માહિતગાર કરવામાં આવે છે. ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજના, બાગાયતિ યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી ની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે 1 મે 1960 થી પશુપાલન વિભાગ ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલ છે. પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ થકી પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવે છે આર્ટીકલમાં તેઓની એક યોજના ગાય સહાય યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
Gay Sahay Yojana Gujarat 2023: સરકાર દ્વારા ikhedut Poratal પર આત્માની પ્રાકૃતિક કૃષિ ને લગતી વિવિધ યોજનાઓ કાર્યરત છે આ યોજનાઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવા સહાય આપતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષો પહેલા આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા હતા પ્રાકૃતિક ખેતી એટલે પશુઓના ગોબર ગૌમૂત્ર નો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરી પાકનું ઉત્પાદન કરવામાં આવતું હતું ગોબર અને ગૌમુત્રનો ઉપયોગથી ખેતીમાં ખર્ચ ઓછો થતો અને પાક વૃદ્ધિ વધુ થતી રાજ્ય સરકારે આવી જ એક યોજના દેશી ગાય માટે સહાય શરૂ કરી છે આ આર્ટીકલ માં આ યોજનાનો લાભ કોને મળે યોજના નીપાત્રતા શું છે યોજનાનો લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
દેશી ગાય સહાય યોજનાનો મુખ્ય હેતુ
આજના યુગમાં ખેત પેદાશ વધારવા માટે પેસ્ટીસાઈડ અને રસાયણ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે જેના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા ખેડૂતને નુકસાન થાય છે સરકાર પણ હવે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહન કરી રહી છે પ્રોત્સાહન કરવા ખેડૂતોને વિવિધ યોજનાઓ થકી સહાય આપે છે પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી કરવા પશુના છાણ અને ગૌમૂત્ર ની જરૂરિયાત હોય છે આના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થતો રહે છે. ઓર્ગેનિક ખેતી થી લોકોને રસાયણ વગરનો પાક મળે છે જેનાથી માનવીએ સ્વાસ્થ્ય સારું છે.
Overview Of Gay Sahay Yojana Gujarat 2023
યોજનાનુ નામ | Desi Gay Sahay Yojana દેશી ગાય સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો મુખ્ય હેતુ | ખેડૂતોની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહન મળે તેમજ આર્થિક સહાય |
લાભ કોને મળે | ગુજરાત રાજ્યના તમામ ખેડુતોને |
સહાયની રક્મ | દરેક ખેડુતના કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ પેટે 900/- દર મહીને , 10800/-ની વાર્ષિક મર્યાદામાં |
ઓફિસિયલ વેબ સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
Desi Gay Sahay Yojana ની પાત્રતા
રાજ્ય સરકારના આત્માની પ્રાકૃતિક કૃષિ વિભાગ દ્વારા દેશી ગાય સહાય યોજના અમલી બનાવવામાં આવી છે તથા તેની કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ.
- દરેક જ્ઞાતિના ખેડૂતને આ લાભ મળવા પાત્ર છે.
- લાભાર્થી ખેડુ દેશી ગાયનું આઇડેન્ટિફિકેશન ટેગ ધરાવતા હોવા જોઈએ.
- નાના, મોટા, સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- લાભાર્થી ખેડૂત જમીનના રેકર્ડ 7/12 માં નામ ધરાવતા હોવા જોઈએ.
- લાભાર્થી દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતા હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષિ માસ્ટર ટ્રેનર્સ પાસેથી સંપૂર્ણ તાલીમ મેળવેલ હોવી જોઈએ.
- તાલીમ મેળવેલ લાભાર્થીઓને આ યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે.
Gay Sahay Yojana 2023 Documents
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ikhedut Portal પર કરવાની રહેશે તથા તેના માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડશે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂતને જમીન અંગેની 7/12 ની નકલ.
- રેશનકાર્ડ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- જો ખેડૂત એસ.સી કે એસ.ટી હોય તો તેનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- જો લાભાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર(લાગુ પડતું હોય તો)
- લાભાર્થી ખેડુત કાંકરેજ, દેશી ગીર કે અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
- દેશી ગાય ધરાવતા હોય તેને ટેગ લગાવી હોવું જોઈએ
- બેંક ખાતાની પાસબુક ની નકલ
- દૂધ ઉત્પાદક મલ્ટીના સભ્ય હોય તો તેની વિગત
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
ગાય સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભ
આત્માની પ્રાકૃતિક કૃષિ યોજના હેઠળ દેશી ગાય સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી કરતા પશુપાલકોને સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી ખેડૂતના કુટુંબને એક ગાય નિભાવ માટે રૂપિયા 900 દર મહિને આપવામાં આવશે વાર્ષિક રૂપિયા 10,800 ની મર્યાદામાં આપવામાં આવશે.
- લાભાર્થીને અરજી મંજૂર થયા ની તારીખથી જે તે ત્રીમાસિક ના સમયગાળા માટે માસિક રૂપિયા 900 લેખે નિભાવ ખર્ચ આપવામાં આવશે
- દર ત્રણ માસે ગાયની ટેગ અને તેની હયાતીની કરાઈ કરવાની રહેશે.
- જે તે ગામના ગ્રામસેવક પાસેથી લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરે છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- દુલા ભારતી દેશી ગાય ધરાવતા હોય તથા સહાય મેળવતા હોય પરંતુ પ્રાકૃતિક કૃષિ ન કરતા હોય તેવું જણાય આવશે તો આગળના ત્રિમાસિક માટે સહાય બંધ કરવામાં આવશે.
How to Apply Gay Sahay Yojana Online
આ યોજનાનો લાભ મેળવા માટે લાભાર્થી અરજદારે ikhedut Portal પરથી Online અરજી કરવાની રેહશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરો.
- સૌ પ્રથમ Google Search માં ikhedut Portal સર્ચ કરો.
- તમે કરેલ સર્ચ નું પરિણામ તમને જોવા મળશે તેમાથી ikhedut portal પર ક્લિક કરો.
- હવે હોમ પેજ પર “યોજના” વિકલ્પ જોવા મળશે તેનાં પર ક્લિક કરો.
- યોજના પર ક્લિક કર્યા બાદ તમને ” આત્મા વિભાગની યોજનાઓ” પર ક્લિક કરો.
- હવે તેમાંથી “દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ” પર ક્લિક કરો.
- જ્યારે આ યોજના ચાલુ થાય ત્યારે અરજી કરવાની રહેશે.
- તમામ વિગતો વાંચા બાદ બાજુમાં “અરજી કરો” લખેલ છે તેના પર ક્લિક કરો.
- હવે તમે રજિસ્ટર્ડ અરજદાર છો? હોય તો હા અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો ના પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખી Captcha લખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં માગ્યા મુજબની માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
-
હવે Application Confirm કરો.અને અરજી ની પ્રિન્ટ મેળવી લેવાની રેહશે.
આ પણ વાંચો:-
- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય
- પીએમ કિસાન યોજના 13મો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
- આ ખેડૂતોના એકાઉન્ટમાં 14માં હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
- ગાય સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
Ans- ગાય સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ikhedut Portal છે.
- Gay Sahay Yojana માં કેટલી સહાય મળે છે?
Ans- Gay Sahay Yojana માં દર મહિને ગાય દીઠ 900/- અને વાર્ષિક 10,800/- સહાય મળે છે.
- ગાય સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ ?